For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ICAI-2022નુ ઉદઘાટન

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ICAI-2022નુ ઉદઘાટન કર્યુ.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આયોજિત ઈન્ટરનેશનલ કૉન્ફરન્સ ઑફ એકેડેમીક ઈન્સ્ટીટ્યુટસન્સ(ICAI-2022)ના ઉદઘાટન પ્રસંગે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પૉલિસી(SSIP 2.0)નુ અનાવરણ કર્યુ છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા.

guj cm

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પૉલિસી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2017થી પાંચ વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી હતી. આ પૉલિસીનો સમયગાળો 10 જાન્યુઆરી, 2022ના રોજ પૂરો થાય છે માટે નવી પૉલિસીને વધુ પાંચ વર્ષ માટે એટલે કે જાન્યુઆરી, 2022થી માર્ચ, 2027 સુધી અમલમાં મૂકવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે SSIP સમગ્ર દેશમાં એકમાત્ર પૉલિસી છે જેનો ઉદ્દેશ મોટાપાયે વિદ્યાર્થી ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને પોષષણ આપવા અને સમર્થન આપવાનો છે. છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાષ્ટ્રમાં સ્ટાર્ટઅપ પર્ફોર્મન્સ રેંકિંગમાં ગુજરાત નંબર વન પર છે. આ રેંકિંગમાં ભારત સરકારે શિક્ષણ વિભાગના SSIP દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને યોગદાનને વિશેષ રૂપે સ્વીકાર્યુ છે અને પ્રશંસા કરી છે.

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પૉલિસી(SSIP 2.0)ની વિશેષતાઓ અને લક્ષ્યો

રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં કાર્યાત્મક ઈનોવેશન અને ઈન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના
રાજ્યની ઓછામાં ઓછી 1000 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ(HEIs) અને 10,000 શાળાઓને આવરી લેતા 50 લાખ વિદ્યાર્થીઓેને ઈનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા માટે જાગૃત કરવા.
વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 10,000 પ્રૂફ ઑફ કન્સેપ્ટ્સ(PoCs/પ્રોટોટાઈપ)ને સહાય
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવનાર 1000 પ્રૂફ ઑફ કન્સેપ્ટ્સ(PoCs/પ્રોટોટાઈપ)ને સહાય
વિદ્યાર્થીઓને 5000 IP ફાઈલિંગ માટે સહાય
રાજ્યમાં ઓછામાં ઓછી 500 શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને આવરી લઈને લાભાર્થીઓ માટે એક મજબૂત પ્રિ-ઈન્ક્યુબેશન સપોર્ટ સિસ્ટમનુ નિર્માણ
1500 વિદ્યાર્થી સ્ટાર્ટ અપ્સ અને હાલના સ્ટાર્ટ અપ્સને અપસ્કેલ કરવા.
i-Hub પર 500 સ્ટાર્ટ અપ(ભૌતિક અને વર્ચ્યુઅલ) ઈન્ક્યુબેટ કરવા.
i-Hub ખાતે સ્ટાર્ટ અપ સૃજન સીડ સપોર્ટ હેઠળ 500 સ્ટાર્ટ અપને સહાય.

English summary
Pre-Vibrant Summit ICAI 2022 inauguration by CM Bhupendra Patel at Science City, Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X