• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 5 વર્ષ લંબાઈ શકે છે, જાપાની કંપનીઓએ હાથ પાછા ખેંચ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી મોદીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પૂરો થવામાં 5 વર્ષ વિલંબ થઈ શકે છે. એટલે કે જે પ્રોજેક્ટ 2023માં પૂરો થવાનો હતો તેને પૂરો થવામાં હવે 2028 સુધી રાહ જોવી પડશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આ વિલંબનુ કારણ ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બોલી લગાવનાર જાપાની કંપનીઓની નીરસતા છે. જેનુ મુખ્ય કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વધુ કિંમત છે. જાપાની કંપનીઓની નીરસતા અને ઓછી ભાગીદારીના કારણે હવે ટેન્ડર રદ કરી દેવામાં આવ્યા છે.

રેલવેને આશા છે કે પરિયોજના ઓક્ટોબર 2028 સુધી ચાલુ થઈ શકશે

રેલવેને આશા છે કે પરિયોજના ઓક્ટોબર 2028 સુધી ચાલુ થઈ શકશે

રેલવેને આશા છે કે પૂર્વ નિર્ધારિત 2023ના બદલે હવે આ પરિયોજના ઓક્ટોબર 2028 સુધૂ સંપૂર્ણપણે ચાલુ થઈ શકશે. સૂત્રોએ જણાવ્યુ કે પરિયોજના પર કામ કરી રહેલ જાપાની ટીમ સાથે વાતચીત બાદ સંશોધિત સમય રેખાનુ અનુાન લગાવવામાં આવ્યુ છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે જો અમે ગુંચવાયેલા બધા મુદ્દાઓને જલ્દી ઉકેલી લઈશુ તો અમે સમય સીમેને અમુક હદ સુધી સંકુચિત કરી શકીશુ પરંતુ આ રીતની જટિલ ટેકનિકલ પરિયોજનામાં સમયસીમા અમુક હદ સુધી ઘટાડી શકાય નહિ.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર આવ્યા બાદ શરૂ થઈ મુશ્કેલી

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર આવ્યા બાદ શરૂ થઈ મુશ્કેલી

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બન્યા બાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે રાજનીતિ શરૂ થઈ ગઈ હતી અને સીએમ ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેર્ટ વિશે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. તેમણે મુંબઈથી અમદાવાદ વચ્ચે પ્રસ્તાવિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રિવ્યુની પણ વાત કહી હતી. ત્યારથી જ ભારતના પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સતત અડચણો આવી રહી છે.

જાપાન પાસે 80% લોન પર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનુ નિર્માણ થવાનુ છે

જાપાન પાસે 80% લોન પર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનુ નિર્માણ થવાનુ છે

મુંબઈ-અમદાવાદ વચ્ચે બની રહેલ હાઈ-સ્પીડ રેલ કૉરિડેરનુ નિર્માણ જાપાનથી 80 ટકા લોન પર કરવામાં આવી રહ્યુ છે. જાપાને આ લોન 0.1 ટકાના દર પર 15 વર્ષ માટે આપી છે. આ કૉરિડોરની મોટાભાગની સિસ્ટમ જાપાનની શિંકાસેન બુલેટ ટ્રેન ટેકનિક પર જ નિર્મિત હશે. મોદી સરકાર પહેલા આ પ્રોજેક્ટના એક ભાગને ઓગસ્ટ 2022 સુધી શરૂ કરવાના પક્ષમાં હતી જેથી સ્વતંત્રતા દિવસે દેશને ભેટ આપી શકાય.

બુલેટ ટ્રેન કૉરિડોરના અંડરગ્રાઉન્ડ સેક્શનમાં જાપાની કંપનીઓને રુચિ નથી

બુલેટ ટ્રેન કૉરિડોરના અંડરગ્રાઉન્ડ સેક્શનમાં જાપાની કંપનીઓને રુચિ નથી

વાસ્તવમાં બુલેટ ટ્રેન કૉરિડોરના 21 કિમીના અંડરગ્રાઉન્ડ સેક્શનમાં 7 કિમીના સેક્શન માટે જાપાન તરફથી કોઈ રુચિ બતાવવામાં આવી નથી જેના લીધો પ્રોજેક્ટમાં વિલંબનુ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યુ છે. આ વર્ષની શરૂઆતમાં આના માટે કરવામાં આવેલી બધી કોશિશો નિષ્ફળ થઈ ગઈ. પ્રોજેક્ટ માટે જાપાની કંપનીઓ તરફથી ટેન્ડર લેવાના હતા પરંતુ બુલેટ ટ્રેન માટે પ્રસ્તાવિત કિંમક અનુમાનથી 90 ટકા વધુ જણાવવામાં આવી. ભારતે આટલી મોટી કિંમત માનવાનો ઈનકાર કરી દીધો છે.

કોરોના મહામારીના કારણે પ્રોજેક્ટની અડચણો પર બેઠકો ટાળવામાં આવી

કોરોના મહામારીના કારણે પ્રોજેક્ટની અડચણો પર બેઠકો ટાળવામાં આવી

ભારત અને જાપાન વચ્ચે એક જોઈન્ટ કમિટીની બેઠકમાં પ્રોજેક્ટમાં આવી રહેલ બધી અડચણો પર વાત થવાની હતી પરંતુ વાતચીત કોરોનાના કારણે ટળી રહી છે. પ્રોજેક્ટ ટાળવા માટેનુ અસલી કારણ બેઠક બાદ જ સામે આવશે. જાપાની પીએમ શિંજો આબે આરોગ્ય કારણોસર પદેથી હટાવવાના કારણે આ પ્રોજેક્ટ પર કોઈ અસર નહિ પડે પરંતુ આબેના પીએમ મોદી સાથે અંગત અને સારા સંબંધોની પ્રોજેક્ટને આગળ વધારવામાં સકારાત્મક અસર પડતી.

મહારાષ્ટ્રમાં 430 હેક્ટર જમીનમાંથી માત્ર 100 હેક્ટરનુ અધિગ્રહણ થયુ

મહારાષ્ટ્રમાં 430 હેક્ટર જમીનમાંથી માત્ર 100 હેક્ટરનુ અધિગ્રહણ થયુ

ફિઝીબિલીટી સ્ટડી મુજબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ડિસેમ્બર 2017માં કામ શરૂ થવાનુ હતુ પરંતુ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં નિર્ધારિત 430 હેક્ટર જમીનમાંથી માત્ર 100 હેક્ટરનુ અધિગ્રહણ જ કરવામાં આવ્યુ છે જ્યારે ગુજરાતમાં રાજ્ય સરકારની મદદથી આ વર્ષના અંત સુધીમાં એક હજાર હેક્ટરનુ અધિગ્રહણ પૂરુ કરી લેવામાં આવશે.

કંઈક મોટુ છૂપાવવામાં લાગી હતી મુંબઈ પોલિસઃ સુશાંત પરિવારના વકીલ વિકાસ સિંહનો આરોપકંઈક મોટુ છૂપાવવામાં લાગી હતી મુંબઈ પોલિસઃ સુશાંત પરિવારના વકીલ વિકાસ સિંહનો આરોપ

English summary
Prime Minister Modi's ambitious bullet train project may be delayed by 5 years because of Japan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X