પ્રાઈવેટ સ્કૂલોએ સરકારની ફી કટૌતીની પ્રપોઝલ ફગાવી દીધી
અમદાવાદઃ ગુજરાત શિક્ષણ વિભાગ અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો વચ્ચે પહેલા તબક્કાની બેઠક મળી હતી જેનો કોઈ નિષ્કર્ષ ના નીકળ્યો. સરકારે દરેક વિદ્યાર્થીઓ માટે 15-25% ફી માફીની પ્રપોઝલ મૂકવામાં આવી હતી જે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના ટ્રસ્ટીઓ દ્વારા ફગાવી દેવામાં આવી.
ટીઓઆઈના સૂત્રો મુજબ સ્કૂલ ઑથોરિટીઝે કહ્યું કે, બધાને ફી માફી આપવાને બદલે તેઓ કેસ ટૂ કેસ બેસિક પર ફી માફીની બાબતને ધ્યાનમાં લેશે. આ ઉપરાંત સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલના પ્રતિનિધિઓએ સરકારને ટ્યૂશન ફી ઘટાડવા માટે એક કમિટીની રચના કરવાનું સૂચન કર્યું છે. તેમણે ફી રેગ્યુલેશન કમિટીની રચના કરવાનું સૂચન કર્યું જે કોરોનાને કારણે અસરગ્રસ્ત થયેલા વાલીઓના કેસ પરખી તેમને રાહતના માપદંડો સૂચવે.
અમદાવાદ પ્રોગ્રેસિવ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અર્ચિત ભટ્ટે કહ્યું કે, સરકાર સાથેની મીટિંગનું કંઈ પરિણામ ના નીકળ્યું અને હવે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં તેમની પ્રપોઝલ મૂકશે.
રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ કહ્યું કે, આ માત્ર પહેલા તબક્કાની જ બેઠક હતી અને વાલીઓને રાહત આપવા માટે સરકાર આવા પ્રયત્નો ચાલુ રાખશે. વધુમાં મંત્રીએ કહ્યું કે તેઓ બહુ જલદી ફરી મળશે.
કાલૂપુર રેલવે સ્ટેશને બોમ્બ બ્લાસ્ટ કરનાર આતંકવાદી ઝડપાયો, 14 વર્ષથી ફરાર હતો
ગુજરાત સેલ્ફ ફાૈઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ ભરત ગાજીપરાએ કહ્યું કે, "ગુજરાત રાજ્યમાં કુલ 16000 સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ છે. જેમાની ઘણી બહુ નાની સ્કૂલો છે, ત્યારે જો સરકારની આ પ્રપોઝલ સ્વીકારી લેવામાં આવે તો કેટલાય સ્કૂલ ટ્રસ્ટીઓ અસરગ્રસ્ત થશે. જેથી અમે સરકારની આ પ્રપોઝલ ઠુકરાવી દીધી."