For Quick Alerts
For Daily Alerts
અમદાવાદના અખબાર નગર અંડરપાસમાં બીઆરટીએસનો ગંભીર અકસ્માત, બસના થયા બે ટુકડા
અમદાવાદ શહેરમાં આજે અખબાર નગર અંડરપાસ પાસે ગંભીર અકસ્માત થયો હતો. નોંધનીય છેકે અમદાવાદ શહેરમાં BRTSના ડ્રાઇવરની ગંભીર બેદરકારી સામે આવી છે. બસનું ટાયર ફાટતા સીધી અંડરપાસમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છેકે બસ ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદના અખબારનગર અંડરબ્રિજમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બીએસટીએસ બસનું ટાયર ફાટતા બસ પુલના પિલ્લરમાં ઘુસી ગઈ હતી. જેથી બસના આગળના ભાગના બે ફાડિયા થઈ ગયા હતા. અકસ્માતમાં એક પેસેન્જર અને ડ્રાઈવરને ઈજા થઈ હતી જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટના ખેડૂતે કર્યો અનોખો પ્રયોગ, સ્ટ્રોબેરીની કરી સફળ ખેતી