AIMIM દ્વારા અમદાવાદ શહેર કોંગ્રેસ એકમનું વિભાજન?
અમદાવાદ : AMCમાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણના નામની દરખાસ્તને લઈને કોંગ્રેસને અમદાવાદમાં તેના ઘણા મ્યુનિસિપલ કાઉન્સિલર્સના સખત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ નારાજ કોંગ્રેસના કાઉન્સિલર્સ સ્વાગત માટે રેડ કાર્પેટ પાથરી છે.

અમે દરેકને આવકારીએ છીએ જે અમારી સાથે જોડાવા માગે છે
"માત્ર શહઝાદ ખાન પઠાણ જ નહીં, કોંગ્રેસના અન્ય કાઉન્સિલર્સ પણ અમારા સંપર્કમાં છે. AIMIM ના સ્ટેટ જનરલ સેક્રેટરી શમશાદ પઠાણે સોમવારના રોજજણાવ્યું હતું કે, અમે દરેકને આવકારીએ છીએ જે અમારી સાથે જોડાવા અને AIMIM ને મજબૂત કરવા માંગે છે.
તેમણે ઉમેર્યું હતું કે, પાર્ટી રાજ્યમાં પોતાનો આધારઝડપથી વિસ્તરી રહી છે અને જેઓ AIMIM માં જોડાવા માંગે છે, તેઓનું સ્વાગત છે.

પાર્ટીના કાર્યકર માટે પાર્ટી પાસેથી અપેક્ષા રાખવી તે ખોટું નથી
કોંગ્રેસના દાણીલીમડા કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, પાર્ટીના કાર્યકર માટે પાર્ટી પાસેથી અપેક્ષા રાખવી તે ખોટું નથી. પઠાણે ઉમેર્યું હતું કે,AMCમાં વિરોધ પક્ષના નેતાના પદ અંગે પક્ષના નિર્ણયનું તેઓ પાલન કરશે.
રવિવારના રોજ એક ડઝન શહેર કોંગ્રેસના કાઉન્સિલર્સે રાજ્ય નેતૃત્વને એક સહી કરેલો પત્ર સોંપ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, જો પઠાણને AMCમાં વિરોધ પક્ષનાનેતા તરીકે પસંદ કરવામાં આવશે તો તેઓ પક્ષ છોડી દેશે.

AIMIMએ જમાલપુર વોર્ડમાં ચાર અને મકતમપુરા વોર્ડમાં ત્રણ બેઠકો જીતી
ગયા વર્ષે AMC ચૂંટણીમાં AIMIMનો તમામ ફાયદો કોંગ્રેસના ભોગે રહ્યો છે. ગયા વર્ષે ગુજરાતના ચૂંટણી રાજકારણમાં પદાર્પણ કરીને, AIMIM એ AMCચૂંટણીમાં 21 બેઠકો પર ચૂંટણી લડી હતી અને સાત બેઠકો જીતી હતી.
અસદુદ્દીન ઓવૈસીની આગેવાનીવાળી પાર્ટીએ જમાલપુર વોર્ડમાં ચાર અને મકતમપુરા વોર્ડમાં ત્રણ બેઠકો જીતી હતી. આ તમામ સાત બેઠકો 2015ની AMCચૂંટણીમાં કોંગ્રેસ પાસે હતી.