
Theatres open: ગુજરાતમાં 10 મહિનાથી બંધ થિયેટરો ખુલ્યા, 50% દર્શકો સાથે મળી મંજૂરી
Theatres open in gujarat, અમદાવાદઃ કોરોના મહામારીના પ્રકોપના કારણે લૉકડાઉનમાં બંધ કરવામાં આવેલ સિનેમા-થિયેટર્સ હવે ખુલી ગયા છે. આની શરૂઆત ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદથી થઈ છે જ્યારે થિયેટર લગભગ 10 મહિનાતી દર્શકો માટે બંધ હતા. પ્લે ડાયરેક્ટર અભિલાષ ઘોડાએ જણાવ્યુ કે રાજ્ય સરકારે અમને 50 ટકા દર્શકો સાથે કામ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ થિયેટર રવિવારથી દર્શકો માટે ખોલી દેવામાં આવ્યા છે.

ઑડિટોરિયમને પ્રોટોકૉલ મુજબ સેનિટાઈઝ કરવામાં આવશે
કોરોના સંક્રમણના ખતરા વિશે અભિલાષ ઘોડાએ જણાવ્યુ - 'બચાવ માટે અમે બધા પૂરી સાવચેતી રાખી રહ્યા છે. મંચ અને આખુ ઑડિટોરિયમને પ્રોટોકૉલ મુજબ સેનિટાઈઝ કરાવી રહ્યા છે.' તમને જણાવી દઈએ કે સિનેમા હૉલ તેમજ મલ્ટીપ્લેક્સ માટે કેન્દ્ર સરકારે ઓક્ટોબર મહિનામાં અમુક ગાઈડલાઈન્સ જારી કરી હતી.

50 ટકા લોકોને મંજૂરી
કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે માહિતી આપીને જણાવ્યુ હતુ કે ગૃહ મંત્રાલયના નિર્ણય અનુસાર સિનેમા હૉલ, મલ્ટીપ્લેક્સ ખોલવામાં આવ્યા છે. વળી, આરોગ્ય મંત્રાલયની સલાહથી સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક માનક સંચાલન પ્રક્રિયા (SOP) જાહેર કરી અને 50 ટકા લોકોને મંજૂરી આપવાની વાત કહેવામાં આવી. કહેવામાં આવ્યુ કે કોરોનાના સંદર્ભમાં જાગૃતિ નિર્માણ કરનારી એક મિનિટની ફિલ્મ કે અનાઉસમેન્ટ શોની પહેલા અને મધ્યાંતર પહેલા અને બાદમાં બતાવવી અનિવાર્ય છે. બધી જગ્યાએ ટિકિટના ઑનલાઈન બુકિંગને પ્રોત્સાહિત કરવાના નિર્દેશ પણ આપ્યા.

કેન્દ્ર સરકારના નિયમ -
- માત્ર 50 ટકા સીટો પર જ લોકોને બેસવાની મંજૂરી હશે. સીટ પર બેસવા દરમિયાન બધાએ સામાજિક અંતરનુ પાલન કરવાનુ છે. જે સીટ પર કોઈએ ન બેસવાનુ હોય ત્યાં 'અહીં ન બેસો' લખવુ.
- હાથ ધોવા અને સેનિટાઈઝરની વ્યવસ્થા રાખવી. આરોગ્ય સેતુ એપને ઈન્સ્ટૉલ કરવા અને ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે. બધા લોકોની થર્મલ સ્ક્રીનિંગ કરવી. લક્ષણ વિનાના લોકોને જ આવવાની મંજૂરી આપવી.
- લોકો પોતાના આરોગ્યનુ જાતે નિરીક્ષણ કરે અને જો બિમાર અનુભવી રહ્યા હોય તો આની સૂચના આપે. ચૂકવણી માટે ડિજિટલ રીતને પ્રોત્સાહિત કરવામાં આવે.
- બૉક્સ ઑફિસ અને અન્ય પરિસરમાં રોજની સફાઈ અને ડિસઈન્ફેક્ટ કરવામાં આવે. યોગ્ય સંખ્યામાં કાઉન્ટર ખોલવામાં આવે. દર્શકોને ઈન્ટરવલ દરમિયાન આમ-તેમ ન ફરવાનુ કહેવામાં આવે.
- બૉક્સ ઑફિસ પર લાઈનમાં સામાજિક અંતરનુ પાલન કરી શકે તેના માટે જમીન પર નિશાન બનાવવામાં આવે. આખો દિવસ બૉક્સ ઑફિસ પર ટિકિટ ખરીદવાની વ્યવસ્થા હોય, ભીડથી બચવા માટે એડવાન્સ બુકિંગની સુવિધા હોય.
- આમ-તેમ થૂંકવા પર કડક પ્રતિબંધ છે. ખાંસતી કે છીંકતી વખતે મોઢુ અને નાકને જરૂરથી ઢાંકવુ. માત્ર પેકેટવાળા ફૂડને જ મંજૂરી છે. હૉલની અંદર કોઈ ડિલીવરી ન થાય. ખાવા-પીવાના સામાન માટે વધુ કાઉન્ટર્સની વ્યવસ્થા હોય.
- સેનિટાઈઝેશનનુ કામ કરનાર સ્ટાફ માટે માસ્ક, ગ્લવ્ઝ, બુટ્સ અને પીપીઈ કિટ પહેરવી જરૂરી છે. કૉન્ટેક્ટ ટ્રેસિંગ માટે કૉન્ટેક્ટ નંબર લેવામાં આવે.
- જે નિયમોનુ પાલન ન કરે તેની સામે કડકાઈ વર્તવામાં આવે. બૉક્સ ઑફિસમાં તાપમાનનુ ખાસ ધ્યાન રાખવામાં આવે અને તેને 24-30 ડિગ્રી સેલ્સિયલ વચ્ચે રાખવામાં આવે. કોરોનાથી બચવાના ઉપાય અપનાવવા માટે સાર્વજનિક ઘોષણા કરવામાં આવે.