અમદાવાદ એરપોર્ટ પરથી 1.40 કરોડ રૂપિયાની કિંમતના 2.6 કિગ્રા સોના સાથે ત્રણની ધરપકડ
અમદાવાદઃ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (એસવીપીઆઈ) એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલીજન્સ(DRI)એ મંગળવારે એક મહિલા સહિત ત્રણ મુસાફરોને 2.6 કિલોગ્રામ સોના સાથે ધરપકડ કરી. 1.40 કરોડ રુપિયાના બજાર મૂલ્યવાળા 2,661.800 ગ્રામયુક્ત 11 કેપ્સ્યુલ ઈન્ડિયન કસ્ટમ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ મેળવીને જપ્ત કરવામાં આવી.
ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ ડીઆરઆઈ અને કસ્ટમ અધિકારીઓની એક ટીમે રવિવારે દુબઈ ફ્લાઈટમાંથી ઉતર્યા બાદ એરપોર્ટ પરિસરમાં ત્રણ મુસાફરોને રોકી લીધા હતા. મુસાફરો કેપ્સ્યુલ રુપમાં સોનાની તસ્કરી કરી રહ્યા હતા અને કેપ્સ્યુલને પોતાના મળાશયમાં છૂપાવી લીધી હતી. પ્રારંભિક તપાસથી જાણવા મળ્યુ છે કે ત્રણે સોનાની તસ્કરી કરતા એક જૂથ માટે કામ કરતા હતા જે મુખ્ય રીતે ચેન્નઈ અને ત્રિચીથી સંચાલિત થાય છે.
કુલ મળીને, 1.40 કરોડ રુપિયાના બજાર મૂલ્યવાળા 2,661.800 ગ્રામયુક્ત 11 કેપ્સ્યુલ ઈન્ડિયન કસ્ટમ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ મેળવીને જપ્ત કરવામાં આવી. ડીઆરઆઈ, અમદાવાદના એક વરિષ્ઠ અધિકારીઓ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલી માહિતી મુજબ, 'મુસાફરોની પૂછપરછ કરવા પર તેમણે સોનુ રાખવાનો ઈનકાર કર્યો. જો કે, ડીઆરઆઈ અધિકારીઓને શંકા હતી. વધુ પૂછપરછમાં બધા મુસાફરોએ તસ્કરીના સામાનને છૂપાવવાની વાત સ્વીકારી.'