અમદાવાદઃ પાંચ વર્ષ પહેલા છોકરીનો રેપ કરનાર ટ્યૂશન ટીચરની ધરપકડ
અમદાવાદઃ 22 વર્ષની છોકરીએ ઓઢવ પોલીસ સ્ટેશને રેપની ફરિયાદ નોંધાવી હતી. છોકરીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું કે 5 વર્ષ પહેલા જ્યારે 17 વર્ષની હતી ત્યારે પોતાના ઘરની બાજુમાં રહેતા ઓશો મિશ્રા નામના ટ્યૂશન ટીચરે તેના પર રેપ કર્યો હતો અને બાદમાં લગ્નનું વચન આપી તેને ચૂપ કરાવી હતી.
બાદમાં આ શિક્ષકે પોતાના મિત્રની ઑફિસમાં એક જૂઠો લગ્ન સમારોહ ઉજવ્યો અને પછી છોકરીને વડોદરા, ગાંધીનગર, ઉદયપુર અને દિલ્હી એમ વિવિધ સ્થળે હનીમૂન પર પણ લઈ ગયો. બાદમાં ઓશો મિશ્રા ઘર છોડીને દૂર જતો રહ્યો હતો.

17 વર્ષની છોકરી પર રેપ કર્યો
ડીસીપી ઝોન 5 અચલ ત્યાગીએ કહ્યું કે, દુષ્કર્મની કલમો અંતર્ગત શિક્ષકની અટકાયત કરી લેવમાં આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, હાલ BScનો અભ્યાસ કરી રહી છે તે છોકરી 17 વર્ષની ઉંમરે જ્યારે પોતાના નાના ભાઈના સ્કૂલના એડમિશનનું ફોર્મ ભરવાનું હતું ત્યારે આ ટ્યૂશન ટીચરના સંપર્કમાં આવી હતી.

છોકરીના નંબર મેળવી લીધા અને...
ત્યારે ઓશો મિશ્રાએ ફોર્મ ભરી દીધું હતું અને છોકરીનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. બાદમાં તેણે છોકરીને મેસેજ મોકલવા શરૂ કર્યા અને એક વખત તો છોકરીને કેટલી ઈચ્છે છે તે દેખાડવા પોતાના કાંડામાં ચેકો મારી દીધો હતો.

છોકરીના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બાદમાં ટ્યૂશન ટીચરે છોકરીને ઈંગ્લિશ ગ્રામરના ટ્યૂશન માટે પોતાના ઘરે આવવા દબાણ કર્યું. એક વખત તે પોતાના ઘરે એકલો હતો ત્યારે તેણે છોકરીનો રેપ કરવાની કોશિશ કરી પણ છોકરીએ તેનો વિરોધ કર્યો. જો કે બાદમાં નરાધમ શિક્ષકે છોકરીના ફોટા પાડી લીધા અને આ ફોટા વાયરલ કરવાની

રેપ કરી લગ્ન કરવાનો ઢોંગ રચ્યો
ધમકી આપી છોકરીનો રેપ કર્યો, અને બાદમાં છોકરી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું. તે છોકરીને પોતાના મિત્રની ઑફિસે પણ લઈ ગયો જ્યાં ખોટાં લગ્ન કર્યાં અને ત્યાં પણ તેણે છોકરીના ફોટા પાડી લીધા હતા જે છોકરીને પાછા આપ્યા જ નહિ.

પોલીસે આરોપીને દબોચી લીધો
પોલીસે કહ્યું કે હનિમૂન બાદ ઓશો મિશ્રા ઘર છોડીને ભાગી ગયો હતો. છોકરીએ હિંમત કરી પોતાના પરિજનોને આ અંગે જાણ કરી અને બાદમાં છોકરીના પરિવારે ઓઢવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. આરોપીને કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. કોરોના ટેસ્ટનું રિઝલ્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Video: ગુજરાતની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, દૂર સુધી ફેલાયા ધૂમાડા