For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SMAથી પીડાતા વિવાન વાઢેળનું નિધન, સારવાર માટે 16 કરોડના ઇન્જેક્શની હતી જરૂર

વિવાનની આ બિમારીના ઇલાજ માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર પડે છે, જે અમેરિકામાં બને છે. આ ઇન્જેક્શન મોંઘુ હોવાથી વિવાનનો પરિવાર તેના માટે ફંડ એકત્રિત કરી રહ્યો હતો. જે વચ્ચે સોમવારના રોજ વિવાનનું અવસાન થયું હતું.

|
Google Oneindia Gujarati News

કોડીનારના આલિદર ગામના રહેવાસી રક્ષાબહેનના પુત્ર વિવાનને સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી (SMA-1) નામની બિમારીથી પીડાતો હતો. વિવાનની આ બિમારીના ઇલાજ માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર પડે છે, જે અમેરિકામાં બને છે. આ ઇન્જેક્શન મોંઘુ હોવાથી વિવાનનો પરિવાર તેના માટે ફંડ એકત્રિત કરી રહ્યો હતો. જે વચ્ચે સોમવારના રોજ વિવાનનું અવસાન થયું હતું. જે બાદ તેનું પોસ્ટ મોર્ટમ કરાવવા માટે સોલા સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો.

વિવાનની સારવાર મુંબઈની હોસ્પિટલમાં ચાલી રહી હતી

બાળક વિવાનના પિતા કચ્છના મુન્દ્રા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે, જ્યારે તેની માતા રક્ષાબહેન ગૃહિણી છે. બાળકના પિતાએ આપેલી વિગતો મુજબ વિવાન 2 મહિનાનો હતો, ત્યારે તેને આ બીમારી હોવાની જાણ થઇ હતી. વિવાનની સારવાર મુંબઈ ખાતે એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. વિવાનનો પરિવાર છેલ્લા દોઢ મહિનાથી તેની સારવાર માટે ફંડ મેળવવા માટે જાહેર જનતા, ઉદ્યોગપતિ, સરકાર પાસે મદદ માંગી હતી.

vivan vadhel

સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી રોગના પ્રકાર

સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એ DNA આધારિત બીમારી છે. આ રોગના ચાર પ્રકાર છે.

SMA 1 - આ બીમારીમાં બાળક જન્મ સાથે તેના DNA રિપોર્ટ કરાવવામાં આવે ત્યારે આ બીમારીની જાણ થઇ જાય છે. જેમની સારવાર માટે બાળકને 2 વર્ષ

સુધીમાં જો તેમની સારવાર અથવા તો તેમની રસી આપવામાં આવે, તો બાળક સ્વચ્થ થઇ શકે છે.

SMA 2 - આ પ્રકારની SMA બીમારીમાં બાળક એક વર્ષનું થયા બાદ ધીમે ધીમે તેનામાં લક્ષણો જોવા મળે છે. મોટા ભાગના કેસમાં SMA 2વાળા બાળકોને દોઢ વર્ષના સમય સુધીમાં જાણ થઇ જાય છે. આ બાળક ફિઝયોથેરાપીની સારવારથી 19થી 20 વર્ષ સુધી જીવી શકે છે.

SMA 3 - આ પ્રકારની SMA બીમારીમાં બાળકનું આયુષ્ય 30 વર્ષ સુધીનું હોય શકે છે.

SMA 4 - આ પ્રકારની SMA બીમારીમાં બાળક 40 વર્ષ સુધી જીવી શકે છે.

જાણો શું છે SMAના લક્ષણો?

SMAમાં બાળકના સ્નાયુઓ ધીરે ધીરે કામ કરતા બંધ થઇ જાય છે તેમજ તેના સ્નાયુઓ જકડાઇ જાય છે. આ બીમારીને કારણે ધીરે ધીરે દર્દીને ચાલવામાં પણ તકલીફ ઉભી થાય છે. આ બીમારીમાં દર્દી અમુક સમય બાદ પરિવારના લોકો પર નિર્ભર બની જાય છે.

આ પહેલા ધૈર્યરાજનો થયો હતો ઇલાજ, 42 દિવસમાં દાન દ્વારા એકઠા થયા હતા 16 કરોડ

ધૈર્યરાજ પણ આ બીમારી સામે લડી રહ્યો હતો. જેને 6 મે, 2021ના રોજ યુએસથી મંગાવેલું 16 કરોડ રૂપિયાનું ઝોલજેન્સ્માનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. ધૈર્યરાજના ઇલાજ માટે 42 દિવસની અંદર 2.64 લાખથી વધુ દાનવીરો દ્વારા 16 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા. 16 કરોડ રૂપિયા એેકઠા થયા બાદ ધૈર્યરાજના પિતાએ તેની સારવાર મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં કરાવી હતી.

English summary
Vivan, the son of Rakshabahen, a resident of Alidar village in Kodinar, was suffering from a disease called spinal muscular atrophy (SMA-1). Vivan's treatment requires an injection of Rs 16 crore, which is made in the US. Vivan's family was raising funds for the injection as it was expensive. Meanwhile, Vivan died on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X