
અમદાવાદ એરપોર્ટ પર ઝિમ્બાબ્વેની મહિલા પકડાઈ, બેગમાં છૂપાવી રાખ્યુ હતુ 43 કરોડનુ ડ્રગ્ઝ
અમદાવાદઃ એરપોર્ટ પર તમામ હાઈટેક મશીનો લગાવેલા હોવા છતાં તસ્કરો પોતાની કરતૂતો છોડતા નથી. અમદાવાદ એરપોર્ટથી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે જેની પાસેથી 6 કિલો ડ્રગ્ઝ જપ્ત કરવામાં આવી. બજારમાં આની કિંમત 43 કરોડ રૂપિયાથી વધુ છે. મહિલા આ ડ્રગ્ઝ ક્યાં સપ્લાય કરવાની હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.
માહિતી મુજબ ઝિમ્બાબ્વેની એક મહિલા મુસાફરને અમદાવાદ એરપોર્ટ પર રોકવામાં આવી. તપાસ કરતા તેની હેન્ડબેગમાંથી ડ્રગ્ઝ પકડાઈ. અધિકારીઓના જણાવ્યા મુજબ તેમને એક ખૂફિયા સૂચના મળી હતી કે ઝિમ્બાબ્વેની એક મહિલા અમદાવાદ ડ્રગ્ઝ લઈને આવી રહી છે, જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે 42 કરોડની હેરોઈન જપ્ત થઈ. બાદમાં જાણવા મળ્યુ કે તે અબૂ ધાબીથી આવી છે.
વળી, ગુજરાતમાં ડ્રગ્ઝની તસ્કરી વધી રહી છે. છેલ્લા બે મહિનામાં જ અમદાવાદ એરપોર્ટથી 150 કરોડનુ ડ્રગ્ઝ જપ્ત કરવામાં આવ્યુ છે. આ સમયમાં 7 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે પરંતુ હવે તસ્કરી માટે નવી-નવી રીતોનો ઉપયોગ કરી રહ્યા છે.
જયપુર એરપોર્ટ પર થઈ હતી મોટી કાર્યવાહી
DRIએ ફેબ્રુઆરીમાં આ રીતે જયપુર એરપોર્ટ પર મોટી કાર્યવાહી કરી હતી. એ દરમિયાન એક વિદેશી મહિલા પોતાના ગુપ્તાંગમાં ડ્રગ્ઝ છૂપાવીને લઈ જઈ રહી હતી. બાદમાં તપાસ કરવા પર તેની પોલ ખુલી ગઈ. આરોપી મહિલા યુગાંડાની રહેવાસી હતી. એ દરમિયાન પકડાયેલી ડ્રગ્ઝની કિંમત કરોડોમાં હતી.