For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૌભાંડી અમિત ભટનાગર અને તેના પુત્રોની ધરપકડ

વડોદરા 2654 કરોડનાં કૌભાંડનો મામલે ATS અને CBIને મળી મોટી સફળતા મળી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

વડોદરા 2654 કરોડનાં કૌભાંડનો મામલે ATS અને CBIને મળી મોટી સફળતા મળી છે. આ મામલે આરોપી એવા અમિત, સુમિત અને સુરેશની ધરપકડ કરવામાં આવી છે. પ્રારંભિક માહિતી અનુસાર, ATS ની ટીમ અને CBI દ્વારા રાજસ્થાનના ઉદેયપુરથી સુરેશ ભટનાગર તેની સાથે જ તેના બંને પુત્ર સુમિત ભટનાગર અને અમિત ભટનાગરની પણ ધરપકડ કરવામાં આવેલ છે.

Amit Bhatnagar

રાજ્યની 11 બેંકો સાથે રૂ.2654 કરોડની છેતરપિંડી કરી લાંબા સમયથી ફરાર ત્રણેય પર CBI તરફથી સકંજો કસવામાં આવ્યો હતો. જેના પછી આખરે મંગળાવારે મોડી રાત્રે CBI અને ATSની ટીમને મોટી સફળતા મળી છે. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે CBI ત્રણેય આરોપીની દિલ્હી લઈ જઈ શકે છે, જ્યાં તેમની વધુ તપાસ હાથ કરવામાં આવી શકે છે. રાજસ્થાનના ઉદેયપુરમાં આવેલ પારસમહાલ હોટેલમાંથી ત્રણેયને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ આ ત્રણેય વિદેશ ભાગવાની પેરવીમાં હોવનું પણ જાણવા મળી રહ્યું છે.

ડાયમંડ પાવરના સંચાલકોએ બેન્કોમાંથી 2654 કરોડની લોન મેળવી કૌભાંડ આચરતા તાજેતરમાં CBIમાં ફરિયાદ દાખલ થયા બાદ દરોડા પાડયા હતા. ત્યારબાદ વિવિધ તપાસ એજન્સીઓએ ડાયમંડ પાવરની ઓફિસોમાં દરોડા પાડયા હતા.

તાજેતરમાં EDએ પણ દરોડા પાડયા બાદ અમિત ભટનાગરને તેની સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યો હતો, ત્યાર બાદ CBI કોર્ટે પિતા અને બંને પુત્રો સામે બિન જામીન પાત્ર વોરંટ કાઢ્યું હતું. CBI દ્વારા જપ્ત કરેલા દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જેમાં અમિત ભટનાગરના કોમ્પ્યુટરમાંથી જપ્ત કરેલી હાર્ડ ડિસ્કમાંથી ઓડિયો ટેપ મળી આવી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાક રાજકારણીઓના નામ પણ ખૂલ્યા છે. નોંધનીય છે કે ગુજરાત સરકારના એક સમયના વગદાર મંત્રી સૌરભ પટેલના સાથ અને સહકારથી બેફામ બનેલા વિવાદીત ઉદ્યોગપતિ અમિત ભટનાગરની અગાઉ ૨૦૧૫ના માર્ચ મહિનામાં સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગના ઇન્ટેલિજન્સ વિભાગે ધરપકડ કરી હતી.

એક્સાઇઝ ડ્યૂટી બચાવવા માટે મેળવેલી સેનવેટ ક્રેડિટ ખોટી હોવાનું જણાવી ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર પાસે રૂા ૪૨ કરોડની વસૂલાત કાઢવામાં આવી હતી. જો કે, તે સમયે તેની ધરપકડ બાદ જામીનમુક્ત કરી દેવામાં આવ્યો હતો. કંપનીની ગત એજીએમમાં રજૂ થયેલા અહેવાલમાં જ કંપનીના પેન્ડિંગ વિવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવ્યા અનુસાર ૨૦૦૮-૦૯થી એક્સાઇઝ ના મામલે વિવાદ ચાલી રહ્યો છે. તે ૨૦૧૫-૧૬ સુધી એક્સાઇઝ કમિશ્નર સમક્ષ પેન્ડિંગ હતો. જેમાં એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સના મામલે પ્રતિવર્ષ નાણાં પૂરતા ચૂકવવામાં આવતા ન હતા. તેના મામલે સતત વિવિદ ચાલુ રાખ્યો હતો. જો કે, સરકારી પ્રતિનિધિઓની સાથે સુંવાળા સબંધોના કારણે તેની સામેની વસૂલાતમાં તંત્રની બેદરકારી બહાર આવી રહી છે.

English summary
Amit Bhatnagar and his sons arrested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X