For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવલ્લી ગોકુલનાથજી મંદિરમાં બગીચા ઉત્સવ

હોલી ધૂળેટી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના વિવિધ મંદિરોમાં તેનો માહોલ જામવા લાગ્યો છે. અને ખાસ કરીને વૈષ્ણવ મંદિરોમાં હોળી ધૂળેટીના ઉત્સવની આગોતરી તૈયારી તેમજ ઉત્સવની ઉજવણી પણ થવા માંડી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

હોલી ધૂળેટી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના વિવિધ મંદિરોમાં તેનો માહોલ જામવા લાગ્યો છે. અને ખાસ કરીને વૈષ્ણવ મંદિરોમાં હોળી ધૂળેટીના ઉત્સવની આગોતરી તૈયારી તેમજ ઉત્સવની ઉજવણી પણ થવા માંડી છે. નોંધનીય છે કે ગુજરાતમાં પણ ભારતના અન્ય વિસ્તારોની જેમ ભારે ધૂમધામથી હોળીનો પર્વ ઉજવવામાં આવે છે. અને રંગ ગુલાલ સાથે કૃષ્ણ હોળીમાં ખાસ તેવી ફૂલ હોળી પણ અહીં રમવામાં આવે છે. ત્યારે અરવલ્લીમાં પણ આવી જ એક ફૂળ હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકમાં આવેલા અતિપ્રાચીન ગોકુલનાથજી મંદિરમાં પણ ફૂલોની હોળી એટલે કે બગીચા ઉત્સવની ઉજવણી થઈ હતી.

aravalli

ગોકુલનાથજી ઠાકોરજીની સવારી બજારમાં થઈને ગોકુલનાથજીના મંદિરમાં પરત ફરી હતી. ઠાકરોજીની સવારી સાથે ભક્તો નાચતા કૂદતા તેમજ ફૂલ , ગુલાબજળ અને અબીર ગુલાલ ઉડાડતા નીકળ્યા હતા. તેમજ બગીચામાં પહોંચીને ભગવાનને ફૂલથી શણગારેલા આસન પર બિરાજિત કરવામાં આવ્યા હતા. ભક્તોએ પરસ્પર ફૂલ તેમજ રંગો લગાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત ભક્ત મહેરાણમાંથી ભક્તોએ જણાવ્યું હતું કે દર વર્,ે આ રીતે અંહીં બગીચા ઉત્સવ કરવામાં આવે છે જેને ડોલ ઉત્સવ પણ કહેવાય છે જેમાં દૂર દૂરથી ભક્તો આવે ચે અને દર વર્ષે વૈષ્ણવ સમુદાય દ્વારા આ ઉજવણી કરવામાં આવે છે. જેમાં સામેલ થવાની ઘણી મજા આવે છે. ઉપરાંત ધૂળેટીના દિવસે પણ ભક્તો અહીં મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે.

English summary
Aravalli Gokulnath Temple Bagicha Utsav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X