For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: સીબીઆઇને શું શું કહ્યું છોટા રાજનએ

|
Google Oneindia Gujarati News

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને આજે પાંચ દિવસની સીબીઆઈ રિમાન્ડમાં મોકલવામાં આવ્યો છે. જ્યાં તેની સધન પુછપરછ થઇ રહી છે.સીબીઆઇના સુત્રોથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ છોટા રાજનએ કહ્યું છે કે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઇએસઆઇના સંરક્ષણમાં છે. વળી, તેણે તે પણ કહ્યું કે મુંબઇના કેટલાક પોલિસ અધિકારીઓ પણ દાઉસથી મળેલા છે. અને દાઉદના આ નેટવર્કને કેટલાક રાજનેતાઓનું સમર્થન પણ પ્રાપ્ત છે.

ત્યારે આ તમામ વાતોમાં કેટલી સચ્ચાઇ છે તે વાતની પુષ્ઠી તો હવે સીબીઆઇ જ કરવી પડશે. પણ હાલ તો સીબીઆઇ રાજનની તમામ વાતો પર વિશ્વાસ કરી રહી છે.

chhota rajan

છોટા રાજન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો

* આવનારા પાંચ દિવસમાં સીબીઆઇ રાજનથી તેની પર લાગેલા 70થી વધુ કેસો અંગે તેની જોડે પૂછપરછ કરશે.

* મુંબઇ પોલિસે રાજન પર 69 કેસ દાખલ કર્યા છે. વધુમાં દિલ્હીમાં પણ રાજન પર 6 કેસ દાખલ છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને અપહરણ જેવા સગીન આરોપો રાજન પર લગાવામાં આવ્યા છે.

* નોંધનીય છે કે છોટા રાજન પર લાગેલા આ તમામ આરોપો 20 વર્ષ જૂના છે.

* સીબીઆઇ માટે પૂછપરછ માટે 5 દિવસ ખૂબ જ ઓછા છે.

નોંધનીય છે કે શુક્રવારે જ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ભારત લાવવામાં આવ્યો છે. જે બાદ તે પાંચ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે. કોર્ટે સીબીઆઇને તેની કસ્ટડી આપી છે. સીબીઆઇ તેનાથી પૂછપરછ કરશે. સાચું પૂછીએ તો હવે છોટા રાજન સુરક્ષિત છે. કારણ કે પકડાઇ જવાના પહેલા તે પોલિસથી નહીં પણ દાઉદ ઇબ્રાહિમથી બચતો ફરતો હતો.

સીબીઆઇ અધિકારીઓનું માનીએ તો છોટા રાજન પાછલા કેટલાક વર્ષોથી ડી કંપનીના નિશાના પર હતો એવામાં તે છુપાતો ફરી રહ્યો હતો. દાઉદે તેના માણસોને મારી નાંખ્યા હતા. અને આ જ કારણ છે કે દિલ્હી પોલિસ અને સીબીઆઇ છોટા રાજનને સખ્ત સુરક્ષા વ્યવસ્થામાં રાખી રહી છે. અને આ જ કારણ છે સીબીઆઇ રાજનનું સ્ટેટમેન્ડ રેકોર્ડ કરી રહી છે. અને તેની પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી રહી છે.

English summary
Chhota Rajan has been remanded in CBI custody for five days. He disclosed some important information related to Dawood Ibrahim.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X