For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડમાં સક્ષમ નારી- સશક્ત ગુજરાત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઇ

વલસાડ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સતત ૭ દિવસ સુધી નારી વંદન ઉત્સવ ઉજવાય રહ્યો છે. ત્યારે, ત્રીજા દિવસે નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત "સક્ષમ નારી, સશક્ત ગુજરાત"ના નારા સાથે મહિલા

By Desk
|
Google Oneindia Gujarati News

વલસાડ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સતત ૭ દિવસ સુધી નારી વંદન ઉત્સવ ઉજવાય રહ્યો છે. ત્યારે, ત્રીજા દિવસે નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત "સક્ષમ નારી, સશક્ત ગુજરાત"ના નારા સાથે મહિલા સ્વાવલંબન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ વલસાડના મોંઘાભાઈ દેસાઈ હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Women Empowerment

આ કાર્યક્રમમાં ત્રણ ઉદ્યોગ સાહસિક મહિલાઓને શીલ્ડ, ત્રણ ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાના મંજૂરી હુકમો, બે સ્વ સહાય જૂથોને દીન દયાળ અંત્યોદય યોજના એન.આર.એલ.એમ. અંતર્ગત અને પાંચ સ્વ સહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ અંતર્ગત ચેક અને બે મહિલાઓને માનવ કલ્યાણ યોજના અંતર્ગત રૂ દિવેટની કીટ બનાવવાના મશીનનું વિતરણ કરાયું હતું.

નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલકા શાહે જણાવ્યું હતું કે, સરકાર મહિલાઓના વિકાસ માટે સતત કાર્યરત છે. મહિલાઓને ખાસ કરીને ગંગા સ્વારૂપા મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુસર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ આર્થિક રીતે પગભર બનશે તેમજ સમાજમાં દરેક ક્ષેત્રે તેમનું પ્રતિનિધિત્વ જળવાશે. આજની નારી શક્તિના ગૌરવ સન્માનથી આવતી કાલનું ગુજરાત આગવું ગુજરાત બનશે અને નવા ભારતના નિર્માણમાં ગુજરાતની મહિલાઓનું અગ્રિમ સ્થાન રહેશે. તેથી જ દરેક ક્ષેત્રે સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત અનેક અમલી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

English summary
Empowered Women - Empowered Gujarat Women's Self-Reliance Day was celebrated in Valsad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X