For Quick Alerts
For Daily Alerts
મહારાષ્ટ્રના થાણેમાં હેલિકોપ્ટર ક્રેશ, 5ના મોત
પુણે, 29 સપ્ટેમ્બર : મળી રહેલા સમાચાર અનુસાર મહારાષ્ટ્રના થાણેમાં એક હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર પાંચેય લોકોના મૃત્યુ થયાના સમાચાર છે.
રવિવારે આ હેલિકોપ્ટરે મુંબઇથી ઓરંગાબાદ જવા માટે ઉડાન ભરી હતી. પરંતુ 15 મિનિટ બાદ જ તેનું મુંબઇ એટીસી સાથેનો સંપર્ક તૂટી ગયો. પોલીસે ઘટનાસ્થળેથી હેલીકોપ્ટરનો કાટમાળ મેળવી લીધો છે.
એએઆઇએ ઘટનાની ખરાઇ કરી દીધી છે. મૃતકોમાં પાયલટ કેપ્ટન ભદુરિયા, કો-પાયલટ કેપ્ટન એલેન, કેપ્ટન માતા, એમ યતીન, ડીન ડીસૂઝાના નામનો સમાવેશ થાય છે.
જોકે આ હેલિકોપ્ટર કયા કારણોસર ક્રેશ થયું તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.