બનાસકાંઠાઃ અપરાજિત રહેશે પંજો કે કમળ ખીલશે?

Google Oneindia Gujarati News

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014ની ચૂંટણી માટે મતદાન થવાને હવે બહુ સમય બાકી નથી. 17 દિવસ બાદ ગુજરાતની 26 બેઠકો માટે મતદાન થવાનું છે. જ્યાંના મતદાતાઓ પોતાના વિસ્તારના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જેવો દેખાવ કરી શકે છે, તેવો દેખાવ લોકસભાની ચૂંટણીમાં જોવા મળતો નથી, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે ભાજપના પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હોવાથી તથા દેશભરમાં જે ભાજપ અને મોદીની લહેર જોવા મળી રહી છે, ત્યારે 2009ની જેમ આ વખતે પણ જનતા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુકી શકે છે.

વાત બનાસકાંઠા બેઠકની કરીએ તો આ બેઠકમાં મતદાતાઓનો મિજાજ બદલાતો રહે છે. જોકે છેલ્લી બે ચૂંટણી એટલે કે 2004 અને 2009માં મતદાતાઓનો ઝૂકાવ કોંગ્રેસ તરફ રહ્યો હતો. તેમ છતાં આ બેઠકના ઇતિહાસ પર એક નજર ફેરવીએ તો 1951, 57 અને 1962ની ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા હતા, પરંતુ 1967થી આ બેઠક પર ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક કોંગ્રેસની સામે ઉભો રહેલો અપક્ષ ઉમેદવાર કે પછી અન્ય પાર્ટીનો ઉમેદવાર વિજેતા બન્યો હતો. 1980 અને 84માં કોંગ્રેસ ફરી એ બેઠક પર સતત વિજયી થયું હતું.

1991માં પહેલીવાર ભાજપનો ઉમેદવાર વિજયી થયો હતો. 1991થી 1998 સુધી ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસ દ્વારા ઉભા રાખવામાં આવેલા ઉમેદવાર વારા ફરથી વિજેતા થયા હતા. 2004થી આ બેઠક કોંગ્રેસના હાથમાં છે. ઉમેદવારોની વાત કરવામાં આવે તો કોંગ્રેસ તરફથી જ્યોતિભાઇ પટેલને જ્યારે ભાજપ તરફથી હરિભાઇ ચૌધરીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છેકે આ બેઠકમાં ચૌધરી મતદાતાઓ વધારે છે. તેથી મોદીની લહેર અને ચૌધરી મતદાતાઓની ટકાવારી વધુ હોવાથી તેનો ફાયદો જરૂરથી ભાજપના ઉમેદવારને મળશે. તો ચાલો તસવીરો થકી આ બેઠક અંગે વધુ જાણીએ.

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર હરિભાઇ ચૌધરીએ કહ્યું છેકે મારું ફોકસ શિક્ષણ પર રહેશે. બનાસકાંઠામાં શિક્ષણનો હાલ 65 ટકા રેશિયો છે તેને 90 ટકા સુધી લઇ જવાનો છે. તેમજ નર્મદાનું પાણી ગામડાંઓમાં અને સરહદી વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે. અમિરગઢમાં જીઆઇડીસી ઉભી કરવી છે, જેથી આદિવાસીઓને નોકરી મળી શકે.

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિભાઇ પટેલે કહ્યું છેકે કૃષિ ક્ષેત્રમાં વિજળી પૂરવઠો પૂરો પાડવાનો પ્રયાસ કરીશ. કેટલાક ખેડૂતોએ વિજળી જોડાણ માટે અરજી કરી છે, પરંતુ તેમને હજુ મળી નથી.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના સંજય કુમાર રાવલે કહ્યું છેકે પાવર, વિજળી અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા મુદ્દા છે, જેમના અંગે બધા જ બોલે છે, પરંતુ તેના રીક્રિએશન માટે આ વિસ્તારમાં કેવી સુવિધાની જરૂર છે, તે અંગે વાત થતી નથી. હું દરેક તાલુકાના હેડક્વાર્ટરમાં ગાર્ડન અને ફિટનેસ ક્લબ બનાવડાવીશ.

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

આ બેઠકમાં 50 ટકા મતદાતાઓ ઓબીસી છે. જેમાં ચૌધરી અને ઠાકોરની સંખ્યા વધારે છે. 30 ટકા ચૌધરી અને 20 ટકા ઠાકોર મતદાતાઓ છે. જ્યારે અનુસુચિત જાતિ અને જનજાતિના 10-13 ટકા મતદાતાઓ છે. જ્યારે પટેલ અને બ્રાહ્મણ મતદાતાઓ 10 કરતા ઓછા છે.

પૂર્વ પરિણામો પર એક નજર

પૂર્વ પરિણામો પર એક નજર

1951
કોંગ્રેસઃ- અકબરભાઇ ચાવડા-91753
એસપીઃ- ગોરધનદાસ મહેતા- 36042
તફાવતઃ- 55711

1957
કોંગ્રેસઃ- અકબરભાઇ ચાવડા- 66368
અપક્ષઃ- કનૈયાલાલ મહેતા- 55665
તફાવતઃ- 10703

1962
કોંગ્રેસઃ- જોહરાબેન ચાવડા-115931
સ્વતંત્રઃ- કનૈયાલાલ મહેતા-60975
તફાવતઃ- 54956

પૂર્વ પરિણામો પર એક નજર

પૂર્વ પરિણામો પર એક નજર

1967
સ્વતંત્રઃ- એમ અમેરસી-110028
કોંગ્રેસઃ- જીજી મહેતા-105621
તફાવતઃ- 4407

1971
કોંગ્રેસઃ- પોપટલાલ જોશી-116352
એનસીઓઃ- એસકે પટેલ- 92945
તફાવતઃ- 23407

1977
બીએલડીઃ- મોતીભાઇ ચૌધરી-168648
કોંગ્રેસઃ- પોપટલાલ જોશી-103865
તફાવતઃ- 64783

પૂર્વ પરિણામો પર એક નજર

પૂર્વ પરિણામો પર એક નજર

1980
કોંગ્રેસઃ- બીકે ગઢવી-184057
જનતા પાર્ટીઃ- કાસમભાઇ અચ્છવા-94570
તફાવતઃ-89487

1984
કોંગ્રેસઃ- બીકે ગઢવી-182674
જનતા પાર્ટીઃ- હરીસિંહજી ચાવડા-155391
તફાવતઃ-27283

1989
જનતા દળઃ- જંયતિલાલ શાહ-392636
કોંગ્રેસઃ- બીકે ગઢવી-142385
તફાવતઃ- 250251

પૂર્વ પરિણામો પર એક નજર

પૂર્વ પરિણામો પર એક નજર

1991
ભાજપઃ-હરીસિંહજી ચાવડા-226895
જનતા દળ(ગુ.):- જયંતિલાલ શાહ-174853
તફાવત-- 52042

1996
કોંગ્રેસઃ-બીકે ગઢવી-211624
ભાજપઃ- હરીસિંહજી ચાવડા-199664
તફાવતઃ- 11960

1998

ભાજપઃ-હરીભાઇ ચૌધરી-382714
કોંગ્રેસઃ- બીકે ગઢવી- 297959
તફાવતઃ-84755

પૂર્વ પરિણામો પર એક નજર

પૂર્વ પરિણામો પર એક નજર

1999
ભાજપઃ-હરીભાઇ ચૌધરી-308313
કોંગ્રેસઃ- બીકે ગઢવી-282337
તફાવત:- 25976

2004
કોંગ્રેસઃ-હરીસિંહજી ચાવડા-301148
ભાજપઃ- હરીભાઇ ચૌધરી-294220
તફાવતઃ- 6928

2009
કોંગ્રેસઃ-મુકેશકુમાર ગઢવી-289409
ભાજપઃ-હરીભાઇ ચૌધરી-279108
તફાવતઃ- 10301

English summary
lok sabha election analysis of banaskantha constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X