For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

૭૫૦૦ થી વધુ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે

આરોગ્યસેવાઓ શહેરી ઉપરાંત ગ્રામ્ય નાગરિકો અને દુર્ગમ વિસ્તારોમાં સરળતાથી પહોંચે ત્યારે જ ખરા અર્થમાં સ્વસ્થ ભારતનું નિર્માણ શક્ય છે. સ્વસ્થ ભારતના નિર્માણ માટે સ્વસ્થ નાગરિક અને સ્વસ્થ સમાજ બનાવવું અતિઆવશ્યક છે.વડાપ્રધાન

|
Google Oneindia Gujarati News

આરોગ્યસેવાઓ શહેરી ઉપરાંત ગ્રામ્ય નાગરિકો અને દુર્ગમ વિસ્તારોમાં સરળતાથી પહોંચે ત્યારે જ ખરા અર્થમાં સ્વસ્થ ભારતનું નિર્માણ શક્ય છે. સ્વસ્થ ભારતના નિર્માણ માટે સ્વસ્થ નાગરિક અને સ્વસ્થ સમાજ બનાવવું અતિઆવશ્યક છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ દેશના દરેક નાગરિકને પ્રાથમિક આરોગ્ય સારવાર ગુણવત્તાયુકત અને સાતત્યપૂર્ણ રીતે મળી રહે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

rushikesh patel

ગ્રામ્ય સ્તરે મૃત્યુદર અને માંદગીનું પ્રમાણ તેમજ આરોગ્યની સારવારમાં થતો ખર્ચ ઘટાડવા અને બિનસંચારી રોગોના પ્રમાણ પર અંકુશ લાવવાના હેતુથી દેશભરમાં "આયુષ્માન ભારત- હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર"ની પહેલ હાથ ધરવામાં આવી છે.

વડાપ્રધાન એ ૧૪ એપ્રિલ ૨૦૧૮ માં છત્તીસગઢ થી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના પાયલોટ પ્રોજેકટનો આરંભ કર્યો હતો. વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશમાં ૧ લાખ ૫૦ હજાર જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને કાર્યાન્વિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જેના પરિણામે આજે સમગ્ર દેશમાં ૧ લાખ ૧૮ હજાર ૪૮૮(૨૫ મે ૨૦૦ ની સ્થિતિએ) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યાન્વિત થયા છે.
ગુજરાત રાજ્યમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરીને ૭૫૨3 (૧૦૭ %) સેન્ટર કાર્યરત બન્યા છે. જે સ્થિતિએ ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે.

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબધિત, નવજાત બાળક અને શિશુઓની આરોગ્ય સંભાળ, કુટુંબનિયોજન, ગર્ભ નિરોધક સેવાઓ, નેશનલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત ચેપી રોગોની સારવાર,સામાન્ય બિમારીઓની ઓ.પી.ડી. સારવાર, બિનચેપી રોગોની તપાસ , અટકાવ અને વ્યવસ્થાપન, કાન , નાક અને ગળા(ENT) સંલગ્ન સારવાર, વૃદ્રત્વ સંબંધિત સારવાર અને સેવાઓ, આકસ્મિક તબીબી સેવાઓ, માનસિક બીમારીઓની તપાસ અને સામાન્ય વ્યવસ્થાપન જેવી ૧૨ પ્રકારની બિમારીઓનું નિદાન અને સારવાર હાથ ધરવામાં આવે છે.

આજની જીવન શૈલી પ્રમાણે તંદુરસ્ત જીવન માટે વેલનેસ પ્રવૃતિના ભાગરૂપે યોગને પણ આવરી લેવામાં આવે છે.

રાજ્યના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ૭,૩૦,૨૫,૦૩૩ દર્દીઓ દ્વારા ઓ.પી.ડી. સેવાનો લાભ લેવામાં આવ્યો. જેના અંતર્ગત ૧,૭૪,૬૬,૭૦૪ દર્દીઓનું ડાયાબીટીસ સ્ક્રીનીંગ, ૧,૮૪,૦૭,૪૬૦ દર્દીઓનું હાઇયપટેન્શન સ્ક્રીનિંગ, ૧,૪૮,૮૬,૦૨૦નું ઓરલ કેન્સર સ્ક્રીનિંગ, ૬૮,૩૯,૬૩૩નું બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ અને ૬૨,૬૩,૪૮૬ દર્દીઓનું સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.

English summary
1 lakh 50 thousand health wellness centers were set up in the state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X