For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJPને મોટો ઝાટકો, મહેસાણાના 10 કાઉન્સિલરો કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ભલે ભાજપનો વિજય થયો હોય, પરંતુ પક્ષને એક પછી એક મોટા પડકારોનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે ભાજપને ઘણી ઓછી બેઠકો મળી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ભલે ભાજપનો વિજય થયો હોય, પરંતુ પક્ષને એક પછી એક મોટા પડકારોનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે ભાજપને ઘણી ઓછી બેઠકો મળી છે, આ ઓછું હોય તેમ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેનો વિખવાદ અને ખાતા ફાળવણી મામલે અન્ય એક મંત્રી નારાજ થતાં પક્ષ અંગે અનેક વાતો વહેતી થઇ છે. આ બધા વચ્ચે ભાજપને વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે. લગભગ એક વર્ષ પહેલાં મહેસાણા નગરપાલિકાના 10 કાઉન્સિલર ભાજપમાં જોડાયા હતા, પરંતુ સોમવારે તેમણે ફરી એકવાર કોંગ્રેસની વાટ પકડી છે.

BJP

નવેમ્બર, 2015માં નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી, જેમાં મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસે 44માંથી 29 બેઠકો પર કબજો જમાવ્યો હતો અને ભાજપના ફાળે માત્ર 15 બેઠકો આવી હતી. એક વર્ષ સુધી મહેસાણા નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો રહ્યો, પરંતુ ગત વર્ષે 10 કાઉન્સિલરોએ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પક્ષ બદલનારાઓમાંના એક નેતા રાયબહેન પટેલ પણ હતા. ભાજપે તેમને જ નગરપાલિકાના અધ્યશ્ર બનાવ્યા હતા અને ભાજપના કૌશિક વ્યાસને નગરપાલિકાની સ્થાયી સમિતિના પ્રમુખ નીમવામાં આવ્યા હતા. ઇન્ડિયન એક્સપ્રેસની ખબર અનુસાર, આ તમામ 10 કાઉન્સિલરો સોમવારે ફરી એકવાક કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. મહેસાણામાં ભારે મતથી જીત મેળવનાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, કોંગ્રેસના કાઉન્સિલરો ક્યારેય ભાજપમાં જોડાયા નહોતા.

English summary
BJP suffered a major jolt on Monday when it lost political power in Mehsana municipality.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X