• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015ની 10 ખાસ વાતો

|

ગાંધીનગર, 10 જાન્યુઆરી : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 11 જાન્યુઆરી, 2015 રવિવારથી ત્રણ દિવસ માટે વેપાર, રોકાણ અને બિઝનેસ આઇડિયાઝના મહાકુંભ વાઇબ્રન્ટ ગુજરાત 2015 - ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ (#vibrantgujarat15 )નો આરંભ થવાનો છે. ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે સવારે 10 વાગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સમિટનું ઉદઘાટન કરવામાં આવશે.

વાઇબ્રન્ટ ગુજરાત 2015ની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલના ગિરનાર હોલમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને સિંગાપુર સહિતના રાષ્ટ્રોના પ્રતિનિધિઓ સાથે વન ટુ વન બેઠક કરીને વ્યક્તિગત ચર્ચા કરી હતી.

વાઇબ્રન્ટ ગુજરાત 2015 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું સાતમુ સોપાન છે. આ સમીટમાં વિવિધ ક્ષેત્રે અબજો રૂપિયાના વિક્રમી મૂડી રોકાણના એમઓયુ કરવામાં આવશે. આ વાયબ્રન્ટ ગુજરાતમાં બાન-કી-મૂન, જ્હોન કેરી પર બધાની નજર છવાયેલી રહેશે.

આ સમીટમાં ભાગ લેવા માટે આજે યુનોના મહામંત્રી બાન કી મુન ભારત આવી પહોંચ્‍યા હતા. તેઓ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. બાન કી મૂન ઉદ્દઘાટન સમારોહમાં પ્રવચન આપવાના છે. આ ઉપરાંત તેઓ સાબરમતી આશ્રમ અને તેઓ વડોદરાની મુલાકાત પણ લેશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવી રહેલા યુએન સેક્રટરી બાન કી મુન રવિવારે વડોદરા આવી રહ્યા છે. નર્મદા નિગમ દ્વારા કેનાલ પર તૈયાર કરાયેલા સોલર પ્રોજેક્ટને તેઓ ખૂલ્લો મૂકશે. કરનાળીને દત્તક લેવાના લીધેલા નિર્ણય બાદ નાણાં મંત્રી અરૂણ જેટલી પણ રવિવારે વડોદરા થઇને કુબેરધામની મુલાકાત લેશે.

વાઇબ્રન્ટ ગુજરાત 2015 વિશે જાણવા જેવી 10 ખાસ વાતો શું છે તે વાંચવા આગળ ક્લિક કરો...

1. પાર્ટનર દેશો

1. પાર્ટનર દેશો

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ-2015નો પ્રારંભ થવાનો છે. આ વખતના વાયબ્રન્ટ સમિટના પાર્ટનર દેશો અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, યૂકે, નેધરલેન્ડ્સ, કેનેડા અને સાઉથ આફ્રિકા છે.

2. કયા સેક્ટરમાં ફોક્સ

2. કયા સેક્ટરમાં ફોક્સ

વાઇબ્રન્‍ટ ગુજરાત 2015માં સંરક્ષણ, પોર્ટ, શિપિંગ, નાના અને મધ્‍યમ ઉદ્યોગો વગેરે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણ આકર્ષવામાં આવશે.

3. કોણ ભાગ લઇ રહ્યું છે?

3. કોણ ભાગ લઇ રહ્યું છે?

વાઇબ્રન્ટ ગુજરાત 2015માં વિશ્વના કુલ 35 દેશોના 2500 પ્રતિનિધિ મંડળો આ સમીટમાં ભાગ લેવાના છે. સૌથી મોટુ પ્રતિનિધિ મંડળ બ્રિટનનું છે જેમાં 164 સભ્‍યોનો સમાવેશ થાય છે. ઓસ્‍ટ્રેલિયા, જાપાન અને સિંગાપુરના પ્રતિનિધિ મંડળોની સંખ્‍યા 100 ઉપરની છે. 50 ગ્લોબલ સીઇઓ,30 રાજનેતાઓ રહેશે. કુલ 29 દેશોના એમ્‍બેસેડરો, 13 દેશોના હાઇકમિશ્‍નરો, 15 દેશના પ્રધાનો આ સમિટમાં ભાગ લેવાના છે. આ વાયબ્રન્ટ ગુજરાતમાં બાન-કી-મૂન, જ્હોન કેરી પર બધાની નજર છવાયેલી રહેશે.

4. બોલીવુડ સ્ટાર્સનો મેળાવડો

4. બોલીવુડ સ્ટાર્સનો મેળાવડો

વિવિધ દેશોના રાજકીય નેતાઓ, બિઝનેસ લીડર્સ ઉપરાંત બોલીવુડ સ્ટાર્સ પણ આ સમિટમાં હાજરી આપવાના છે. જેમાં સલમાન ખાન, અજય દેવગણ, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સોનાક્ષી સિંન્હાનો સમાવેશ થાય છે.

5. કેટલા MoU થશે?

5. કેટલા MoU થશે?

આ સમિટમાં 20 હજારથી વધુ એમઓયુ થવાનો સરકારના અંદાજ છે. દેશ વિદેશની અનેક કંપનીઓ દ્વારા આ વખતે ગુજરાતમાં મૂડીરોકાણમાં રસ દાખવ્યો છે અને સરકારને હજારોની સંખ્યામાં દરખાસ્તો પણ મળી છે પરંતુ તેની ચકાસણી કરાયા બાદ જ એમઓયુ થશે.

6. ઉદ્યોગપતિના પ્લેન પાર્કિંગની ખાસ વ્યવસ્થા

6. ઉદ્યોગપતિના પ્લેન પાર્કિંગની ખાસ વ્યવસ્થા

વાયબ્રન્ટ ગુજરાત 2015 દરમિયાન 179 ઉદ્યોગપતિ-સીઇઓએ તેમના પ્લેનને પાર્કિંગની સુવિધા આપવાની ગુજરાત સરકાર પાસે માગણી કરી હતી. રાજ્ય સરકારે પ્લેન પાર્ક કરવા અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ, સુરત, ઉદેપુરના એરપોર્ટ પર વ્યવસ્થા કરી છે.

7. કડક સુરક્ષા વ્યવસ્થા

7. કડક સુરક્ષા વ્યવસ્થા

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વિવિધ દેશનાં વડાપ્રધાનથી માંડી કેન્દ્ર કક્ષાનાં મંત્રીઓ, રાજકીય અને રાજદ્વારી પ્રતિનિધિઓ, બિઝનેશ ટાયકુન્સ, વિદેશી ડેલીગેટ્સ તથા અન્ય વીઆઇપી અને વિવિઆઇપી મહેમાનો હાજરી આપવાના છે. તેમની સુરક્ષા માટે ગુજરાત પોલીસે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરી છે. પોલીસ દ્વારા સુરક્ષા અંતર્ગત ગુરૂવારે વાહનોનાં કોન્વોય સાથે રીહર્સલનું આયોજન કર્યુ હતું.

8. 115 દેશોના રાજદૂતો અને હાઈકમિશનરો સાથે CMની બેઠક

8. 115 દેશોના રાજદૂતો અને હાઈકમિશનરો સાથે CMની બેઠક

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2015ને સફળ બનાવવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, મંત્રી સૌરભ પટેલ અને સચિવોની એક ટીમ 25મી ડિસેમ્બરે દિલ્હી પહોંચી હતી. દિલ્હીમાં યોજાયેલી એક બેઠકમાં 115 દેશોના ભારત સ્થિત રાજદૂતો, કોન્સ્યુલેટ જનરલ અને હાઈકમિશનરો સમક્ષ સાતમા વાઈબ્રન્ટ ગુજરાતની વિશેષતાઓ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.

9. બિઝનેસ ટુરિઝમ હબ

9. બિઝનેસ ટુરિઝમ હબ

ગુજરાતમાં દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓની અવર જવર વધી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર રાજ્યને બિઝનેસ ટુરિઝમ હબ તરીકે વિકસાવવા વિચાર કરી રહી છે.

10. વાયબ્રન્ટ ગુજરાતના મુખ્ય કાર્યક્રમોની વિગતો

10. વાયબ્રન્ટ ગુજરાતના મુખ્ય કાર્યક્રમોની વિગતો

11 જાન્યુઆરીએ સવારે દસ વાગ્યાથી એક વાગ્યા સુધી ઉદઘાટન ફંક્શન યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થશે. આ પછી ત્રણ વાગ્યાથી કંટ્રી સેમિનાર યોજાશે. સાંજે પાંચ વાગ્યે ડેનમાર્ક, કેનેડા, સ્વિડનનો કંટ્રી સેમિનાર અને ગ્લોબલ સીઇઓ કોન્ક્લેવ યોજાશે. 12 જાન્યુઆરીએ સવારે દસ વાગ્યાથી બીજા દિવસનો કાર્યક્રમ શરૂ થશે. બપોરે બાર વાગ્યે બીટુબી મીટિંગ થશે. સાંજે 4.30 વાગ્યે વેલેડિક્ટરી સેશન યોજાશે. 13 જાન્યુઆરીએ સવારે દસ વાગ્યાથી 3.30 વાગ્યા સુધી બીટુબી અને બીટુજી મીટિંગ યોજાશે.

English summary
10 highlights about Vibrant Gujarat Summit 2015 at Gandhinagar, Gujarat. #vibrantgujarat15
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X