For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપાલની પલ્લીમાં ભક્તો ધીની નદી વહેવડાવશે

|
Google Oneindia Gujarati News

rupal-palli
અમદાવાદ, 23 ઑક્ટોબર : ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામમાં બુધવાર 24 ઑક્ટોબર, 2012ની રાત્રિએ વરદાયિની માતાનો પલ્લીનો મેળો યોજાશે. વિશ્વ વિખ્યાત રૂપાલની પલ્લીના મેળામાં ગામના તમામ જ્ઞાતિજનોના સહયોગથી ભક્તો અંદાજે 30,000 કિલો ધીનો અભિષેક કરવામાં આવશે. સંચાલકોનું માનવું છે કે પલ્લીના દર્શન કરવા માટે 10 લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહેશે.

ગાંધીનગરથી માત્ર 13 કિલોમીટરના અંતરે આવેલા રૂપાલ ગામમાં છેલ્લા 5,500 વર્ષથી પલ્લીની યાત્રા યોજવામાં આવે છે. પલ્લી માટે પૂરા નવ દિવસ ગણવામાં આવે છે. જે શ્રધ્ધાળુઓ રૂબરૂ દર્શન કરવા આવી શકે એમ ના હોય તેમના માટે મંદિરની વેબસાઇટ પર પલ્લી યાત્રાનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

પરંપરાગત પલ્લી યાત્રા માટે રૂપાલ ગામમાં રહેતા વણકર ભાઇએ પલ્લી તૈયાર કરવા માટે ખીજડાના વૃક્ષને કાપે છે. ખીજડાના લાકડામાંથી સુથારભાઇએ પલ્લીનું નિર્માણ કરે છે. વાળંદભાઇઓ વરખડાના સોટા બાંધે છે. કુંભારભાઇએ કુંડા ઘડે છે. માળી ભાઇએ પલ્લીને ફૂલોથી શણગારે છે. પીંજારા ભાઇઓ કુંડામાં કપાસ ભરે છે. પંચોલી ભાઇઓ માતાજીના નૈવેદ્ય માટે સવા મણ ખીચડો રાંધે છે. જ્યારે ચાવડા ભાઇઓ પલ્લીની રક્ષા માટે ખુલ્લી તલવારે ઉપસ્થિત થાય છે.

પલ્લી યાત્રા ગામના 27 ચકલાઓ આગળ ઉભી રહે છે. ગામના લોકો, શ્રદ્ધાળુઓ બાધા, માનતા, આખડી અને ઇચ્છા પૂરી કરવા માટે પલ્લી પર હજારો કિલો ઘીનો અભિષેક કરે છે.

English summary
10 Lakhs devotee worship Vardayini devi on Dussehra at Rupal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X