• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત ચૂંટણીઃ ઉંમર સદીની ઉપર પણ મતદાન કરવા તત્પર

|

ગાંધીનગર, 22 નવેમ્બર: નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાનું નાનકડું રોઝઘાટ ગામ. આ ગામના એક ફળિયામાં કાચા પરંતુ વિશાળ અને ઠીક ઠીક સુવિધા ધરાવતાં પાંચ મકાનોનો સમુહ અને ઘરોના આ ઝુમકાના વચલા ઘરમાં વસે છે કાથુડીયાદાદા વસાવા. ૧૧૭ વર્ષના વયોવૃધ્ધ કાથુડીયાદાદાએ અંગ્રેજોના જુલમ, રાજશાહીની રોનક અને સ્વતંત્રતાની મુક્તિ એ ત્રણેયનો અનુભવ કર્યો છે. વડીલ વડલા જેવા આ દાદા પાંચ પુત્રો, બે પુત્રીઓ અને તેમના વંશવેલાના એંશીથી વધુ કુંટુંબીજનો ધરાવતા પરિવારના મોભી છે. ખાસ વાત એ છે કે, ૧૧૫+ ની ઉંમરના કાથુડીયાદાદા નોંધાયેલા મતદાર છે અને મતદાર ફોટો ઓળખકાર્ડ પણ ધરાવે છે.

મતદાન સાથે સંકળાયેલી યાદોં કી બારાત-સંસ્મરણો વર્ણવતા કાથુડીયાદાદા જણાવે છે કે, " બાપુ ગાંધીજીના મરણ પછી જે ચૂંટણી થઇ (સંભવત: ૧૯૫૨ ની પ્રથમ લોકસભા ચૂંટણીને યાદ કરતાં હોય તે શક્ય છે) ત્યારથી હંમેશા મતદાન કર્યુ છે...! " આજે તો મતદાન મથક ઘરની નજીક છે પણ એક જમાનામાં ચાલતા જઇને ત્રણ કિલોમીટર દુરના મતદાન મથકે મતદાન કર્યું છે એમ તેઓ ઉમરે છે. નિયમિત મતદાન કર્યું છે એવા દાવામાં વિશ્વાસ કરવો પડે. કારણ કે આજે તેમના કુંટુંબ વડલાના આશરે ૩૫ પુરૂષો અને ૩૦ મહિલાઓ મતાધિકાર ધરાવે છે જે પૈકી ૨૦ જેટલા તો યુવા મતદારો છે.

લાકડીના ટેકે ચાલતા કાથુડીયાદાદા મતદાર જાગૃતિનો અડીખમ પુરાવો આપે છે. આ વડીલ આજે પણ રાજપીપળાના કાળા ઘોડાવાળા રાજાને શિકારમાં કરેલી મદદ, અંગ્રેજ સૈનિકોન ડર હેઠળ કરેલી વેઠ, જમીન-મહેસુલ ભરવા નેત્રંગ સુધી ૪૦ કિલોમીટર ચાલતા જવાની મુશ્કેલીઓ તેમજ સંભવતઃ હરિપુરા સંમેલનમાં ૫૧ બળદગાડાઓના રથમાં પધારેલા સુભાષ રાજા (સુભાષચંદ્ર બોઝ !) ની યાદોને વગોળે છે. મરાઠી-ગુજરાતી મિશ્રિત છાંટવાળી તેમની વસાવી બોલી દુભાષિયાની મદદથી જ સમજી શકાય છે.

ગાંધી બાપુના મરણ પછી જે ચૂંટણી થઇ ત્યારથી મતદાન કરું છું . . . . . .

મોસ્કુટ ગામના વડવાળા ફળિયાના દેવનીબા વસાવા એકસો ત્રણ વર્ષની ઉંમર ધરાવતા મતદાર છે. આટલી વયોવૃધ્ધ ઉંમરે આંખે ઝાંખપ આવી છે. બાકી પોતાનું ઘણું કામ જાતે કરી શકે છે. તેમના પરિવારના ૧૦ સદસ્યો નોંધાયેલા મતદાર છે. દેવનીબા કહે છે કે, તમામ ચૂંટણીઓમાં, પંચાયતથી લઇને પર્લામેન્ટ સુધી મતદાન કર્યુ જ છે. એકવીસ વર્ષની ઉંમરે મતદાન કરવાની જેમને આળસ આવે છે તેમણે એકસો ત્રણ વર્ષના આ દાદીમાની વાત કાને ધરવી જ પડે..!

દેડીયાપાડાના બાંડી શેરવાણ ગામના ખુપર ફળિયામાં વસે છે ૧૦૨ વર્ષની ઉંમરના વસાવા પુનુબેન. આ શતાયુ મતદાતાના પુત્રવધુ રાજપીપળા જિલ્લા પંચાયતના અધ્યક્ષા પણ રહી ચુક્યા છે. તેમના કુટુંબીજનો જણાવે છે કે, પુનુબા દોઢેક કિલોમીટરના અંતરે આવેલા મતદાન મથકે જઇને પણ મતદાન કરવાના આગ્રહી છે. મતદાનના દિવસે સહુથી પહેલા તૈયાર થઇ જાય અને ચાલો મતદાન કરવાની જીદ પકડે. ઘરની કામવાળી બહેનોને પણ પહેલા મત આપી આવ્યા પછી કામ કરોનો આદેશ આપે. કુટુંબીજનોને પણ બધાં કામ પછી, પહેલા મતદાનનો આગ્રહ કરે.

પુનુબાનું આ બાંડી શેરવાણ ગામ મુખ્યત્વે વસાવા અને કોટવાળીયાનો વસવાટ ધરાવે છે. ગામના લોકો ભરૂચ, અંકલેશ્વરની આસપાસ મજુરી કરવા જાય. પણ મતદાનના આગલા દિવસે ગામમાં આવી જાય છે. ગામની મહિલાઓ પણ મતદાનની બાબતમાં જાગૃત છે.

સ્વીપ હેઠળ મતદાન જાગૃતિનું અભિયાન નર્મદા જિલ્લા ચૂંટણીતંત્રે છેડ્યું છે. આ જિલ્લો અંતરિયાળ, ડુંગરાળ, દુર્ગમ વિસ્તાર ધરાવે છે. તેમ છતાં, જિલ્લા ચૂંટણીતંત્ર મહત્તમ મતદાન કરાવવા સંકલ્પબધ્ધ છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિલિન્દ તોરવણેએ શતાયુ મતદારોને શોધવા અને તેમના મતદાનને સરળ બનાવવાની દેશભરમાં અનોખી ગણાય તેવી પહેલ આદરી છે. તેના પગલે ૨૬ જેટલાં શતાયું મતદારોને મતદાનમાં કોઇ તકલીફ ન પડે તે માટે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જીવનમાં ઉત્તરાર્ધ (૧૦૧ થી ૧૫૦ વર્ષ) માં પ્રવેશેલ બા-દાદા મતદાન કરવા તત્પર છે. યુવા મતદારો તેમની પાસેથી યોગ્ય બોધપાઠ લે તે ઇચ્છનીય છે.

૧૦૨ વર્ષની ઉંમરના વસાવા પુનુબેન

૧૦૨ વર્ષની ઉંમરના વસાવા પુનુબેન

દેડીયાપાડાના બાંડી શેરવાણ ગામના ખુપર ફળિયામાં વસે છે ૧૦૨ વર્ષની ઉંમરના વસાવા પુનુબેન

૧૧૫+ ની ઉંમરના કાથુડીયાદાદા

૧૧૫+ ની ઉંમરના કાથુડીયાદાદા

૧૧૫+ ની ઉંમરના કાથુડીયાદાદા નોંધાયેલા મતદાર છે અને મતદાર ફોટો ઓળખકાર્ડ પણ ધરાવે છે.

લાકડીના ટેકે ચાલતા કાથુડીયાદાદા

લાકડીના ટેકે ચાલતા કાથુડીયાદાદા

લાકડીના ટેકે ચાલતા કાથુડીયાદાદા મતદાર જાગૃતિનો અડીખમ પુરાવો આપે છે. ૧૧૫+ ની ઉંમરના કાથુડીયાદાદા નોંધાયેલા મતદાર છે અને મતદાર ફોટો ઓળખકાર્ડ પણ ધરાવે છે.

English summary
100 plus voter are ready to give vote in upcoming Gujarat assembly elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more