For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: 13 વર્ષની છોકરીને બેહોશીનું ઇન્જેક્શન લગાવીને રેપ

ગુજરાતના કચ્છમાં 13 વર્ષની છોકરીને બેહોશીનું ઇન્જેક્શન લગાવીને બળાત્કાર કરવાનો મામલો સામે આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ગુજરાતના કચ્છમાં 13 વર્ષની છોકરીને બેહોશીનું ઇન્જેક્શન લગાવીને બળાત્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. કચ્છના અંજર કસ્બામાં છોકરીને બેહોશીનું ઇન્જેક્શન લગાવવામાં આવ્યું ત્યારપછી તેનો બળાત્કાર કરવામાં આવ્યો. આરોપી 16 વર્ષનો છે, જેની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી છોકરીનો મિત્ર છે તેવું જણાવવામાં આવી રહ્યું છે.

ઘણા દિવસો સુધી છોકરી કઈ પણ કહી શકી નહીં

ઘણા દિવસો સુધી છોકરી કઈ પણ કહી શકી નહીં

પોલીસે જણાવ્યું કે આરોપી મેડિકલ સ્ટોર પર કામ કરે છે. પીડિતા સાથે 17 જૂને બળાત્કાર કરવામાં આવ્યો પરંતુ બેહોશીનું ઇન્જેક્શન તેને લગાવવામાં આવ્યું હતું, તેને અસર રૂપે છોકરી ચાર દિવસ સુધી કઈ પણ કહી શકી નહીં. 21 જૂને તેને પરિવારને પોતાની સાથે થયેલી ઘટના અંગે જાણકારી આપી.

કઝીને આરોપીની મદદ કરી

કઝીને આરોપીની મદદ કરી

મળતી જાણકારી અનુસાર છોકરીની આરોપી સાથે ઓળખ પોતાના સંબંધની એક બહેન ઘ્વારા થયી. છોકરીની આ કઝીને પણ આ અપરાધમાં આરોપીની મદદ કરી. પોલીસે જણાવ્યું કે છોકરીને જે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું તેને કારણે તે ઘણા પ્રકારના ઈંફેક્શનનો સામનો કરી રહી છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

બળાત્કાર પછી રસ્તા પર છોડી

બળાત્કાર પછી રસ્તા પર છોડી

છોકરીના જણાવ્યા અનુસાર તેના દૂરના સંબંધીની બહેને તેને સ્કુલે નહીં જવાનું કહીને તેને ઘરે આવવા માટે જણાવ્યું. છોકરી જયારે ઘરે પહોંચી ત્યારે આરોપી પહેલાથી જ ત્યાં હાજર હતો. તેને છોકરીને એક ઇન્જેક્શન લગાવી દીધું, જેને કારણે તે બેભાન થઇ ગયી. તેને જણાવ્યું કે ઇન્જેક્શન થી તેના શરીરમાં કમરથી ઉપરનો ભાગ સુન્ન પડી ગયો. ત્યારપછી તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો. ત્યારપછી તેને રસ્તા પર ફેંકીને તેઓ ફરાર થઇ ગયા.

English summary
13 year old girl injects with anaesthesia rape kutch Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X