For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

135 કરોડના ખર્ચે નવનિર્મિત ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ

ગાંધીનગર ખાતે આશરે ૧૩૫ કરોડના ખર્ચે નવનિર્મિત ગુજરાત વિધાનસભા ભવનનું લોકાર્પણ કર્યું હતું.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

આશરે રૂ. ૧૩૫ કરોડના ખર્ચે નવનિર્મિત ગુજરાત વિધાનસભાનું રાજ્યપાલશ્રીના હસ્તે લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, વિપક્ષના નેતા સહિત મંત્રીમંડળના સભ્યો-ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ આજે ગાંધીનગર ખાતે આશરે ૧૩૫ કરોડના ખર્ચે નવનિર્મિત ગુજરાત વિધાનસભા ભવનનું લોકાર્પણ કર્યું હતું.

gujarat vidhansabha

ગુજરાત વિધાનસભાના પટાંગણમાં શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞનું આયોજન કરાયું હતું. આ વેળાએ રાજ્યપાલશ્રીએ પૂજન-અર્ચનમાં ભાગ લઇ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી, મંત્રી મંડળના સભ્યો, ચૂંટાયલા ધારાસભ્યો સહિત વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુલાબી રંગના પથ્થરોથી નવનિર્મિત આ ભવનમાં મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, વિપક્ષના નેતાશ્રી, મંત્રીમંડળના સભ્યોની ચેમ્બરોનું પણ રીનોવેશન કરાયું છે. વિધાનગૃહમાં પણ અદ્યતન બેનમૂન બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સીસ્ટમ તથા લાઇટીંગની વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત શાસક પક્ષ, વિપક્ષને બેઠક માટે કોન્ફરન્સ હૉલ તથા લાયબ્રેરીને પણ અદ્યતન બનાવાઇ છે. આ ભવન નાગરિકોને જોવા માટે અનેરૂ નજરાણું બની રહેશે.

gujarat vidhansabha

આ પ્રસંગે યોજાયેલ યજ્ઞમાં વિધાનસભા સચિવાલયના સચિવ ડી.એમ.પટેલે પૂજનઅર્ચન કર્યા હતા. તેમજ વિધાનસભાના પદનામિત અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, કાર્યકારી અધ્યક્ષ શ્રીમતી ડૉ. નીમાબેન આચાર્ય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
English summary
135 crore rupees spend for gujarat vidhansabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X