• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમદાવદમાં યોજાઇ જગન્નાથજીની 136મી રથયાત્રા

|

અમદાવાદ, 10 જુલાઇઃ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 136મી રથયાત્રાનો નિયત સમયે પ્રારંભ થઇ ગયો છે. આ રથયાત્રા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર, જમાલપુર ખાતેથી જય રણછોડ, માખણ ચોર, જય જગન્નાથના નાદ સાથે નીકળી છે. સવારે ચાર વાગ્યેથી જ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

મધ્યરાત્રિથી લોકો આવી ગયા હતા. તો બહાર અનેક સ્થાનોએ લોકો કીર્તન કરતા હતા. સવારે ચાર વાગ્યે મંગળ આરતી કરવામાં આવ્યા બાદ 4.30 વાગ્યે વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો અને બાદમાં ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાની રથમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

અપડેટઃ7.52 PM

જગન્નાથજી બપોરે મોસાળ સરસપુર જવા માટે મોટી સંખ્યામાં ભક્તો-ભાવિકો સાથે સવારે જગ્ગનાથ મંદિરેથી રવાના થાય હતા. બીજીબાજુ મોસાળ સરસપુરમાં ચઢવા માટે ઘરેણાં સહિતની સામગ્રી તૈયાર રખાઈ હતી અને ભગવાનના આગમનની ભારે આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી. ભગવાનનું આગમન થતાં જ મોસાળમાં ખુશીની લહેર ફરી વળી હતી. જગન્નાથજીને ભોગ ધરવામાં આવ્યો હતો અને ભક્તો-ભાવિકોને હેતપૂર્વક જમાડવામાં આવ્યા હતા. તાજેતરમાં મળતા સમાચાર મુજબ ભગવાન નિજ મંદિર તરફ રવાના થતાં માણેકચોક સુધી પહોંચી ગયા છે આગામી 30 મિનિટમાં તે નિજ મંદિરે પહોંચી જશે.

અમદાવાદની 136મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થતાં જ તેમાં વિવાદ સર્જાયો હતો. ભાઈ બલરામના રથમાં બેસવા માટે રથ પરનાં પૂજારીઓ બાખડી પડતાં થોડીવાર માટે વાતાવરણ ગરમાયું હતું. પૂજારીઓ વચ્ચે ગરમાગરમી જોઇને લોકો ભેગા થઇ જતાં ત્યાં પોલીસ પહોંચી ગઇ હતી. જોકે પૂજારીઓએ પોલીસને પણ ન ગાંઠતાં પોલીસ રથ પર ચડી ગઇ હતી અને મામલો શાંત પાડવાની કોશિશ કરી હતી.

અમદાવાદની રથયાત્રામાં ઉત્તરાખંડમાં સર્જાયેલી હોનારતમાં અનેક લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટના પણ રથયાત્રા દરમિયાન એક ટ્રક પર અંકિત થયેલી જોવા મળી હતી. એક ટ્રક પર ઉત્તરાખંડની હોનારત થઈ તે પ્રકારના પહાડ અને શિવની મુર્તી મુકી ઘટનાનું આબેહુબ ચિત્રણ કરવાનો પ્રયાસ કરાયો હતો. ઉપરાંત ટ્રકની આજુબાજુ ઘટનાને લગતા ફોટો ગ્રાફ પણ મુકવામાં આવ્યા હતા.

રથયાત્રા દરમિયાન અખાડાના લોકોએ પોતાના વિવિધ કરતબ બતાવી લોકોને અચંબામાં નાંખી દીધા હતા. લાકડીઓ વડે અલગ અલગ કરતબો બતાવતા આજુબાજુના લોકોએ મોમાં આંગળા નાંખી દીધા હતા. એક તબક્કે તો ત્યાં ઉભેલી પોલીસ પણ અખાડાના કરતબ જોવામાં વ્યસ્ત બની ગઈ હતી.

અપડેટઃ3.17 PM

ભગવાન નિજ મંદિરે રવાના, આવ્યા વરસાદી ઝાપટાં

ભગવાન મોસાળમાંથી નિજ મંદિર તરફ રવાના થયા છે. રથ કાલુપુર તરફ આગળ વધી રહ્યો છે,જ્યાર ગજરાજો તબું ચોકી પહોંચ્યા છે. આ વચ્ચે પાંચ વર્ષ બાદ રથયાત્રા દરમિયાન અમી છાંટણા પડ્યાં છે. કાલુપુર, દિલ્હી ચકલા, દરિયાપુર, શાહપુર અને પ્રેમ દરવાજા પાસે વરસાદના ઝાપટાં આવ્યા છે. વરસાદ આવી રહ્યો હોવા છતાં પણ ભક્તોમાં ઉત્સાહ યથાવત છે.

અપડેટઃ1.31 PM

મામાના ઘરે પહોંચ્યા ભગવાન

ભગવાન જગન્નાથજીની રથયાત્રા સરસપુર પહોંચી ગઇ છે. સરસપુરમાં ભગવાનનું મૌસાળ આવેલું છે, ભગવાન મામાના ઘરે પહોંચ્યા છે. આ તકે હજારોની સંખ્યામાં ભક્તો સરસપુર ખાતે ઉમટી પડ્યાં છે.

અપડેટઃ11.35 AM

રથ ચકલેશ્વર મહાદેવ પહોંચ્યો

ભગવાનનો રથ ચકલેશ્વર મહાદેવ પહોંચ્યો છે. યાત્રાનો કાફલો રાયપુર પહોંચ્યો છે. રથયાત્રામાં હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી છે.

અપડેટઃ11.35 AM

રથયાત્રાનો કાફલો કાલુપુર પહોંચ્યો

રથયાત્રાનો કાફલો કાલુપુર પહોંચી ગયો છે. રથ ઢાળની પોળ પહોંચ્યો છે. ગજરાજો સરસપુર પહોંચ્યા છે.

અપડેટઃ10.38 AM

રથ જમાલપુર પગથિયા પહોંચ્યો

ભગવાન જગન્નાથજીનો રથ જમાલપુર પગથિયા પહોંચ્યો છે અને ગજરાજો કાલુપુર સ્ટેશન પહોંચ્યા છે.

અપડેટઃ10.12 AM

રથ જમાલપુર દરવાજા પહોંચ્યો

નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથજીનો રથ જમાલપુર દરવાજા પાસે પહોંચ્યો અને ગજરાજો પાંચ કુવા પાસે પહોંચ્યા છે.

અપડેટઃ 9.55 AM

રાયપુર ચકલા સુધી પહોંચ્યો રથયાત્રાનો કાફલો

રાયપુર ચકલા સુધી પહોંચ્યો રથયાત્રાનો કાફલો પહોંચ્યો છે, જેમાં પહેલા ગજરાજો, પછી 102 ટ્રક, અખાડાના કરતબબાજો છે અને ત્યારબાદ રથ છે.

અપડેટઃ 8.55 AM

રથયાત્રા મ્યુન્સિપલ કોર્પોરેશન ખાતે પહોંચી રથયાત્રા

ભગવાન જગન્નાથજીની રથયાત્રા મ્યુન્સિપલ કોર્પોરેશન ખાતે પહોંચી છે. જેને લઇને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભક્તિભર્યો માહોલ સર્જાયો છે. કરતબબાજો પોતાના કરતબો દર્શાવી રહ્યા છે.

અપડેટઃ 8.27 AM

રથયાત્રાની ચુસ્ત સુરક્ષા

આતંકી હુમલાની દહેશતના પગલે 136મી જગન્નાથજીની રથયાત્રાની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પગલે સીઆરપીએફ, બીએસફ અને આરએએફના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે. 27 હજાર સીઆરપીએફના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે. 10 હજાર પોલીસકર્મીઓને પણ તેનાત કરવામાં આવ્યા છે.

ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા 98 ટ્રકો

રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા 98 ટ્રકોને શણગારવામાં આવ્યા છે. તેમજ 18 ગજરાજોને શણગારવામાં આવ્યો છે. 18 ભજનમંડળીઓ દ્વારા રમઝટ બોલાવવામાં આવી છે.

અપડેટઃ 8.00 AM

મુખ્યમંત્રી મોદીએ 12મી વખત પહિંદવિધિ કરી

રથમાં ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 12 વખત પહિંદવિધિ કરવામાં આવી હતી. તેમણે સોનાની સાવરણીથી રથ તથા ભગવાન જે માર્ગે નગરચર્યા માટે નીકળ્યા છે, તે માર્ગ સાફ કર્યો હતો. બાદમાં રથ ખેંચીને યાત્રાને પ્રસ્થાન કરાવી હતી.

ફાયરબ્રિગેડની નવ અલગ-અલગ ટીમ

રથયાત્રાના કારણે ફાયરબ્રિગેડની ટીમોને તેનાત કરી દેવામાં આવી છે. આ તકે ફાયરબ્રિગેડની 29 ગાડીઓ અને 123થી વધુ અધિકારીઓને રથયાત્રામાં તેનાત કરવામાં આવ્યા છે.

જીપીએ, અને સીસીટીવીથી સજ્જ ચાર વાન અને યુવી નેત્ર દ્વારા રથયાત્રા પર નજર

તાજેતરમાં જ બિહારના બોધગયા ખાતે આતંકીઓ દ્વારા શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવામાં આવ્યા બાદ અમદાવાદ ખાતે યોજાઇ રહેલી આ વિશેષ રથયાત્રા દરમિયાન કોઇ પણ અનીચ્છનીય ઘટના ના ઘટે તે માટે યુવી નેત્ર દ્વારા રથ પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ જીપીએસ અને સીસીટીવીથી સજ્જ ચાર વાન પણ ગોઠવવામાં આવી છે.

અખાડામાં 3000થી વધુ કરતબબાજો

રથયાત્રામાં 30થી વધુ અખાડાઓ જોડાયા છે, જેના 3000થી વધુ કરતબબાજો રથયાત્રા દરમિયાન પોતાના કરતબો શ્રદ્ધાળુંઓને દર્શાવી રહ્યાં છે.

English summary
136th jagannath rathyatra at ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X