• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

139 રથયાત્રાની ખાસ તસવીરો જુઓ અહીં.

|

બુધવારે સવારે મૂર્હર્ત મુજબ, 7 વાગ્યા નીકળેલી 139ની રથયાત્રા બપોરે સરસપુરમાં મામેરું માણી સાંજે 8:30 વાગે જમાલપુર ખાતે આવેલા 400 વર્ષ જૂના ભગવાન જગન્નાથના મંદિરમાં પરત ફરશે. સવારથી નીકળેલી જગતના નાથની આ રથયાત્રાને જોવા ગલીએ ગલીએ અનેક હરિભક્તો ઉમટી રહ્યા છે. સાથે જ શણગારેલા ટ્રક અને અખાડાએ લોકોમાં ભારે ઉત્સાહ ઊભો કર્યો છે. નોંધનીય છે કે સવારે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેનના હસ્તે પહિંદ વિધી બાદ 139મી ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.

Read also: જાણો કેમ જગન્નાથની રથયાત્રામાં અપાય છે મગનો પ્રસાદ

નોંધનીય છે કે આ સમગ્ર રથયાત્રા દરમિયાન કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તે માટે તંત્ર અને પોલિસે પૂરતો પોલિસ બંદોવસ્ત કર્યો છે. વળી ડ્રોન, સીસીટીવી કેમરા અને ડોગ સ્કોવર્ડ દ્વારા પણ તમામ યાત્રા પર ચાંપતી નજર રાખવામાં આવે છે. નોંધનીય છે કે નિયમ મુજબ આ રથયાત્રામાં સૌથી પહેલો રથ ભગવાન બળદેવજીનો છે તો વચ્ચે બહેન સુભદ્રા અને છેલ્લા સંસારને તારનાર ભગવાન જગન્નાથજીનો રથ ચાલી રહ્યો છે.

Read also: સરસપુરમાં જગન્નાથજીની કંઇક આ રીતે અપાયું મામેરું

ત્યારે રસ્તામાં અનેક જગ્યાએ લોકો પ્રભુ પર કંકુ અને ફૂલાનો વરસાદ કરી નાથના વધામણા કર્યા હતા. તો "જય રણછોડ"ના નાદે સમગ્ર વાતાવરણને પ્રફુલ્લિત અને ભક્તિમય કરી દીધુ હતું. ત્યારે અમદાવાદની બહારના તમામ દર્શકો ઘરે બેઠા ભગવાન જગન્નાથના દર્શન કરી શકે તે માટે જુઓ નીચેની આ તસવીરો. જેમાં આ રથયાત્રાની તમામ નાની મોટી ખબરોને આવરવામાં આવી છે...

અમિત શાહ, મંગળા આરતી

અમિત શાહ, મંગળા આરતી

નોંધનીય છે કે આજે સવારે અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિરમાં રથયાત્રા પહેલા મંગળા આરતી કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહની હાજરીમાં કરવામાં આવેલી આ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં હરિભક્તો લાલની સવારની ઝલક જોવા ઉમટી પડ્યા હતા.

આનંદી બેન કરી પહિંદ વિધી

આનંદી બેન કરી પહિંદ વિધી

મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આ વર્ષે પણ રથયાત્રા પહેલા પહિંદીની વિધી કરવામાં આવી હતી. જે બાદ અધિકૃત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થઇ હતી.

પહિંદ વિધીનું મહત્વ

પહિંદ વિધીનું મહત્વ

વર્ષો પહેલા પહિંદ વિધી નગરના રાજા દ્વારા કરવામાં આવતી હતી. જગ્ન્નાથ પુરીમાં વર્ષોથી એવા પરંપરા હતી કે રથ ચાલે ત્યારે રાજા નિર્માની થઇને રથયાત્રાનો આગળનો રસ્તો સોનાની સાવણીથી વાળીને પ્રભુ માટે ચોખ્ખો કરે છે.

પહિંદ વિધી

પહિંદ વિધી

જે પરંપરાને નીભવતા આનંદીબેન પણ સોનાની સાવરણીથી રથનો આગળનો રસ્તો સ્વચ્છ કરી નગરજનોની સુખાકારીની તેમજ રાજયની તથા તમામ લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી હતી.

''જય રણછોડ માખણ ચોર''

''જય રણછોડ માખણ ચોર''

મંદિરમાંથી રથયાત્રા નીકળવાની સાથે જ સમગ્ર વાતાવરણમાં ''જય રણછોડ માખણ ચોર''નો નાદ ગૂંજી ઉઠ્યો હતો. અને લોકોએ ભગવાનની આ નગરયાત્રાની વધામણી કરી હતી.

જગતના નાથની નગરયાત્રા

જગતના નાથની નગરયાત્રા

નોંધનીય છે કે 139 રથયાત્રામાં આ વખતે 18 શણગારેલા ગજરાજો સાથે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ૧૦૧ ટ્રકો તેમજ અંગ કસરતના પ્રયોગ કરતા ૩૦ અખાડા નીકળશે. જેની પાછળ 18 ભજન મંડળીઓ સાથે ૩ બેન્ડવાજા રહેશે.

રથયાત્રા અને ભાઇચારો

રથયાત્રા અને ભાઇચારો

ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરવાતી આ ટ્રકોમાં આ વખતે પણ સર્વ ધર્મ સમભાવ જેવા ભાઇચારાનો સંદેશો ફેલાવતા ટ્રકા લોકોનું ખાસ આકર્ષણ બન્યા.

2000 વધુ સાધુઓ

2000 વધુ સાધુઓ

139મી રથયાત્રા જોડાવવા માટે ઉજ્જૈન, હરિદ્વાર, અયોધ્યા, જગન્નાથપુરી, નાસિક તથા સૌરાષ્ટથી આવેલા 2૦૦૦ થી વધુ સાધુ સંતો આ રથયાત્રામાં જોડાશે.

12000 ખલાસી ભાઇઓ ખેંચશે રથ

12000 ખલાસી ભાઇઓ ખેંચશે રથ

આ વર્ષે પણ ભગવાન બાલભદ્ર, બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથજીનો રથ 12000 ખલાસી ભાઇઓ દ્વારા ખેંચવામાં આવશે. નોંધનીય છે કે સવારે 7 વાગ્યાથી નીકળતી આ રથયાત્રા આખા દિવસની યાત્રા કરીને રાજે 8:30 મંદિર પરત ફરશે. ત્યાં સુધી આ 12000 ખલાસી ભાઇઓ જ આ રથને ખેંચી ધન્યતા અનુભવશે.

મહંત દિલીપદાસજીની અપીલ

મહંત દિલીપદાસજીની અપીલ

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે શ્રાધાળુ ભાવિક ભક્તો હર્ષોલ્લાસથી રથયાત્રામાં ભાઇ લઇ પ્રેમ ભક્તિ, સદભાવના, ભાઇચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવાની અપીલ કરી હતી.

ગવાર કેળાનું શાક

ગવાર કેળાનું શાક

નોંધનીય છે કે નગરયાત્રા શરૂ કરતા પહેલા બન્ને ભગવાન તથા બહેન સુભદ્રાને સવારમાં ગવાર -કોળાનુ શાક અને સૂકા માવાથી ભરેલી ખીચડી ખવડાવામાં આવે છે.

રથયાત્રાનું મેયર કર્યું સ્વાગત

રથયાત્રાનું મેયર કર્યું સ્વાગત

રથયાત્રાનું અમદાવાદના મેયરે પણ સ્વાગત કર્યું હતું. ત્યારે તેમની સાથે મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને શંકર ચૌધરી સમતે ધારાસભ્ય કિરીટ સોલંકીએ પણ જગન્નાથજીના દર્શન કર્યા હતા.

મામેરામાં બે લાખ લોકો જમ્યા

મામેરામાં બે લાખ લોકો જમ્યા

સરસપુર ખાતે બપોરે મામેરામાં ભગવાન જગન્નાથ સાથે આવેલા લગભગ 2 લાખ હરી ભક્તોએ પણ ભગવાનની પ્રસાદ માણી હતી.

અખાડાએ જમાવ્યું આકર્ષણ

અખાડાએ જમાવ્યું આકર્ષણ

જો કે આ સમગ્ર રથયાત્રામાં અખાડા દ્વારા કરવામાં આવેલા વિવિધ કરતબોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

સેલ્ફીમાં ભગવાન

સેલ્ફીમાં ભગવાન

મોર્ડન સમયમાં ભગવાનના ભક્તો પણ મોર્ડન રીતે ભગવાનની ભક્તિ કરતા જોવા મળતા હતા. અનેક લોકો રથયાત્રા દરમિયાન ભગવાનની તસવીર અને ભગવાનના રથ સાથે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા.

English summary
139 rath yatra latest update in gujarati. Live update on rathyatra 2016 in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more