ભિલોડા પાસે ગોજારા અકસ્માતમાં 14ના મોત, મોદી જશે મળવા

Posted By:
Subscribe to Oneindia News

ભિલોડા, 25 જાન્યુઆરી: ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા કુંડોલપાલ ગામે શુક્રવારે વહેલી સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે એક જ ગામના 14 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 35 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને મળવા પણ જવાના છે. ઉપરાંત મૃતકોના પરિવારજનોને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.

અત્રે નોંધનીય છે કે કુંડોલપાલ ગામના 35થી પણ વધારે ડામોર જ્ઞાતિના લોકો કોઇ નજીકના સ્વજનનું મૃત્યું થયું હોવાના કારણે લૌકીક ક્રિયા માટે 35થી વધારે લોકો ટ્રેક્ટરમાં બેસીને જઇ રહ્યા હતા. આ ટ્રેક્ટર ગામના સરપંચ ચલાવી રહ્યા હતા. ડ્રાઇવિંગ દરમિયાન ગામથી દૂર એક ઢાળ પર સરપંચે કાબૂ ગૂમાવતા આખુ ટ્રેક્ટર ઢાળમાં ધસી પડ્યું હતું જેમાં સરપંચ સહિત 14 લોકોના મોત નિપજ્યા હતા.

 

ઘટના ઘટતા જ તાત્કાલિક 108ને ફોન કરીને બોલાવી લેવામાં આવી હતી તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઇજા પામેલા લોકોનું મોત નિપજ્યું હતું. બાકીના ઇજાગ્રસ્ત લોકોને હિમ્મતનગર સિવિલ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

નરેન્દ્ર મોદીએ આજે આ ગોજારા અકસ્માત અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શોક વ્યક્ત કર્યો હતો, તેમજ મૃતકોના પરિવારજનોને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમજ તેઓ પોતે મૃતકના પરિવારો અને ઇજાગ્રસ્તોને મળવા જશે.

ભિલોડા પાસે એક્સિડેન્ટમાં 14ના મોત, મોદી જશે મળવા
  

ભિલોડા પાસે એક્સિડેન્ટમાં 14ના મોત, મોદી જશે મળવા

ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા કુંડોલપાલ ગામે શુક્રવારે વહેલી સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે એક જ ગામના 14 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 35 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ભિલોડા પાસે એક્સિડેન્ટમાં 14ના મોત, મોદી જશે મળવા

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને મળવા પણ જવાના છે. ઉપરાંત મૃતકોના પરિવારજનોને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.

 

ભિલોડા પાસે એક્સિડેન્ટમાં 14ના મોત, મોદી જશે મળવા

નરેન્દ્ર મોદીએ આજે આ ગોજારા અકસ્માત અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શોક વ્યક્ત કર્યો હતો, તેમજ મૃતકોના પરિવારજનોને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમજ તેઓ પોતે મૃતકના પરિવારો અને ઇજાગ્રસ્તોને મળવા જશે.

ભિલોડા પાસે એક્સિડેન્ટમાં 14ના મોત, મોદી જશે મળવા

ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા કુંડોલપાલ ગામે શુક્રવારે વહેલી સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે એક જ ગામના 14 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 35 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને મળવા પણ જવાના છે. ઉપરાંત મૃતકોના પરિવારજનોને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.

English summary
Gujarat: 14 died in accident behind Bhiloda in Himmatnagar, Narendra Modi will visit the place.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.