For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજયમાં રૂા.55૦૦ કરોડના ખર્ચે 141 રેલવે ઓવરબ્રીજ બનશે

કેન્‍દ્ર સરકારનો મહત્‍વાકાંક્ષી પ્રોજેકટ દિલ્‍હી-મુંબઇ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર (DMIC) પ્રોજેકટ માટે રાજ્ય સરકાર 53 રેલવે ઓવરબ્રીજ પૈકી 26 આર.ઓ.બી. ગુજરાત સરકાર દ્વારા તથા 27 આર.ઓ.બી. રેલવે વિભાગ દ્વા

|
Google Oneindia Gujarati News

નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે નવી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ગુજરાત આજે માળખાગત સવલતોના નિર્માણ થકી દેશનું ગ્રોથ એન્‍જીન પુરવાર થઇ રહયુ છે ત્‍યારે કેન્‍દ્ર સરકારનો મહત્‍વાકાંક્ષી પ્રોજેકટ દિલ્‍હી-મુંબઇ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર (DMIC) પ્રોજેકટનો 558 કિલોમીટરનો હિસ્‍સો જે ગુજરાતમાંથી પસાર થઇ રહ્યો છે. તેના કામો આગામી 2018 સુધીમાં પૂર્ણ કરાશે. જેનાથી રાજયમાં ઉદ્યોગોનો વ્‍યાપ વધશે અને રોજગારીની વ્‍યાપક તકોનું નિર્માણ થશે.

nitin patel

દિલ્‍હી-મુંબઇ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર (DMIC) પ્રોજેકટ અંગે આજે વધુ વિગતો આપતા નાયબ
મુખ્‍યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજયના વિકાસ માટે મહત્‍વના આ પ્રોજેકટમાં રૂા.55૦૦ કરોડના ખર્ચે 141 રેલવે ઓવરબ્રીજનું નિર્માણ કરાશે. જેમાં કુલ પ્રોજેકટ ખર્ચમાં 50 ટકા હિસ્‍સો રાજય સરકારનો તથા 50 ટકા હિસ્‍સો રેલવે મંત્રાલયનો રહેશે. આ પ્રોજેકટ માટે ગુજરાત સરકાર રૂા.1250 કરોડ અને રેલવે મંત્રાલય રૂા.1250 કરોડ ફાળવશે.

કેન્‍દ્ર સરકારના આ મહત્‍વાકાંક્ષી પ્રોજેકટ કુલ લંબાઇ 1508 કિલોમીટર છે. જે પૈકી ગુજરાતમાંથી 558 કિલોમીટરનો રેલવે માર્ગ પસાર થાય છે. રાજસ્‍થાનથી ગુજરાતમાં પ્રવેશતો આ રેલ માર્ગ રાજ્યના 12 જિલ્લાઓમાંથી પસાર થશે. જેમાં બનાસકાંઠાથી શરૂ થઇ મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વસલાડ જિલ્લામાં થઇને મહારાષ્‍ટ્રમાં પ્રવેશશે.

Read also: રેલવે ટિકટ જોઇએ છે? તો સ્ટેશન નહીં બેંકમાં જાવ!Read also: રેલવે ટિકટ જોઇએ છે? તો સ્ટેશન નહીં બેંકમાં જાવ!

નાયબ મુખ્‍યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, આ રેલવે લાઇન ઉપર આવતા તમામ લેવલ ક્રોસીંગ ઉપર રેલવે ઓવરબ્રીજ તથા રેલવે અંડરબ્રીજ બનાવાશે. જે માટે કુલ-53 ઓવરબ્રીજનું નિર્માણ થશે. તે પૈકી 26 આર.ઓ.બી. ગુજરાત સરકાર દ્વારા અને 27 આર.ઓ.બી. રેલવે મંત્રાલય દ્વારા નિર્માણ કરાશે. હાલ આ 53 આર.ઓ.બી. પૈકી 12
આર.ઓ.બી.ના કામો પ્રગતિ હેઠળ છે. જયારે અન્‍ય 41 કામોના અંદાજ પત્રો ટેન્‍ડર પ્રક્રિયા હેઠળ પ્રગતિમાં છે.

Read also: ગુજરાતમાં બ્રાઉન અને ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ ખોલવા અંગે મળી બેઠક

આ ઉપરાંત ગ્રામ્‍ય કક્ષાએ પણ ખેડૂતો અને લોકોને ટ્રાફ્રિક સમસ્‍યાનો ભોગ ન બનવુ પડે તે માટે પણ 88 જેટલા ક્રોસીંગ ઉપર રૂા.500 કરોડના ખર્ચે અંડરબ્રીજ બનાવવાની કામગીરી પણ રેલવે વિભાગ દ્વાર હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, આ પ્રોજેકટ પૂર્ણ થવાથી રાજયના નાગરિકોનો સમય અને ઇંધણની બચત થશે અને સાથે સાથે ટ્રાફ્રિકનું ભારણ ઘટશે અને નાગરિકોની સલામતીમાં પણ વધારો થશે.

English summary
141 Bridge to be built by Gujarat State And Central Government till 2018.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X