ગુજરાતમાં 146 શત્રુ સંપત્તિ : આ સંપત્તિને વેચવાનો કેન્દ્ર સરકારે લીધો નિર્ણય
દેશમાં વિવિધ જગ્યાએ રહેલી શત્રુ સંપત્તિઓને વેચવાનો નિર્ણય કેન્દ્રિય ગૃહ મંત્રાલયે લીધો છે. જોકે ગુજરાતમાં 146 જેટલી સંપત્તિ હોવાનું અનુમાન છે અને આ સંપત્તિને વેચવાથી એક કરોડ જેટલા રૂપિયા ઉભા થશે તેવો અનુમાન છે. ભારત-પાકિસ્તાન ભાગલા સમયે અને તેનાથી પણ અગાઉના સમયમાં સેંકડો પરિવારો પાકિસ્તાન સ્થળાંતર કરી ગયા હતા. દેશના વિવિધ રાજ્યોમાં આવા પરિવારોની સંપત્તિને દુશ્મન સંપત્તિ કહેવામાં આવે છે. જેની માલિકી ભારત સરકારની છે અને આ સંપત્તિને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તાજેતરમાં દેશના વિવિધ રાજ્યોમાં દુશ્મનની સંપત્તિના વેચાણ અંગે સંકેત આપ્યા છે.
ગુજરાતના ઓટોમોબાઈલ હબ ગણાતા રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 94, અમદાવાદમાં 18, પંચમહાલમાં 14, જૂનાગઢમાં 15 અને કચ્છમાં પાંચ છે. શહેરોની વાત કરીએ તો, રાજકોટના ઉપલેટા અને જેતપુરમાં 42-42, ગોધરામાં 14, અમદાવાદમાં 11, જૂનાગઢમાં આઠ, માંડવીમાં ચાર, વંથલીમાં ચાર, વેરાવળમાં ત્રણ, પાધરીમાં ચાર, ધોરાજીમાં ચાર ગોંડલના હડમટલા ખાતે ત્રણ, કોટડાના સાંગાણી ખાતે એક શત્રુ સંપત્તિ છે. આ સંપત્તિ વેચીને એક હજાર કરોડ રૂપિયા ઉભા કરી શકાય છે.
ગુજરાતમાં 11 બાંગ્લાદેશીઓની અટકાયત
અહેવાલ મુજબ ગુજરાતના અમદાવાદમાં વસવાટ કરી રહેલા 11 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) એ જણાવ્યું કે તેમને ઇશનપુરના ચાંડોલા તળાવ નજીક એક કોલોનીમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા છે. એસઓસીના મદદનીશ પોલીસ કમિશનર બી.સી. સોલંકીએ કહ્યું કે, પોલીસ હવે તેઓને બાંગ્લાદેશ દેશનિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરશે. તેમણે કહ્યું કે 11 બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે રહેતા હતા અને અહીં કામ કરી રહ્યા હતા. અટકાયત કરાયેલા લોકો ભારતીય નાગરિક હોવાના કોઈ દસ્તાવેજો આપી શક્યા નથી. પોલીસ પણ તપાસ કરી રહી છે કે તેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે કે નહીં