For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ: દરિયાપુર વિસ્તારમાંથી મળ્યા 15 દેશી બોમ્બ

ચૂંટણીની તૈયારીઓ અને રાજ્યમાં પીએમ મોદીના આગમન વચ્ચે અમદાવાદના દરિયાપુરમાંથી મળ્યા દેશી બોમ્બ. શંકાસ્પદ મહિલાની પોલીસે કરી ધરપકડ. આ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં એક બાજુ ચૂંટણીના પડઘમ અને બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત વચ્ચે અમદાવાદના સંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાંથી 15 દેશી બોમ્બ મળી આવતાં ચકચાર ઊભો થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, દરિયાપુરમાં તંબૂ ચોકી પાસેના કચરામાં 15 દેશી ડબ્બા બોમ્બ મળી આવ્યા હતા. એફએલએલ એ તેની તપાસ કરતાં તેમાં રહેલ વિસ્ફોટક સામગ્રીની માત્રાને આધારે બોમ્બ હાનિકારક હોવાનું જણાવ્યું હતું.

ahmedabad

આ દેશી બોમ્બ મૂકી જનાર મહિલા અને તેના પુત્રને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધી કાઢ્યા હતા. બોમ્બ મૂકનાર મહિલાનું નામ કમળાબહેન નાગર છે, જેની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેણે બોમ્બ વર્ષ 2002 પછી બનાવ્યા હતા. દીવાળીની સાફસફાઇ દરમિયાન આ બોમ્બ મળતાં તેનો આ રીતે નિકાલ કર્યો હતો. પોલીસને મળી આવેલ સીસીટીવી ફૂટેજમાં સવારે 5.24 કલાકે કમળાબહેન આ બોમ્બ નાંખતા નજરે પડે છે.

English summary
Ahmedabad: 15 deshi bomb found from Dariyapur. Police has arrested suspected woman. Read more details here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X