
15 June Covid Update : ગુજરાત અને ભારતમાં કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો
15 June Covid Update : ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 165 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 77 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 92, વડોદરામાં 21 કેસ, સુરતમાં 12 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, ભાવનગરમાં 6 કેસ અને જામનગરમાં 5 કેસ નોંધાયા હતા.
આ સાથે મહેસાણા, નવસારી અને વલસાડમાં 3-3 કેસ નોંધાયા હતા. અમરેલી, આણંદ, ભરૂચ અને કચ્છમાં 2-2 કેસ નોંધાયા હતા. તેમજ બનાસકાંઠામાં કોરોના સંક્રમણનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,945 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,14,663 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 920 થઇ છે. જે તમામની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 99.03 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 43,539 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,05,90,448 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

15 June ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 90 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે શહેરી વિસ્તારમાં 44 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 2 રિકવરી નોંધાઇ છે. જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 4907 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 772 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

15 June ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે શહેરી વિસ્તારમાં 5રિકવરી નોંધાઇ છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 2 રિકવરી નોંધાઇ છે. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં1141 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1236 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

15 June ની ભારત કોરોના અપડેટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, બુધવારના રોજ સવારે 8 કલાકે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના સંક્રમણના 8,822નવા પોઝિટિવ કેસ અને 15 મૃત્યુ નોંધાયા છે. કોરોના સંક્રમણના પોઝિટિવના કેસની સંખ્યા મંગળવારના રોજ નોંધાયેલી સંખ્યા કરતાં2,228 વધારે છે.
દિલ્હીમાં કોવિડના કેસ ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે, મંગળવારના રોજ 1,118 કેસ નોંધાયા છે. કેસની સંખ્યા 10 મે પછી સૌથી વધુછે.
દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન મુજબ, સંક્રમણને કારણે બે લોકોના મોત થયા છે. જોકે, સકારાત્મકતા દરસોમવારે 7.06 ટકા થી ઘટીને મંગળવારે 6.50 ટકા થઈ ગયો હતો. કારણ કે, એક દિવસમાં હાથ ધરવામાં આવેલા પરીક્ષણોની સંખ્યા8,700 થી વધીને 17,000 થી વધુ થઈ ગઈ હતી.
આ દરમિયાન મુંબઈમાં મંગળવારના રોજ 1,724 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે, જે સોમવારની સરખામણીમાં 600 થી વધુનો વધારો છે,અને કોરોના સંક્રમણને કારણે બે મૃત્યુ થયા છે, એમ સિવિક બુલેટિનમાં જણાવાયું છે.
આ સાથે, મુંબઈમાં સંક્રમણનો આંકડો વધીને10,83,589 અને કોવિડ-19થી મૃત્યુઆંક 19,575 પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં મંગળવારના રોજ કોરોનાવાયરસના BA.5 પ્રકારના વધુબે કેસ નોંધાયા છે, રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
ચીને કોવિડ-19 રોગચાળાને કારણે બેઇજિંગ દ્વારા લાદવામાં આવેલા કડક વિઝા પ્રતિબંધોને પગલે બે વર્ષથી ભારતમાં ફસાયેલા ભારતીયવ્યાવસાયિકો અને તેમના પરિવારોને વિઝા આપવાની યોજના જાહેર કરી છે.
ચીનની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા હજારો ભારતીયવિદ્યાર્થીઓની વિનંતીઓ પર પણ પ્રક્રિયા કરી રહ્યું છે, જેમણે તેમની કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફરીથી જોડાવાની તેમની રુચિ દર્શાવી છે.