
16 June Covid Update : ગુજરાત અને ભારતમાં ડરાવી રહ્યા છે કોરોના સંક્રમણના આંકડા
16 June Covid Update : ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 184 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 112 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. આ સાથે કોરોના સંક્રમણના કારણે 1 મોત નોંધાયું છે. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 94, વડોદરામાં 18 કેસ, સુરતમાં 20 કેસ, રાજકોટમાં 13 કેસ, ગાંધીનગરમાં 10 કેસ અને જામનગરમાં 5 કેસ નોંધાયા છે. આ સાથે કચ્છ અને વલસાડમાં 4-4 કેસ નોંધાયા હતા. ભરૂચ, આણંદ, ગીર સોમનાથ, ખેડા, મોરબી અને નવસારીમાં 2-2 કેસ નોંધાયા હતા. આ સાથે ભાવનગર, મહેસાણા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા હતા.

કુલ 11,06,33,665 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,946 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,14,775 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા991 થઇ છે. જેમાંથી 1ની હાલત ગંભીર છે, જ્યારે 990ની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 99.03 ટકા છે.
આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 43,217 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,06,33,665 કોરોના વેક્સિનનાડોઝ આપવામાં આવ્યા છે.

16 June ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 91 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 3 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે શહેરી વિસ્તારમાં 48 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 2 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 4352 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 1124 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

16 June ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 10 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 3 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેરી વિસ્તારમાં 7રિકવરી નોંધાઇ છે.
આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 1 રિકવરી નોંધાઇ છે. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં938 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1558 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

16 June ની ભારત કોરોના અપડેટ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણ 12,213 નવા કોવિડ કેસ ઉમેરાયા છે, જે બુધવારના રોજ નોંધાયેલા 8,822 કેસોથી 38.4 ટકાવધ્યા છે.
ફેબ્રુઆરી પછી આ પ્રથમ વખત છે, જ્યારે એક દિવસમાં કોરોના સંક્રમણના કેસનો આંક 10,000ને વટાવી ગયો છે.ભારતમાં સક્રિય કોવિડ 19 કેસલોડ હાલમાં 53,637 છે. એ કુલ કોરોના સંક્રમણના 0.13 ટકા હિસ્સો છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લા 24 કલાકમાં 7,624 રિકવરી સાથે કુલ રિકવરી 4,26,74,712 પર પહોંચી ગઈ છે.ડેઇલી પોઝિટિવિટી રેટ 2.35 ટકા છે, જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 2.38 ટકા છે.
રાષ્ટ્રીય રિકવરી રેટ 98.65 ટકા હતો. સમગ્ર ભારતમાંસંચિત કોવિડ રસીના ડોઝની સંખ્યા 195.67 કરોડને વટાવી ગઈ છે.