For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદ

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્ય સમાચારો પર ફેરવો ફટાફટ નજર. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ધટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. તસ્વીરો સાથે જુઓ ગુજરાતના તમામ મહત્વના સમાચાર ફાસ્ટ ફાસ્ટ.

મુખ્ય સમાચારોને તસ્વીરમાં જોવા કરો અહીં ક્લીક...

ઉત્તર ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદ

ઉત્તર ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદ

ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર પલટાયેલા વાતાવરણના કારણે કમોસમી વરસાદ સાથે કરા પડ્યા. હિંમતનગર, સાબરકાંઠા, અરવલ્લી ખાતે ગાજવીજ સાથે કરા પડતા રાયડાના પાકને ભારે નુકશાન થયું. પાટણ અને સાંતલપુર જિલ્લામાં પણ વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુક્શાન થયું છે.

પ્રખર ગાંધીવાદી નારાયણભાઇનું અવસાન

પ્રખર ગાંધીવાદી નારાયણભાઇનું અવસાન

ગાંધીજીના સેવક અને માનસપુત્ર સમાન મહાદેવભાઇ દેસાઇના પુત્ર અને પ્રખર ગાંધીવાદી એવા નારાયણભાઇ દેસાઇનું રવિવારે અવસાન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ક્રોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી તેમને શોકજંલી અર્પી. ગાંધીઓવારે ખાતે તેમનો અંતિમ સંસ્કાર ગાર્ડ ઓફ ઓનર અને રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યો.

ખરજ ઉત્સવની ઉજવણી

ખરજ ઉત્સવની ઉજવણી

અમદાવાદમાં રાજસ્થાનની ભવરી કોમની સ્ત્રીઓએ ગંગાજળથી ભરેલા માટલા માથે ઉપાડી કરજ ઉત્સવ ઉજવ્યો. આ ઉત્સવમાં પુરુષો તીર અને કમાન લઇને સ્ત્રીઓના માટલાની રક્ષા કરે છે.

કમોસમી વરસાદ બાદ શાકભાજીના ભાવ આસમાને

કમોસમી વરસાદ બાદ શાકભાજીના ભાવ આસમાને

કમોસમી વરસાદના પગલે શાકભાજી થઇ મોંધી દાટ. લીબું, મરચાં, આદુ, કારેલા, ચોળી, પરવળના કિલોના ભાવે 100 રૂપિયાનો આંકડો વટાવ્યો.

10 હજાર કેસર કેરીના આંબા કપાયા

10 હજાર કેસર કેરીના આંબા કપાયા

છેલ્લા પાંચ વર્ષથી અનુકૂળ આબોહવા ના હોવાથી કેસર કેરીના ખેડૂતો કરજદાર બન્યા છે. જેના પગલે તલાલા પંથકના ગીર, વીરપુર, આંકોલવાડીના કેરીના ખેડૂતોએ કેસર કેરીના 10 હજારથી વધુ આંબાના ઝાડ કાપી નાંખ્યા છે.

સેલવાસમાં 7 બારગર્લ્સ સાથે 10 યુવકો ઝડપાયા

સેલવાસમાં 7 બારગર્લ્સ સાથે 10 યુવકો ઝડપાયા

સેલવાસ પોલિસે બાતમીના આધારે કૌચાગામે છાપો મારી ડાન્સ બાર અને હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટમાં સંડોવાયેલી 7 બાર ગર્લ્સ, 2 દલાલ અને 10 યુવકોને રંગે હાથે ઝડપી લીધા છે.

English summary
16 March Read today top news of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X