
17 June Covid Update : ગુજરાત અને ભારતમાં કોરોના સંક્રમણમાં ભયાનક વધારો
17 June Covid Update : ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 228 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 117 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 116, વડોદરામાં 30 કેસ, સુરતમાં 26 કેસ, રાજકોટમાં 12 કેસ, ગાંધીનગરમાં 8 કેસ અને જામનગરમાં 8 કેસ, નવસારીમાં 5 કેસ, ભરૂચમાં 4 કેસ નોંધાયા છે. આ સાથે આણંદ, મહેસાણા અને વલસાડમાં 3-3 કેસ નોંધાયા હતા.
અમરેલી, કચ્છ અને મોરબીમાં 2-2 કેસ નોંધાયા હતા. આ સાથે ભાવનગર, પંચમહાલ, પાટણ, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો હતો. કુલ 11,07,19,403 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,946 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,14,892 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1102 થઇ છે. જેમાંથી 3 ની હાલત ગંભીર છે, જ્યારે 1099 ની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 99.02 ટકા છે.
આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 85,738 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,07,19,403 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

17 June ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 114 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથે શહેરી વિસ્તારમાં 62 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 3 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 5825 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 2271 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

17 June ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 12 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે શહેરીવિસ્તારમાં 3 રિકવરી નોંધાઇ છે.
આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટશહેરી વિસ્તારમાં 2291 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 2508 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

17 June ની ભારત કોરોના અપડેટ
ભારતમાં છેલ્લા શુક્રવારના રોજ 24 કલાકમાં કોરોના સંક્રમણના 12,847 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી દેશની કોવિડ-19 નીસંખ્યા 4,32,70,577 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં સક્રિય કોવિડ19 કેસલોડ હાલમાં 63,063 છે.
શુક્રવારના રોજ 14 નવા કોવિડ સંબંધિત મોત નોંધાયા હતા. દેશમાં મૃત્યુની કુલ સંખ્યા વધીને 5,24,817 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં7,985 રિકવરી સાથે, કુલ રિકવરી 4,26,82,697 પર પહોંચી ગઈ છે.
ડેઇલી પોઝિટિવિટી રેટ 2.35 ટકા છે, જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 2.38 ટકા છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 98.65 ટકા હતો. સમગ્ર ભારતમાંસંચિત કોવિડ રસીના ડોઝની સંખ્યા 195.67 કરોડને વટાવી ગઈ છે.