For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક રાતમાં 23 બકરાનો દિપડાએ કર્યો શિકાર

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્ય સમાચારો પર ફેરવો ફટાફટ નજર. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ધટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. તસ્વીરો સાથે જુઓ ગુજરાતના તમામ મહત્વના સમાચાર ફાસ્ટ ફાસ્ટ.

મુખ્ય સમાચારોને તસ્વીરમાં જોવા કરો અહીં ક્લીક...

એક રાતમાં 23 બકરાનો દિપડાએ કર્યો શિકાર

એક રાતમાં 23 બકરાનો દિપડાએ કર્યો શિકાર

વલસાડ તાલુકાના ચીખલા ગામમાં એક રાતમાં પશુપાલકના 23 બકરાનો શિકાર કરી દિપડાએ ચકચાર મચાવી દીધો. છેલ્લા 15 દિવસમાં વનવિભાગે બે દિપડા પાંજરામાં પૂર્યા બાદ પણ મોતનું આ તાંડવ ચાલુ રહેતા તંત્ર સાબદુ થયું છે.

પાંચ મિનિટમાં 3 કરોડના હિરાની ચોરી

પાંચ મિનિટમાં 3 કરોડના હિરાની ચોરી

સુરતના એસ.આર.કે ગ્રુપમાં ત્રણ વર્ષથી નોકરી કરતા યુવાન, સાગર કપૂરિયાએ 2500 કેરેટના રફ હીરા લઇને ભાગી છૂટતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો. આ હીરાની બજાર કિંમત 2 કરોડથી વધુ છે. ત્યારે આ અંગે માહિતી આપનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ખંડણીખોર વિશાલ ગોસ્વામીને પકડવા 10 લાખનું ઇનામ

ખંડણીખોર વિશાલ ગોસ્વામીને પકડવા 10 લાખનું ઇનામ

વિશાલ ગોસ્વામી અને તેની ગેંગે અત્યાર સુધીમાં ખંડણીના નામે લાખો રૂપિયા ઉપજાવ્યા છે અને લગભગ 30 જેટલા મર્ડર કર્યા છે આવા કુખ્યાત હત્યારાને પકડવા માટે પોલિસે હવે લોકોની સહાય માંગી છે અને તેની માહિતી આપનારને 10 લાખનું ઇનામ આપવાની અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે જાહેરાત કરી છે.

10 કોથળા ભરી પકડાયું પરીક્ષાચોરીનું સાહિત્ય

10 કોથળા ભરી પકડાયું પરીક્ષાચોરીનું સાહિત્ય

ધો. 10 અને ધો 12ની પરીક્ષા દરમિયાન તાલાલામાં ગીર સોમનાથ જિલ્લાનાં શિક્ષણાઅધિકારીની ટીમ અચનાક ત્રાટકતા 10 કોથળા ભરીને પરીક્ષાચોરીનું સાહિત્ય પકડાયું.

ત્રણ વર્ષેમાં અમદાવાદમાં 955 લોકોએ કર્યો આપઘાત

ત્રણ વર્ષેમાં અમદાવાદમાં 955 લોકોએ કર્યો આપઘાત

અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં આપઘાતની ધટનામાં ધરખમ વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં સાબરમતી નદી, કેનાલ અને કાંકરિયા જેવા તળાવમાં પાણીમાં ડૂબીને લગભગ 955 લોકોએ આપધાત કર્યો છે. જેમાં 621 પુરુષો, 121 મહિલાઓ અને 56 બાળકોનો સમાવેશ થાય છે.

English summary
17 March Read today top news of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X