For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદના ૧૮૦૦ મતદાન મથક સંવેદનશીલ

|
Google Oneindia Gujarati News

evm
અમદાવાદ, 09 ઑક્ટોબરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં બે તબક્કામાં યોજાનાર છે. ત્યારે તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. અમદાવાદ શહેરમાં એવા કેટલા મતદાન મથક છે કે જે સંવેદનશીલ છે તે અંગેની માહિતી પોલીસ દ્વારા એકઠી કરવામાં આવી રહી છે. જેમાં જાણવા મળ્યું છે કે અમદાવાદના 3600 બુથ પૈકી 1800 બુથ એવા છે જે સંવેદનશીલ હોવાનું પોલીસે નોંધી આ માહિતી જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલી આપી છે.

પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોની માહિતી એકઠી કરી અત્યારથી જ ત્યાં ખાસ પ્રકારની તકેદારી રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી ચૂંટણી વખતે મતદાન પ્રક્રિયા દરમિયાન કોઇ અણછાજતો બનાવ બનવા ના પામે. બે મહિનાથી પોલીસ વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરી રહી છે અને અમદાવાદના તમામ બુથોની સમીક્ષા કરવામાં આવી છે.

આ કામગીરી દરમિયાન 2007 અને 2009માં જે બુથોને સવંદેનશીલ જાહેર કરવામાં આવ્યાં હતા તેમનો તથા 2008માં જાહેર થયેલા નવા સીમાંકન પ્રમાણેના બુથોની અભ્યાસ કરવામાં આવ્યો હતો અને યોગ્ય ચકાસણી હાથ ધરીને મતદાન બુથોની સમીક્ષા કરવામાં આવી હતી.

English summary
Ahmedabad police given information to district election officer that 1800 polling booth are sensitive in ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X