For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દારૂ પીને 40 બકરા થયા ટલ્લી

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્ય સમાચારો પર ફેરવો ફટાફટ નજર. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ધટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. તસ્વીરો સાથે જુઓ ગુજરાતના તમામ મહત્વના સમાચાર ફાસ્ટ ફાસ્ટ.

મુખ્ય સમાચારોને તસ્વીરમાં જોવા કરો અહીં ક્લીક...

દારૂ પીને 40 બકરા થયા ટલ્લી

દારૂ પીને 40 બકરા થયા ટલ્લી

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં ભારે રમૂજ ધટના બની. મંગળવારે ખેરાલુ પોલિસે પકડાયેલા દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેને નષ્ટ કર્યો. જો કે આ દારૂ લગભગ 40 જેવા બકરા પી ગયા અને ટલ્લી થઇ ટપોટપ પડી ગયા. જો કે સારા સમાચાર એ છે કે તમામ બકારાઓ બચી ગયા છે.

દારૂ ભરેલો ટ્રક પકડાયો

દારૂ ભરેલો ટ્રક પકડાયો

સાબરકાંઠામાંથી પકડાયો દારૂનો જથ્થો. પ્રાંતિજ ટોલનાકા પર દારૂનો મોટો જથ્થો લઇ જતી ટ્રક પકડાઇ. આ દારૂની કિંમત આંદાજે 51 લાખથી પણ વધારે છે. ત્યારે મામલે પોલિસે ત્રણની ધરપકડ કરી છે અને એક આરોપી ફરાર છે.

વાનરોનો ત્રાસ, પાંચ લોકોને ભર્યા બટકા

વાનરોનો ત્રાસ, પાંચ લોકોને ભર્યા બટકા

વિદ્યાનગરમાં વાનરોની ટોળીએ હાહાકાર મચાવ્યો છે. અહીંની ભાઇકાકા ચોકડીના રહેવાશીઓને વાંદરાઓના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે. અત્યાર સુધીમાં વાનર ટોળીએ પાંચ લોકોને બટકા ભર્યા છે. ત્યારે વનવિભાગે હડકાયા વાંદરાઓને પકડવા અહીં પાંજરા મૂક્યા છે.

કેરીનો 70 ટકા પાક નિષ્ફળ

કેરીનો 70 ટકા પાક નિષ્ફળ

કેરીનો ગઢ મનાતા આણંદ જિલ્લામાં છેલ્લા થોડા સમયમાં બે વાર માવઠાનો વરસાદ પડતા 70 ટકા પાકનું નુક્શાન થયું છે. અને પાકમાં રોગ થવાની પણ ભિતી સેવાઇ રહી છે.

સોનાના વેપારી સાથે ઠગાઇ કરતી ગેંગ પકડાઇ

સોનાના વેપારી સાથે ઠગાઇ કરતી ગેંગ પકડાઇ

આંતરરાજ્ય ગેંગને પકડવામાં પોલિસને મળી સફળતા. ગુજરાત અને મધ્યપ્રદેશના 19 થી વધુ સોનાના વેપારી સાથે ઠગાઇ કરી 35 લાખની કિંમતના ધરેણાં ઠગનાર 3 આરોપીને પોલિસે પકડ્યા છે. પોલિસ આ ગેંગના વધુ સાગરિતોની ભાળ હાલ મેળવી રહી છે.

English summary
19 March Read today top news of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X