ગુજરાતમાં 2 વવાઝોડાંનો ખતરો, હવામાન ખાતાએ એડવાઈઝરી બહાર પાડી
ગાંધીનગરઃ પછલા અઠવાડિયે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં આવેલા ચક્રવાતી તોફાન અમ્ફાને તબાહી મચાવી હતી, આ તોફાનના કારણે પશ્ચિમ બંગાળમાં 85 લોકોના મોત થયાં હતાં અને કરોડોનું આર્થિક નુકસાન પણ થયું હતું, બંગાળના સીએમ મમતા બેનરજીએ કહ્યું હતું કે આ કોરોનાથી પણ ખતરનાક તોફાન હતું, જેણે રાજ્યને ઘણું નુકસાન પહોંચાડ્યું છે, આ તબાહીથી હજી દેશ ઉભરી નથી આવ્યો કે વધુ બે ચક્રવાતી તોફાનનો ખતરો ગુજરાત પર મંડરાતો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં ભારે વરસાદની આશંકા
જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે જાણખરી આપી છે કે અરબી સાગરમાં સક્રિય સાઈક્લોનિક સિસ્ટમ ત્રણ દિવસ બાદ ચક્રવાતમાં તબદીલ થાય તેવી સંભાવના છે, ખાસ વાત એ છે કે બે દિવસ પહેલા એક ખાનગી એજન્સીએ ચક્રવાતની સંભાવના જતાવી હતી, પરંતુ હવામાન વિભાગ તરફથી આ વિશે કંઈ કહેવામાં આવ્યું નહોતું પરંતુ આ વખતે હવામાન વિભાગે જણાવ્યું કે અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ વેસ્ટ સેંટ્રલ અને સાઉથ વેસ્ટ પર બની રહી છે જે 29 મેના રોજ સિસ્ટમથી લો પરેશર પેદા થશે અને તેના 48 કલાક બાદ ડિપ્રેશનમાં બદલી શકે છે અને ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે અને જો આવું થયું તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આશંકા છે.

ચક્રવાતને લઈ એડવાઈઝરી બહાર પાડી
ચક્રવાતને ધ્યાનમાં રાખી હવામાન વિભાગ તરફથી 5 દિવસની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમા તેજ હવાઓ સાથે તેજ વરસાદની સંભાવના છે માટે લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે, ઈએમડીએ આજથી લઈ આગલા પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

એક નહિ, બે તોફાનનો ખતરો
ભારતીય હવામાન ખાતાએ કહ્યું કે ગુજરાત પર એક નહિ બે તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે, વિભાગ મુજબ પહેલું તોફાન 1-3 જૂન વચ્ચે આવે તો તેની ગતિ 110 કિમી પ્રતિ કલાકની આસપાસ હશે જે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકો અને ભાવનગર જિલ્લાને પ્રભાવિત કરશે, જ્યારે 6 જૂને આવનાર તફાન ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોને પ્રભાવિત કરશે, પરંતુ તાજા અપડેટમાં કહેવામાં આવ્યું છે કે આ તોફાન મુંબઈને વધુ અસર નહિ પહોંચાડે પરંતુ રાજ્યના કેટલાય જિલ્લામાં વરસાદ થઈ શકે છે.

શા માટે આવે છે ચક્રવાત? જાણો
પૃથ્વીના વાયુમંડળમાં હવા હોય છે, સમુદ્રની ઉપર પણ જમીનની જેમ જ હવા હોય છે, હવા હંમેશા ઉચ્ચ દબાણથી નિમ્ન દબાણ વાળા ક્ષેત્ર તરફ ફુંકાતી હોય છે. જ્યારે હવા ગરમ થઈ જાય છે તો તે હળવી થઈ જાય છે અને ઉપર ઉઠવા લાગે છે, જ્યારે સમુદ્રમાં પાણી ગરમ હોય છે તો તેની ઉપર રહેલી હવા પણ ગરમ થઈ જાય છે અને ઉપર ઉઠવા લાગે છે. જેથી આ જગ્યાએ નિમ્ન દબાણનું ક્ષેત્ર બનવા લાગે છે, આસપાસ રહેલી ઠંડી હવા આ નિમ્ન દબાણ વાળા ક્ષેત્રને તરફ આગળ વધવા લાગે છે. પરંતુ પૃથ્વી પોતાની ધરી પર ભમરડાની જેમ ગોળ ફરે છે, આ કારણે હવા સીધી દિશામાં જવાને બદલે ગરીયાની જેમ ગોળ ફરવા લાગે છે અને ચક્કર લગાવતાં લગાવતાં તે જગ્યા તરફ આગળ વધે છે, આને જ ચક્રવાત કહેવાય છે.
ખરાબ મોસમને પગલે નાસાએ SpaceX અંતરિક્ષ મિશન ટળ્યું, 30મીએ ફરીથી કોશિશ શરૂ થશે