For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્ય સમાચારો પર ફેરવો ફટાફટ નજર. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ધટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. તસ્વીરો સાથે જુઓ ગુજરાતના તમામ મહત્વના સમાચાર ફાસ્ટ ફાસ્ટ.

મુખ્ય સમાચારોને તસ્વીરમાં જોવા કરો અહીં ક્લીક...

સુરતનો હીરા ચોર પોલિસના શંકજામાં

સુરતનો હીરા ચોર પોલિસના શંકજામાં

સુરતમાં શ્રીરામકૃષ્ણ એક્ષ્પોર્ટમાં કરોડોના હીરા ચોરવનાર સાગરને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. જામનગરના સનાળા ગામમાંથી સાગર અને તેના મિત્ર હર્ષદને પકડી પોલિસે હિરા બરામત કર્યા છે. કુલ 6 મિત્રોએ મળીને ચોરીની આ ધટનાને અંજામ આપ્યો હતો. ત્યારે પોલિસે આ બન્ને આરોપીઓને સાત દિવસના રિમાન્ડ પર લઇ વધુ તપાસ આદરી છે.

ઉત્તર ગુજરાતમાં ધરા ધ્રુજી

ઉત્તર ગુજરાતમાં ધરા ધ્રુજી

ઉત્તર ગુજરાત, સાબરકાંઠામાં હિંમતનગર અને ઇડર સહિત કેટલાક શહેરોમાં ભરબપોરે ભૂકંપનો આંચકો અનુભવાતા દોડધામ મચી ગઇ હતી. 3.9ની તીવ્રતાના આંચકાએ લોકોમાં ખળભળાટ મચાવી દીધો હતો. જો કે હળવો આંચકો હોઇ કોઇ જાન કે માલ હાનિ થઇ નથી.

મને પણ ભણવું છે

મને પણ ભણવું છે

ગુજરાત હાઇકોર્ટે ખાનગી શાળાઓ પર લાલ આંખ કરી છે. રાઇટ ટૂ એક્ટ કાયદો હોવા છતાં ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં નથી આવતો. જેના પગલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરતા કાર્ટે શાળાઓ પાસેથી આંકડા મંગાવ્યા છે અને ગેરરિતિ કરતી શાળાઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી

વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી

મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદક સંધના એક્સ ચેરમેન વિપુલ ચૌધરીની મુશ્કેલીઓ વધી. ચેરમેન પદેથી ભષ્ટ્રાચાર મામલે પદભષ્ટ્ર કરાયા બાદ તેમને ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પણ હાઇકોર્ટે પણ વિપુલ ચૌધરીની પિટિશન ફગાવી દીધી છે.

ક્રિકેટ સટ્ટોડિયાનું 800 કરોડનું કૌભાંડ પકડાયું

ક્રિકેટ સટ્ટોડિયાનું 800 કરોડનું કૌભાંડ પકડાયું

વડોદરાના સિકંદરપુરા વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસમાં એન્ફોર્સમેન્ટ ટીમે દરોડો પાડતા ટોમી પટેલ અને કિરણ પટેલ નામના બે સટ્ટોડિયા અને તેમના બાર જેટલા સાથીદારો પોલિસના હાથે લાગ્યા છે. અધિકારીઓએ ત્યાં પડેલા લેપટોપ અને ફોન પણ જપ્ત કર્યા છે જે મુજબ વર્લ્ડ કપની અત્યાર સુધીની 44 જેટલી મેચામાં આ લોકોએ લગભગ 800 કરોડનો સટ્ટો રમ્યો હોય તેવું જાણવા મળ્યું છે.

English summary
20 March Read today top news of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X