For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટેચ્યૂ ઑફ યુનિટી સાથે જોડાયેલ 20 રસપ્રદ તથ્યો જાણો

સ્ટેચ્યૂ ઑફ યુનિટી સાથે જોડાયેલ 20 ખાસ વાતો જાણો

|
Google Oneindia Gujarati News

સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું એમની જન્મ જયંતિ (31 ઓક્ટોબરે) ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આ પ્રતિમાનું લોકાર્પણ થશે. આ દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ છે અને તે અમેરિકાની સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીથી બે ગણી વડી છે. એવામાં આ મૂર્તિ સાથે જોડાયેલ 20 ખાસ વાતો વિશે જાણો.

પ્રતિમાની ઉંચાઈ

પ્રતિમાની ઉંચાઈ

આ પ્રતિમા ગુજરાતમાં નર્મદા નદીના તટ પર સરદાર સરોવરથી 3.5 કિમીની દૂરી પર સ્થિત છે. આ મૂર્તિની લંબાઈ 182 મીટર છે અને આ મૂર્તિ સાત કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે.

કઈ રીતે નિર્માણ થયું

કઈ રીતે નિર્માણ થયું

સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું કુલ વજન 1700 ટન છે. સ્ટેચ્યૂના પગની ઉંચાઈ 80 ફીટ, હાથની ઉંચાઈ 70 ફીટ, ખભાની ઉંચાઈ 140 ફીટ અને ચહેરાની ઉંચાઈ 70 ફીટ છે. આ મૂર્તિનું નિર્માણ રામ વી. સુતારની દેખરેખમાં થયું છે. હવે સુતાર શિવાજીની મૂર્તિની ડિઝાઈન કરી રહ્યા છે.

કેટલો ખર્ચ થયો

કેટલો ખર્ચ થયો

સરદાર પટેલની આ મૂર્તિ બનાવવામાં લગભગ 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ સ્મારકની આધારશિલા 31 ઓક્ટોબર 2013ના રોજ પટેલની 138મી વર્ષગાંઠના મોકે રાખવામાં આવી હતી, જ્યારે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. આના માટે ભાજપે દેશભરમાંથી લોખંડ એકઠું કરવાનું અભિયાન ચલાવ્યું હતું.

ચાર તબક્કામાં પ્રતિમા બની

ચાર તબક્કામાં પ્રતિમા બની

એન્જિનિયર્સે આ મૂર્તિના કન્સ્ટ્રક્શનને ચાર તબક્કામાં પૂર્ણ કરી. જે આ પ્રકારે છે:- 1) મૉક-અપ, 2) 3ડી, 3) સ્કેનિંગ ટેક્નિક, 4) કમ્પ્યૂટર ન્યૂમેરિકલ કન્ટ્રોલ પ્રોડક્શન ટેક્નિક. ઉપરાંત મૂર્તિના નીચેના ભાગને ઉપરની ભાગની સરખામણીએ થોડો પાતળો રાખ્યો છે. મૂર્તિના નિર્માણમાં મોટો પડકાર તેને ભૂકંપ અને અન્ય કુદરતી આફતોથી બચાવવાનો હતો.

ચીની કર્મચારીઓ પણ પ્રોજેક્ટ જોડે જોડાયા હતા

ચીની કર્મચારીઓ પણ પ્રોજેક્ટ જોડે જોડાયા હતા

જણાવી દઈએ કે, આ સ્ટેચ્યૂ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનની વચ્ચે પણ સ્થિર ઉભું રહેશે. જે 6.5 તીવ્રતાના ભૂકંપને પણ સહન કરી શકે છે. આ મૂર્તિના નિર્માણમાં ભારતીય મજૂરોની સાથે 200 ચીનના કર્મચારીઓએ પણ કામ કર્યું હતું. આ લોકોએ સપ્ટેમ્બર 2017થી જ બે-ત્રણ મહિના સુધી વિવિધ બેંચોમાં કામ કર્યું.

કઈ કંપનીને ઠેકો આપ્યો

કઈ કંપનીને ઠેકો આપ્યો

મૂર્તિના નિર્માણ માટે કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ ઓક્ટોબર 2014 મેંલાર્સન એન્ડ ટૂબ્રો કંપનીને ઠેકો આપ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આના નિર્માણમાં લગભગ 3000 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. જણાવી દઈએ કે, સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ઉપર જવા માટે લિફ્ટ લગાવવામાં આશે.

કઈ ધાતુનો ઉપયોગ થયો

કઈ ધાતુનો ઉપયોગ થયો

5700 મેટ્રિક ટન સ્ટ્ર્ક્ચરલ સ્ટીલ અને 18500 મેટ્રિક ટન રિફાઈનફોર્સમેન્ટ બાર્સથી બનેલ આ મૂ્તિમાં લેઝર લાઈટિંગ લગાવવામાં આવશે, જે હંમેશા ઝગમારા મારતી રહેશે. આ મૂર્તિ સુધી તમને હોડી દ્વારા પહોંચાડવામાં આવશે. જેની મુલાકાત લેવા માટે 500 રૂપિયા ફી ચૂકવવી પડશે.

લાંબો સમય નહિ રહી શકે નંબર 1

લાંબો સમય નહિ રહી શકે નંબર 1

પરંતુ કેટલાક વર્ષો સુધી આ સ્ટેચ્યૂ પહેલા નંબર પર રહેશે. જે બાદ ગુજરાતમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી પણ મોટું છત્રપતિ શિવાજીનું સ્ટેચ્યૂ મુંબઈમાં અરબ સાગરમાં બનાવવામાં આવશે. જે દુનિયાનું સૌથી મોટુ્ં સ્ટેચ્યૂ કહેવાશે. રિપોર્ટ્સ મુજબ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ઉંચાઈ 182 મીટર છે જ્યારે શઇવાજીના સ્ટેચ્યૂની ઉંચાઈ 212 મીટર હશે. જે સરદારની વિશાળ મૂર્તિથી પણ વધુ હશે.

4 ધાતુનો ઉપયોગ થયો

4 ધાતુનો ઉપયોગ થયો

સરદાર વલ્લભભાઈ પટેલની આ મૂર્તિમાં 4 ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં વર્ષો સુધી કાટ નહિ લાગે. સ્ટેચ્યૂમાં 85 ટકા તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બનાવટ છે ખાસ

બનાવટ છે ખાસ

જેવામાં આ પ્રતિમા જેટલી ખાસ છે, એટલી જ ખાસ તેની બનાવટ પણ છે. આ કૉમ્પોજિટ પ્રકારનું સ્ટ્રક્ચર છે અને સરદાર પટેલની મૂર્તિ ઉપર બ્રૉન્ઝનું ક્લિયરિંગ છે. આ પ્રોજેક્ટમાં એક લાખ 70 હજાર ક્યૂબિક મીટર કૉન્ક્રીટ લગાવેલ છે. સાથે જ બે હજાર મેટ્રિક ટન બ્રૉન્ઝ લગાવવામાં આવ્યું છે.

બનાવતાં કેટલો સમય લાગ્યો

બનાવતાં કેટલો સમય લાગ્યો

આ ઉપરાંત 5700 મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને 18500 મેટ્રિક ટન રિફાઈનફોર્સમેન્ટ બાર્સનો પણ ઉપયોગ રવામાં આવ્યો છે. આ મૂર્તિ 22500 મેટ્રિક ટન સીમેન્ટથી બની છે. આ વિશાળ પ્રતિમાની ઉંચાઈ 182 મીટર છે. આ મૂર્તિને બનાવવામાં લગભગ 44 મહિના જેટલો સમય લાગ્યો છે.

ખેડૂતો પાસેથી એકઠું કર્યું લોખંડ

ખેડૂતો પાસેથી એકઠું કર્યું લોખંડ

આ લોખંડી પુરૂષની પ્રતિમાના નિર્માણમાં લાખો ટન લોખંડ અને તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અમુક ટન લોખંડ દેશભરના ખેડૂતો પાસેથી માગીને લગાવવામાં આ્યું છે. આ મૂર્તિને બનાવવા માટે લોખંડ દેશભરના ગામડામાં રહેતા ખેડૂતાના ખરાબ થઈ ગયાં હોય અથવા તો જૂનાં થઈ ગયાં હોય તેવાં ખેતીના હથિયારોમાંથી એકઠું કરવામાં આવ્યું છે. આના માટે એક ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું 'સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ.' જેનો પાયો નરેન્દ્ર મોદીએ 2013માં નાખ્યો હતો.

મૂર્તિમાં બે લિફ્ટ લગાવેલ છે

મૂર્તિમાં બે લિફ્ટ લગાવેલ છે

આ મૂર્તિમાં બે લિફ્ટ લગાવવામાં આવી છે, જેના માધ્યમથી તમે સરદાર પટેલની છાતી સુધી પહોંચી શકશો અને અહીંથી સરદાર સરોવરનો નજારો જોઈ શકશો. સરદારની મૂર્તિ સુધી પહોંચવા માટે પર્યટકો માટે બોટ અને પુલની વ્યવસ્થા કરવામાં આવશે.

ફ્લાવર ઑફ વેલી

ફ્લાવર ઑફ વેલી

સરદાર પટેલની પ્રતિમાની સાથોસાથ 250 એકરમાં વેલી ઑફ ફ્લાવર પણ બનાવવામાં આવી છે. જેમાં 100થી વધુ પ્રકારના ફૂલ છોડ લગાવવામાં આવ્યા છે. સાથે જ અહીં આવતા લોકો માટે ખાસ કરીને ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે. જેમાં 250 ટેન્ટ લગાવવામાં આવ્યા છે, જ્યાં ખાસ કરીને ગુજરાતી અને આદિવાસી ખોરાકથી લઈને નૃત્યનો આનંદ ઉઠાવી શકાશે.

કેટલી છે ટિકિટ

કેટલી છે ટિકિટ

આ મૂર્તિને જોવા માટે તમારે રૂપિયા પણ ખર્ચ કરવા પડશે. ટિકિટની બે કેટેગરી બનાવવામાં આવી છે, જેમાં એક ગેલેરી અને બીજી ગેલેરી વિનાની ટિકિટ છે. જો તમે ગેલેરી, મ્યૂઝિયમ અને વેલી ઑફ ફ્લાવરમાં જવા માગો છો તો ત્રણ વર્ષના બાળકથી લઈને વયસ્ક સુધી 350 રૂપિયાની ટિકિટ લેવી પડશે અને 30 રૂપિયા બસના આપવા પડશે. એટલે કે એક માણસનો ખર્ચ 380 રૂપિયા થશે.

કેટલી છે ટિકિટ

કેટલી છે ટિકિટ

જણાવી દઈએ કે 120 રૂપિયાની ટિકિટમાં તમે મૂર્તિની આજુબાજુ જઈ શકો છો, પરંતુ ઉપર નહિ જઈ શકો. જો કે આ ટિકિટમાં તમે મ્યૂઝિયમ અને વેલી ઑફ ફ્લાવર જોઈ શકશો. જ્યારે કોઈ શખ્સ મ્યૂઝિયમ કે વેલી ઑફ ફ્લાવર્સ જોવા નથી માગતો તો તે માત્ર 30 રૂપિયામાં મૂર્તિ સુધી પહોંચી શકશે.

ક્યાંથી ખરીદી શકશો ટિકિટ

ક્યાંથી ખરીદી શકશો ટિકિટ

આના માટે પર્યટકોએ 30 રૂપિયાની બસ ટિકિટ ખરીદવી પડશે. જો તમે પણ ઐતિહાસિક મૂર્તિ જોવા માગો છો તો તમે www.soutickets.in આ વેબસાઈટ પર જઈને ઓનલાઈન ટિકિટ પણ બૂક કરાવી શકો છો.

પ્રતિમાને લાગ્યો રાજકીય રંગ

પ્રતિમાને લાગ્યો રાજકીય રંગ

જો કે સરદાર પટેલની મૂર્તિને લઈને રાજનૈતિક પાર્ટીઓમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઈ ગયો છે. વિપક્ષે આને મેડ ઈન ચાઈના બતાવ્યું છે. જણાવી દઈએ કે આ મૂર્તિનું કેટલુંક કામ ચીનમાં થયું છે અને ચીની લોકોએ પણ તેને બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વિદેશી મીડિયાને સરદારની પ્રતિમા કેમ પસંદ નથી આવી રહી?વિદેશી મીડિયાને સરદારની પ્રતિમા કેમ પસંદ નથી આવી રહી?

English summary
20 most important thing you should know about statue of unity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X