• search

#GulbargCase: 11ને આજીવન કારાવાસ, 12 લોકોને 7 વર્ષની જેલ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  2002માં ગુજરાતમાં થયેલા કોમી તોફાનો દરમિયાન અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં થયેલા નરસંહાર મામલે આજે કોર્ટે આ કાંડમાં સામેલ 24 દોષીને ટૂંક સમયમાં જ સજા ફટકારી છે. નોંધનીય છે કે આ કેસમાં 36 લોકોને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા છે.

  જ્યારે દોષીઓમાંથી 11 લોકોને હત્યાના આરોપ સાથે દોષી જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ 11 આરોપીઓને કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી છે. તથા અન્ય 12 લોકોને 7 વર્ષની જેલની સજા સંભાળવામાં આવી છે. નોંધનીય છે કે આ મામલે 14 વર્ષ પછી આ ચુકાદો આપવામાં આવ્યો છે. 28 ફેબ્રુઆરી 2002માં આ દુર્ધટના થઇ હતી. જેમાં 20 હજાર લોકોની ભીડે ગુલબર્ગ સોસાયટી પર હુમલો કરીને આંગચાપી, હત્યા જેવી ધટનાઓને અંજામ આપ્યો હતો.

   

  ત્યારે આ કેસમાં અસરવા વિસ્તારના તત્કાલિન ભાજપ કોર્પોરેટર બિપિન પટેલને હત્યા કરવા અને ટોળાને ભડકાવવાના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે વીએચપી અગ્રણી અતુલ વૈદ્યને દોષી જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ હતો આ કેસનો ધટનાક્રમ તે વિષે વધુ જાણો અહીં...

  28 ફેબ્રુઆરી 2002
    

  28 ફેબ્રુઆરી 2002

  ગોધરાકાંડના એક દિવસ બાદ 28 ફેબ્રુઆરીના રોજ 29 બંગલો અને 10 ફ્લેટ વાળી ગુલબર્ગ સોસાયટી જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ પરિવારો રહેતા હતા ત્યાં ઉત્તેજીત ભીડે હુમલો કરીને અનેક લોકોને જીવતા બાળી નાખ્યા હતા. તો કેટલાકની હત્યા કરવામાં આવી હતી. આ સોસાયટીમાંથી 39 લોકોના શબ મળ્યા હતા. અને કુલ આંકડો 69નો હતો જેમાં કોંગ્રેસ સાંસદ એહસાન જાફરી પણ સામેલ હતા.

  ઝાફિયા જાફરી
    

  ઝાફિયા જાફરી

  નોંધનીય છે કે 8 જૂન 2006ના રોજ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ આ હત્યાકાંડ મામલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી લઇને મંત્રીઓ સમેત 69 લોકો સામે કેસ દાખલ કર્યો હતો.

  તહેલકા પત્રિકા
    
   

  તહેલકા પત્રિકા

  વધુમાં ઓક્ટોબર 2007માં તહેલકા પત્રિકા દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના 14 લોકો સમેત ભાજપના વિધાયક હર્ષ ભટ્ટે જે તે સમયમાં બજરંગ દળના રાષ્ટ્રિય અપાધ્યક્ષ હતા તેમણે આ હુમલાની વાત કરી હતી.

  નરેન્દ્ર મોદી
    

  નરેન્દ્ર મોદી

  10 એપ્રિલ 2012ના રોજ મેટ્રોપોલિટન કોર્ટે એસઆઇટી રિપોર્ટના આધારે મોદીને ક્લીન ચીટ આપી હતી.

  હું ઉપલી કોર્ટમાં જઇશ: ઝાકીયા જાફરી
    

  હું ઉપલી કોર્ટમાં જઇશ: ઝાકીયા જાફરી

  જો કે આ ચુકાદા બાદ એહસાન ઝાફરીની પત્ની ઝાકિયા જાફરી વકીલોની સલાહ લઇને આ ઉપલી કોર્ટમાં ફરીયાદ કરવાનું કહ્યું છે.

  ગુલબર્ગ સોસાયટીના દોષી
    

  ગુલબર્ગ સોસાયટીના દોષી

  નોંધનીય છે કે આ ધટનામાં જોડાયેલા બીજેપીના તે સમયના કોર્પોરેટર બિપિન પટેલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. પણ વીએચપીના અગ્રણી અતુલ વૈદ્યને દોષી જાહેર કર્યા છે. આ ઉપરાંત કૈલાશ ધોબી, યોગેન્દ્ર સિંહ, જયેશ કુમાર, કુષ્ણ કુમાર, જયેશ પરમાર, રાજૂ, નારણ ટાંક, લખન સિંહ, ભરત ગોડા, દિલિપ શર્મા, બાબુભાઇ પટણી, માંગીલાલ જૈનને દોષી જાહેર કર્યા છે.

  24 આરોપીઓના નામ
    

  24 આરોપીઓના નામ

  ઉપરોક્ત નામો સાથે જ દિલિપ, સંદિપ, મુકેશ સાંખલા, અંબેસ, પ્રકાશ પઢીયાર, મનીષ જૈન, ધર્મેશ શુક્લ, કપિલ મિશ્રા, અતુલ વૈદ્ય, બાબુભાઇ રાઠોડ અને સુરેન્દ્ર સિંહ ઉર્ફ વકીલ દિગ્વિજય સિંહ ચૌહાણને આરોપી જાહેર કરવામાં આવ્યા છે.

  English summary
  24 of 66 people who stood trial in the Gulbarg society Gujarat riots case have been convicted for murder by an Ahmedabad court.
  Please Wait while comments are loading...

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more