For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરોડા પાટિયા રમખાણો કેસમાં 4 દોષિતોને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત

સુપ્રીમ કોર્ટે 2002ના નરોડા પાટિયા રમખાણ કેસમાં 4 દોષિતોના જામીન મંજૂર કરી દીધા છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે 2002ના નરોડા પાટિયા રમખાણ કેસમાં 4 દોષિતોના જામીન મંજૂર કરી દીધા છે. આ ઘટના ગુજરાતના 2002 રમખાણો સાથે જોડાયેલી છે. અમદાવાદમાં વર્ષ 2002માં હિંસક ભીડ પર લઘુમતી સમાજના 97 લોકોની હત્યાનો આરોપ લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસમાં 4 દોષિતો ઉમેશભાઈ ભરવાડ, રાજકુમાર, હર્ષદ અને પ્રકાશભાઈ રાઠોડના જામીન મંજૂર કરી દીધા છે.

sc

ગુજરાતના ચર્ચિત નરોડા પાટિયા રમખાણો કેસમાં મુખ્ય આરોપી ગુજરાતના પૂર્વ ભાજપ મંત્રી માયા કોડનાનીને છોડી મૂકવામાં આવ્યા હતા. જ્યારે આ કેસમાં બાબુ બજરંગીને આજીવન કેદની સજાને યથાવત રાકી હતી. બાબુ બજરંગી ઉપરાંત આ કેસમાં આરોપી કિશન કોરણી, મુરલી નારણભાઈ સિંધી અને સુરેશ લંગડાને પણ દોષિ ગણવામાં આવ્યો હતો. વળી, વિક્રમ છારા અને ગણપતિ છાનાજી છારાને નિર્દોષ ગણવામાં આવ્યા હતા. ચર્ચિત નરોડા પાટિયા કેસમાં ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. 2002 નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે ઉમેશ ભારદ્વાજ, પદમેન્દ્ર સિંહ રાજપૂત અને રાજકુમાર ચોમેલને 10 વર્ષની સશ્રમ કેદની સજા સંભળાવી હતી જ્યારે હાઈકોર્ટે દોષિતો પર એક હજાર રૂપિયા દંડ પણ લગાવ્યો હતો.

શું હતો નરોડા પાટિયા કેસ

નરોડા પાટિયાનો કેસ ઓગસ્ટ 2009થી શરૂ થયો અને 62 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન જ વિજય શેટ્ટી નામના આરોપીનું મોત થઈ ગયુ. આ કેસની સુનાવણી દરમાયન અદાલતે 327 લોકોનું નિવેદન નોંધ્યુ જેમાં પત્રકાર, પીડિત, ડૉક્ટર, પોલિસ અધિકારી અને સરકારી અધિકારી શામેલ હતા. વર્ષ 2002ના ગુજરાત રમખાણો દરમિયાન અમદાવાદ સ્થિત નરોડા પાટિયા વિસ્તારમાં 97 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આ નરસંહાર 28 ફેબ્રુઆરી 2002ના રોજ થયો હતો. રમખાણોમાં 33 લોકો ઘાયલ પણ થયા હતા.

English summary
2002 Naroda Patiya case: supreme court grants bail to four convicts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X