
23 June Covid Update : જાણો ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
23 June Covid Update : ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 407 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 190 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 210, સુરતમાં 57 કેસ, વડોદરામાં 41 કેસ, રાજકોટમાં 20 કેસ, ભાવનગરમાં 11 કેસ, ગાંધીનગરમાં 16 કેસ, વલસાડમાં 8 કેસ, ભરૂચમાં 7 કેસ, જામનગરમાં 9 કેસ, આણંદમાં 6 કેસ, સાબરકાંઠામાં 5 અને બનાસકાંઠા, કચ્છ અને મહેસાણામાં 4-4 કેસ નોંધાયા છે. નવસારીમાં બે કેસ નોંધાયા હતા. સુરેન્દ્રનગર, પાટણ અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયા છે.

કુલ 11,10,21,457 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,946 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,15,806 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા1741 થઇ છે. જેમાંથી 4 ની હાલત ગંભીર છે, જ્યારે 1737 ની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.97 ટકાછે.
આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 55,638 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,10,21,457 કોરોનાવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

23 June ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 207 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 3 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોછે. આ સાથે શહેરી વિસ્તારમાં 92 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 3 રિકવરી નોંધાઇ છે. જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 6202 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 858 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

23 June ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 17 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 3 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથેશહેરી વિસ્તારમાં 10 અને ગ્રામ્ય વિસ્તારમાં 1 રિકવરી નોંધાઇ છે. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 2335અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 2165 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

23 June ની ભારત કોરોના અપડેટ
ભારતમાં ગુરુવારની સવારે 8 વાગ્યે સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 13,313 નવા પોઝિટિવ કેસ અને 38 મૃત્યુનોંધાયા છે.
નવા કેસોમાં પાછલા દિવસના લગભગ 12,000 નવા કેસોની સરખામણીએ વધારો થયો છે, જ્યારે ડેઇડ પોઝિટિવ કેસ 3.94ટકાથી ઘટીને 2.03 ટકા થયો છે, આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા દર્શાવે છે. હાલ દેશમાં સક્રિય કેસ 83,990 છે.

દિલ્હી-મુબંઇમાં કોરોના અપડેટ
દિલ્હીમાં બુધવારના રોજ 928 નવા કોવિડ-19 કેસ (13 જૂન પછીના સૌથી ઓછા) અને 3 કોરોના સંબંધિત સંબંધિત મૃત્યુ નોંધાયા છે.દિલ્હીમાં 5,054 સક્રિય કેસ છે, જ્યારે શહેરનો સકારાત્મક દર 7.08 ટકા છે.
છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં કુલ 26,453 લોકોએ રસીકરણકરાવ્યું છે. દરમિયાન મુંબઈમાં બુધવારના રોજ 1,648 નવા કોવિડ કેસ નોંધાયા છે અને શહેરમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 13,501 છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ અને મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બુધવારના રોજ કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનુંનિદાન એવા સમયે થાય છે, જ્યારે રાજ્ય રાજકીય સંકટની વચ્ચે છે.
શિવસેનાના નેતા એકનાથ ખડસે અને અન્ય 40 બળવાખોરધારાસભ્યોએ રાજ્ય છોડી દીધું છે અને હાલમાં આસામના ગુવાહાટીમાં કેમ્પ કરી રહ્યા છે, ત્યારથી સત્તાધારી મહાવિકાસ અઘાડી સરકારનેપાડી નાખવાની ધમકીનો સામનો કરવો પડી રહ્યો છે.