
ગુજરાતની આંતરરાજ્ય સીમા પાસે દારૂની 2388 બોટલો જપ્ત, હરિયાણાથી આવી હતી ટ્રક
અરવલ્લીઃ ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આંતરરાજ્ય સીમા પાસે શામળાજી પોલિસ સ્ટેશન ક્ષેત્રમાં અણસોલ નજીક પોલિસે ભારે માત્રામાં દારૂ જપ્ત કર્યો છે. આ દારૂ એક ટ્રકમાં પેટીઓની અંદર ભરેલો હતો જેમાં દારૂની 2388 બોટલો અને ક્વાર્ટર બૉટલ્સ હતી. એક પોલિસ અધિકારીના જણાવ્યા મુજબ સ્થળ પરથી ટ્રક ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. જેની ઓળખ હરિયાણા નિવાસી સલીમખાન મેવ તરીકે થઈ છે. આ અંગે શામળાજી પોલિસ સ્ટેશનમાં કેસ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલિસના જણાવ્યા મુજબ ટ્રકમાંથી 13 લાખ રૂપિયાથી વધુની કિંમતનો દારૂ જપ્ત થયો છે. આ કાર્યવાહી ત્યારે થઈ જ્યારે અરવલ્લી જિલ્લાના શામળાજી પોલિસની ટીમ આંતરરાજ્ય સીમા પાસે અણસોલ ગામ નજીક રાતે વાહનોની તપાસ કરી રહી હતી. એ વખતે પડોશી રાજ્ય રાજસ્થાનથી એક ટ્રકે ગુજરાતમાં પ્રવેશ કર્યો.
એ ટ્રકને શામળાજી પોલિસ સ્ટેશનની ટીમે રોકી અને ચેકિંગ કર્યુ ત્યારે ટ્રકમાં અંગ્રેજી દારૂની પેટીઓ દેખાઈ. શામળાજી પોલિસ સ્ટેશનની ટીમે ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી 354 પેટીઓમાં 13 લાખ 6 હજાર 600 રૂપિયાની કિંમતનો દારુ જપ્ત કર્યો. આ ઉપરાંત ટ્રક તેમજ અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યો.
ગુજરાત વિધાનસભાનુ સત્ર શરૂ, દરેક ધારાસભ્યનો કોરોના ટેસ્ટ જરૂરી, 6 MLA સંક્રમિત