ગુજરાતના મુખ્ય સમાચારો પર એક નજર
રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
હર્ષોઉલ્લાસ, બોટ આવી ગઇ!
પાકિસ્તાને 57 ભારતીય માછીમારોની બોટ મુક્ત કર્યા બાદ સોમવારે આ બોટો પોરબંદરની, અંતરાષ્ટ્રિય મેરિટાઇમ બ્રાઉન્ડ્રી લાઇન પર આવી પહોંચી હતી. નોંધનીય છે કે આમાં મોટાભાગની બોટ ગુજરાતી માછીમારોની છે.
અડવાણી આવ્યા બકરાણા
બકરાણા ગામને વરિષ્ઠ બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણીએ સાંસદ આદર્શ ગામ યોજના હેઠળ દત્તક લીધું છે. જે અંતર્ગત તેમના સ્વાગતની માટે ગ્રામજનો નૃત્યુ કરી તેમને આવકાર્યા હતા.
3 દિવસમાં 70 મરધાં મરતા ચકચાર
વલસાડના બરુડિયાવાડામાં કોઇ અજાણ્યા રોગના કારણે પાછલા 3 દિવસમાં 70થી વધુ મરધા મરી ગયા છે. જેથી મરધાપાલકોને મોટું નુક્શાન થયું છે.
સટ્ટોડિયા થયા ભૂમિગત
વડોદરામાં કરોડોનો સટ્ટો રમતામાં પકડાયેલા ત્રણ મુખ્યઆરોપી ટોમી પટેલ, કિરણ માલા અને ગિરિશ પટેલને કોર્ટે જામીન આપતા તે લોકો ભૂગર્ભગ્રસ થઇ ગયા છે.
પાર્ટટાઇમ નોકરીની લાલચે લાખ્ખો ગુમાવ્યા
જાહેરાતના આધારે પાર્ટટાઇમ નોકરીથી હજારો કમાવોની લાલચે સુરતના એક યુવક પાસેથી કંપનીએ વિવિધ ચાર્જ હેઠળ 4 લાખથી વધુ કિંમત લઇ નોકરી ના આપતા આ મામલે પોલિસ ફરિયાદ થઇ છે.
એક ટીપુંય પાણી નથી
વાવ તાલુકાના 14 થી વધુ ગામોમાં પાણીની કારમી તંગી સર્જાઇ છે. ઉનાળું આવતા આ લોકો સ્થિતિ વધુ ગંભીર બની છે.
કાળઝાળ ગરમી
રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ચૂક્યો છે. ત્યારે સામાન્ય જનને આ કારણે ભારે હાલાકી ભોગવી પડી છે.