For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં આજે પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં 2655 ઉમેદવારોના ભાવિનો નિર્ણય

ગુજરાતમાં આજે પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં 2655 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થવાનો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં 28 ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયચતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયુ હતુ. જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન થયુ હતુ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયતની 8747 બેઠકોમાંથી 237 બેઠક બિનહરીફ થઈ હતી. જેમાં જિલ્લા પંચાયતમાં ભાજપે 25 બિનહરીફ, નગરપાલિકામાં 95માંથી ભાજપને 92, કોંગ્રેસને 2 અન્યને 1 બેઠક મળી છે. તાલુકા પંચાયતની કુલ 117 બિનહરીફમાંથી ભાજપને 111, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠકો મળી છે.

cong-bjp-aap

ઉલ્લેખનીય છે કે વર્ષ 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતોમાં 972 બેઠકોમાંથી કોંગ્રેસને 595 અને ભાજપને 368 બેઠકો મળી હતી જ્યારે અન્યને 9 બેઠકો મળી હતી. 231 તાલુકા પંચાયતોની 4715 બેઠકમાંથી કોંગ્રેસને 2555 ભાજપને 2019 અને 141 અન્યને મળી હતી. જ્યારે 81 નગરપાલિકાઓાં 2675 બેઠકોમાંથી ભાજપને 1197, કોંગ્રેસને 673 અને અન્યને 205 બેઠકો અને બસપાને 4 બેઠકો મળી હતી. તમને જણાવી દઈએ કે 2015ની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનુ જ્યારે નગરપાલિકામાં ભાજપ આગળ રહ્યુ હતુ.

Gujarat Panchayat Election Results 2021 Live: મતગણતરી શરૂGujarat Panchayat Election Results 2021 Live: મતગણતરી શરૂ

English summary
2655 candidates' future in district-taluka panchayat and municipal elections in Gujarat will be decided today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X