For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો હાહાકાર- તસ્વીરોમાં

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો મૃત્યઆંક 283 પહોંચી ગયો છે. વધુમાં સોમવારે સ્વાઇન ફ્લુના વધુ 152 કેસ નોઁધાયા છે. એક બાજુ જ્યાં સરકારી તંત્ર યુદ્ઘના ધોરણે બચાવ કામગીરી કરી રહ્યું છે ત્યાં બીજી તરફ વિપક્ષનો દાવો છે કે સરકારી તંત્ર આ બિમારીને નાથવામાં અક્ષમ રહ્યું છે.

સ્વાઇન ફ્લૂ, હવે રાજકીય રંગ લઇ રહ્યું છે. સરકાર અને વિપક્ષ આ અંગે આમને સામને આવી ગઇ છે. વિધાનસભામાં જ્યારે આ મુદ્દાની ચર્ચા થઇ ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે 'ગૃહના સ્પીકરથી લઇને સોનમ કપૂર સુધી સૌ કોઈને સ્વાઇન ફ્લૂ થયો છે અને સ્વાઇન ફ્લુના મૃત્યઆંક મામલે ગુજરાત સમ્રગ દેશમાં નંબર 1 સ્થાને આવી ગયું છે. જે બતાવે છે કે સરકાર આ મામલે તદ્દન નિષ્ફળ નીવડી છે'.

તો બીજી તરફ આગામી 12મી માર્ચથી ગુજરાતમાં ઘો.10 અને ધો.12ની બોર્ડની પરિક્ષા શરૂ થઇ રહી છે. જે અંગે બોર્ડ અને આરોગ્ય વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની મિટીંગ મળી હતી. જેમાં પરિક્ષા કેન્દ્રની બહાર માસ્ક, આયુર્વેદિક-હોમિયોપેથિક દવાઓનુ વિતરણ તેમજ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં, હોળી પર ટોળામાં ભેગા ન થવાની અપીલ પણ સરકારે જાહેર જનતાને કરી છે.

નોંધનીય છે કે અમદાવાદમાં સ્વાઇનફ્લુના ડરે કોર્ટોમાં પ્રેક્ટિસ કરતા 10 હજાર વકીલ વેકેશન પર ઉતરી ગયા. અને ગુજરાત ભરમાં આ બિમારીના ડરે હાહાકાર મચાવી દીધો છે.

ત્યારે બીજી તરફ સ્વાઇન ફ્લુથી બચાવા લોકો હવે ભગવાનની શરણે ગયા છે અમદાવાદના આનંદેશ્વર મહાદેવના મંદિરમાં સ્વાઇન ફ્લુથી બચવા વિશેષ યજ્ઞ કરવામાં આવ્યો હતો.

સ્વાઇન ફ્લુ

સ્વાઇન ફ્લુ

ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો મૃત્યઆંક 283 પહોંચી ગયો છે

સ્વાઇન ફ્લુ

સ્વાઇન ફ્લુ

12મી માર્ચથી ગુજરાતમાં ઘો.10 અને ધો.12ની બોર્ડની પરિક્ષા શરૂ થઇ રહી છે.

સ્વાઇન ફ્લુ

સ્વાઇન ફ્લુ

પરિક્ષા કેન્દ્રની બહાર માસ્ક, આયુર્વેદિક-હોમિયોપેથિક દવાઓનુ વિતરણ તેમજ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્વાઇન ફ્લુ

સ્વાઇન ફ્લુ

વધુમાં, હોળી પર ટોળામાં ભેગા ન થવાની અપીલ પણ સરકારે જાહેર જનતાને કરી છે.

સ્વાઇન ફ્લુ

સ્વાઇન ફ્લુ

એક બાજુ જ્યાં સરકારી તંત્ર યુદ્ઘના ધોરણે બચાવ કામગીરી કરી રહ્યું છે ત્યાં બીજી તરફ વિપક્ષનો દાવો છે કે સરકારી તંત્ર આ બિમારીને નાથવામાં અક્ષમ રહ્યું છે.

સ્વાઇન ફ્લુ

સ્વાઇન ફ્લુ

બીજી તરફ સ્વાઇન ફ્લુથી બચાવા લોકો હવે ભગવાનની શરણે ગયા છે અમદાવાદના આનંદેશ્વર મહાદેવના મંદિરમાં સ્વાઇન ફ્લુથી બચવા વિશેષ યજ્ઞ કરવામાં આવ્યો હતો.

English summary
The death toll from swine flu in 2015 alone has soared to 283 in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X