• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત ચૂંટણીઃ બીજા તબક્કામાં 70.20 ટકા મતદાન નોધાયું

|

ગાંધીનગર, 17 ડિસેમ્બરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. બીજા તબક્કામાં કુલ 95 બેઠકો પર મતદાન થઇ હતું. અમદાવાદ સહિતના મતદાન વિસ્તારોમાં મતદાતાઓમાં મત આપવાને લઇને આ વખતે અનેરો ઉત્સાહ જણાઇ રહ્યો હતો. શહેરા અને અન્ય એકાદ બે ઘટનાને બાદ કરતાં ઉક્ત તમામ બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થયું હતું. 95 બેઠકો માટે 12 જિલ્લામાં ક્રમશ આ પ્રમાણે મતદાનની ટકાવારી નોંધાઇ હતી.

અમદાવાદ જિલ્લામાં 69 ટકા, વડોદરા જિલ્લામાં 70 ટકા, ખેડા જિલ્લામાં 70 ટકા, આણંદ જિલ્લામાં 70 ટકા, પંચમહાલ જિલ્લામાં 67 ટકા, દાહોદ જિલ્લામાં 67.5 ટકા, મહેસાણા જિલ્લામાં 72 ટકા, સાબરકાંઠા જિલ્લામાં 66 ટકા, બનાસકાંઠા જિલ્લામાં 71 ટકા, પાટણ જિલ્લામાં 62 ટકા, કચ્છ જિલ્લામાં 63.5 ટકા, ગાંધીનગર જિલ્લામાં 70 ટકા મતદાન નોંધાયું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 69 ટકા મતદાન નોંધાયું છે.

અપડેટ 5.42 pm

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. બીજા તબક્કામાં કુલ 95 બેઠકો પર મતદાન થઇ હતું. અમદાવાદ સહિતના મતદાન વિસ્તારોમાં મતદાતાઓમાં મત આપવાને લઇને આ વખતે અનેરો ઉત્સાહ જણાઇ રહ્યો હતો. શહેરા અને અન્ય એકાદ બે ઘટનાને બાદ કરતા ઉક્ત તમામ બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થયું હતું. 12 જિલ્લાઓની 95 બેઠકોમાં કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકોમાં થયેલા મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને જીપીપીના મોટા માથાઓનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે. ચાર વાગ્યા સુધીમાં 62 ટકા મતદાન નોંધાયું છે.

અપડેટ 4.47 pm

મહેસાણામાં 4 વાગ્યા સુધીમાં 61 ટકા મતદાન

4 વાગ્યાના આવેલા આંકડા અનુસાર મહેસાણામાં 61 ટકા કરતા વધારે મતદાન નોંધાયું છે.

અપડેટ 3.49 pm

મહેસાણામાં 54 ટકા મતદાન નોંધાયું

ત્રણ વાગ્યા સુધીમાં થયેલા મતદાન પરથી એ કયાસ કાઢી શકાય છે કે આ વખતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન નોંધાશે, મતદારોમાં આવી રહેલી જાગૃતિના પગલે મહેસાણામાં 54 અને દાહોદમાં 55 ટકા જેટલું મતદાન નોંધાયું છે અને હજુ ત્રણ કલાક બાકી હોય આ આકંડો મોટો આવે તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.

અપડેટ 3.27 pm

ત્રણ વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન

વડોદરાના કરજણમાં ત્રણ વાગ્યા સુધીમાં સૌથી વધુ 62 ટકા મતદાન નોંધાવા પામ્યું છે. કરજણમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ત્રણ વાગ્યા 56.8 ટકા મતદાન નોંધાયું છે.

અપડેટ 3.08 pm

ત્રણ વાગ્યા સુધીમાં પંચમહાલમાં 56 ટકા મતદાન

ત્રણ વાગ્યા સુધીના બહાર આવેલા આકડાં અનુસાર પંચમહાલ જિલ્લામાં 56 ટકા મતદાન નોંધાયું છે. શેહરામાં 53 ટકા મતદાન નોંધાયું છે.

અપડેટ 2.48 pm

કડક પગલાં ભરવા આદેશ

ફાયરિંગ કરનાર સામે કડક પગલા લેવા માટે ચૂંટણી પંચ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ ત્રણ ઈજાગ્રસ્તોને પંચમહાલની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

અપડેટ 2.17 pm

રાઇટ ટૂ રિજેક્ટનો ઉપયોગ

વડોદરા ખાતે 50થી વધુ મતદારો દ્વારા રાઇટ ટૂ રિજેક્ટનો મતદાન દરમિયાન ઉપયોગ કર્યો છે.

અપડેટ 1.51 pm

અડવાણીએ કર્યું મતદાન

ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ શાહપુર ખાતે મતદાન કર્યું હતું. રાજ્યમાં સરેરાશ 32 ટકા મતદાન નોંધાયું છે. સાબરકાંઠામાં 40 અને બનાસકાંઠામાં 42 ટકા મતદાન થયું છે.

અપડેટ 1.14 pm

સૌથી વધુ મતદાન

રાજ્યના બીજા તબક્કાના મતદાનમાં 1 વાગ્યા સુધીમાં થયેલા મતદાનમાં વડોદરા જિલ્લાની કરજણ બેઠક ખાતે સૌથી વધુ મતદાન નોંધાયું છે.કરજણ બેઠકમાં સૌથી વધુ 48 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યમાં ચાર કલાકમાં આશરે 32 ટકા મતદાન નોંધાયું છે.

અપડેટઃ 12.52 pm

મોદી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

રાણીપ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને લઇ જવા અને વિજયનો સિમ્બોલ બતાવવા બદલ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે.

અપડેટઃ 12.28 pm

ભાજપના ધારાસભ્ય પર ગોળીબાર

શહેરાના ભાજપના ધારાસભ્ય પર ગોળીબારના અહેવાલ છે. જેઠાભાઇ ભરવાડ પર ગોળીબાર. જેઠા ભરવાડ સલામત હોવાના અહેવાલ છે. પાલનપુર જિલ્લામાં મોદી વિરુદ્ધની પત્રિકાઓ ફરતી થઇ છે. જેમાં મોદીને હટાવો પરિવર્તન લાવો તેવા સૂત્રો લખવામાં આવ્યા છે.

અપડેટઃ 12.11 pm

કડીમાં ત્રણ કલાકમાં સૌથી વઘારે મતદાન

ચાર કલાકમાં 25 ટકા મતદાન થવા પામ્યું છે. મહેસાણાની કડી બેઠકમાં સૌથી વધારે 34 ટકા મતદાન, ખેરાલુમાં ત્રણ કલાકમાં 19 ટકા, બેચરાજીમાં 3 કલાકમાં 30 ટકા મતદાન નોંધાયું છે.

અપડેટઃ 12.07 pm

કલોલમાં મતદારોને ગરેમાર્ગે દોરવવાની ફરિયાદ

કલોલમાં ભાજપ દ્વારા મતદારોને ગેરમાર્ગે દોરવવામાં આવતા હોવાની ફરિયાદ, શ્રીજી વિદ્યાલયમાં મતદારોને ગેરમાર્ગે દોરવવાની ફરિયાદ કરવામાં આવી છે. વાઘોડિયા મધુ શ્રીવાસ્તવે મતદાન કર્યું. અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર પર હુમલો કરવામાં આવ્યો. નડિયાદમાં દિનશા પટેલે મતદાન કર્યું છે.

અપડેટઃ 11.51 am

બોગસ ઇવીએમ મશીન મળ્યા

કચ્છમા ભાજપના સમર્થકો પાસેથી ચાર બોગસ ઈવીએમ મશીન મળી આવ્યાના અહેવાલ છે. વડોદરામાં કિરણ મોરેએ, અમદાવાદમાં પોલીસવડા ચિતરંજનસિંહે મતદાન કર્યું છે. બનાસકાંઠામાં ત્રણ કલાકમાં 26 ટકા મતદાન થયું.

અપડેટઃ 11.47 am

મતદાનનો બહિષ્કાર

ગાંધીનગરના છેલા ગામમાં 350 જેટલા મતદાતાઓએ સ્થાનિક પ્રશ્નોના મુદ્દે મતદાનનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ સમજાવટ બાદ ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે.

અપડેટઃ 10.55 am

દિગ્ગજો દ્વારા મતદાન

કોંગ્રેસના પ્રચારનો ચહેરો બનેલી તુલિકા પટેલે વડોદરામાં, લિમખેડા ખાતે જશવંતસિંહ ભાભોરે, પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાએ કચ્છના માંડવીમાં અને ગોધરામાં ભાજપના ઉમેદવાર પ્રવિણસિંહ ચૌહાણે મતદાન કર્યું છે.

અપડેટઃ 10.37 am

સંખેડામાં સૌથી વધુ મતદાન

રાજ્યમાં પ્રથમ બે કલાકમાં સૌથી વધુ મતદાન સંખેડા બેઠક પર નોંધાયું છે. ત્યાં 21 ટકા મતદાન થયું છે.

અપડેટઃ 10.28 am

અરૂણ જેટલી- હરિન પાઠક દ્વારા મતદાન

અરૂણ જેટલી મતદાન કર્યું છે. ભાજપના સાંસદ હરિન પાઠકે મણિનગરમાં મતદાન કર્યું. રાધનપુરમાં ભાજપના નાગરજી ઠાકોરે મતદાન કર્યું. હિંમત નગરમાં પ્રફુલ્લ પટેલે મતદાન કર્યું.

અપડેટઃ 10.15 am

પંચમહાલમાં સૌથી ઓછું મતદાન

ગુજરાતમાં પ્રથમ એક કલાકમાં સૌથી વધુ મતદાન પાટણ જિલ્લામાં 11 ટકા નોંધાયું છે જ્યારે સૌથી ઓછુ મતદાન પંચમહાલમાં નોંધાયું હતું. જે 1 ટકા હતું જે હવે વધીને 7 ટકા થઇ ગયું છે. મત આપ્યા બાદ મોદીએ કહ્યું કે ગુજરાતની જનતા ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને ફરીથી સત્તા પર લાવશે. હું જે ગુજરાત માટે કરું છું તે મારા દેશ માટે કરું છું.

અપડેટઃ 9.43 am

પ્રથમ એક કલાકમાં 6થી7 ટકા મતદાન

શરૂઆતના પ્રથમ એક કલાકમાં 6થી સાત ટકા મતદાન નોંધાયું હતું. 13 ડિસેમ્બરની જેમ જ આજે પણ ધીમે-ધીમે મતદાન થઇ રહ્યું છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાણીપ ખાતે પંહોચી ગયા છે. તેમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી છે.

અપડેટઃ 9.38 am

ગુજરાતની જનતા પર વિશ્વાસઃ શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે તેમને ગુજરાતની જનતા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તેમને આશા છે કે ગુજરાતની જનતા ત્રીશંકુ વિધાનસભાની રચના નહીં થવા દે.

અપડેટઃ 9.22 am

ઇવીએમ મશિન ખોટવાયા

પાટણના સમી તાલુકામાં લોલાડા ખાતે ઇવીમ ખોટવાયું છે. અમદાવાદના ઠક્કરબાપાનગરમાં ઇવીએમ ખોટવાયુંછે.વડોદરાના દંતેશ્વરમાં ખોટવાયું છે. બનાસકાંઠામાં એક કલાકમાં 7 ટકા અને ખેડા જિલ્લામાં 5 ટકા મતદાન નોંધાયું છે. મતદાન મથક નજીક નાણા વિતરણના મામલે રાપરમાં ભાજપના આગેવાનની અટકાયત કરવામાં આવી છે.ચૂંટણી અધિકારી અનિતા કરવાલે મતદાન કર્યું છે.

અપડેટઃ 9.12 am

દિગ્ગજોએ કર્યું મતદાન

નરેન્દ્ર મોદીના માતાએ મતદાન કર્યું. જયદ્રથસિંહ પરમારે મતદાન કર્યું, પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતેથી કોંગ્રેસના ઉમેદવાર સી.કે. રાઉલજીએ મતદાન કર્યું. ગુજરાત સરકારમાં પ્રધાન ફકીરભાઈ વાઘેલાએ મતદાન કર્યું. પૂર્વ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અમિત શાહે મતદાન કર્યું. રાજ્ય સરકારના પ્રધાન રમણલાલ વોરાએ મતદાન કર્યું. પ્રાંતિજમાં જયસિંહ ચૌહાણે મતદાન કર્યું. મોડાસામાં ધારાસભ્ય દિલીપસિંહ પરમારે મતદાન કર્યું છે.

અપડેટઃ 8.40 am

શ્વેતાભટ્ટે મતદાન કર્યું

નડિયાદમાં ઇવીએમ ખોટવાયું છે. 131 મતદાન મથક મહાગુજરાત આયુર્વેદિક કોલેજમાં ઈવીએમ મશિન ખોટવાયું છે. જેના કારણે થોડા સમયે મતદાન રોકવામાં આવ્યું છે. તો બીજી તરફ અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં મતદાન મથક 189-190 પર ઇવીએમ મશિન ખોટવાયું છે. મણિનગર ખાતે કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા ભટ્ટે મતદાન કર્યું છે.

અપડેટઃ 8.17 am

જાગ્રૃતિ પંડ્યાએ મતદાન કર્યું

શંકરસિંહ વાઘેલા 8.17 વાગ્યા વાસણા ખાતે મતદાન કરવા આવ્યા હતા. હરેન પડ્યાંના પત્ની જાગૃતિ પડ્યાં નવી શારદા મંદિર ખાતે મતદાન કર્યુ છે. બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તેને લઇને કેટલાક સંવેદનશિલ વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી રાણીપમાં મત આપતા હોય આજે 8 વાગ્યાથી મતદાતાઓ તેમને નિહાળવા અને મત આપવા માટે લાંબી લાઇન જોવા મળી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 અંતર્ગત ગુજરાતમાં બીજા તબક્કામાં 12 જિલ્લાની 95 બેઠકોના 820 ઉમેદવારો માટે 17 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આ 95 બેઠકોમાં કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કાની ઘણી બેઠકોને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આજે થનારા મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને જીપીપીના મોટા માથાઓનું ભાવિ ઇવીએમમાં કેદ થવાનું છે.

voter

પ્રથમ તબક્કામાં 68 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. જેમાં અંદાજે 68 ટકાની આસપાસ મતદાન થયો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ગુજરાતની 87 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આઠ પ્રધાનો અને ત્રણ વર્તમાન સાસંદો સહિત 846 ઉમેદવારોના ભાવી ઇવીએમ મશિનમાં કેદ થઇ ગયા છે. સવારના 8 વાગ્યાથી લઇને 5 વાગ્યા સુધી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથણ તબક્કાની ચૂંટણીનું પરિણામ 20 ડિસેમ્બરે જોવા મળશે. ચૂંટણી દરમિયાન અમુક સ્થળે નાના-મોટા છમકલા થયા હતા, જ્યારે અન્ય બેઠકો પર સામાન્ય અને શાંત વાતાવરણમાં મતદાન થવા પામ્યું હતું. જો કે, કેટલાક મતદાન મથકો પર ઇવીએમ મશિન ખોટવાઇ જવાના બનાવો પણ બનવા પામ્યા હતા.

English summary
2nd phase voting of gujarat assembly election 2012 started and voter rush for voting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more