For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે ત્રિદિવસીય રાષ્ટ્રીય DGP કોન્ફરન્સ યોજાશે

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે ત્રિદિવસીય રાષ્ટ્રીય DGP કોન્ફરન્સ

|
Google Oneindia Gujarati News

કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળી છે. ત્યારે, આગામી 20 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની DGP કોન્ફરન્સ યોજાનાર છે. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહ ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તૈયાર થયેલ વિશાળ ટેન્ટ સિટીમાં આ DGP કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે, આ કોન્ફરન્સમાં દેશની સુરક્ષા પાંખના ત્રણેય દળોના મુખ્ય આધિકારીઓ, દેશના તમામ રાજ્યોના ગૃહ પ્રધાનો અને રાજ્ય પોલીસ વડાઓ તેમજ સુરક્ષા એજન્સીઓ આઈબી, સીઆઇડી, સીબીઆઈ અને એટીએસ સહીતની સરકારની સુરક્ષા એજન્સીઓના વડાઓ પણ ઉપસ્થિત રહેશે.

ત્રિદિવસીય કોન્ફરન્સ યોજાશે

ત્રિદિવસીય કોન્ફરન્સ યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ DGP કોન્ફરન્સમાં 21 અને 22 ડિસેમ્બર બે દિવસ દરમિયાન રોકાણ કરશે. ત્યારે, તેમની સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે. DGP કોન્ફરન્સ ટેન્ટ સીટી-2 ખાતે કરવામાં આવી છે. આ ત્રિદિવસીય કોન્ફરન્સને લઇને કેવડિયા ટેન્ટ સિટી પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

કેવડીયા કોલોનીમાં સઘન પોલીસ જાપ્તો

કેવડીયા કોલોનીમાં સઘન પોલીસ જાપ્તો

રાજ્યમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ આગવી ઓળખ ઉભી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરના રોજ આ વિશાળકાય પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. ત્યાં, વિશાળ અને અદ્યતન સુવિધા ધરાવતી ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટેન્ટ સિટીમાં ડીજીપી કોન્ફરન્સ યોજાનાર છે. તમામ રાજ્યના ગૃહ પ્રધાનો અને ડીજીપી તેમજ કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના સંરક્ષણ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. ત્યારે, રાજ્યભરની પોલીસ આ ત્રિદિવસીય કોન્ફરન્સ દરમિયાન ખડેપગે રહી સુરક્ષા કરશે.

આચારસંહિતા લાગુ છતાં 650 કરોડના વીજળી બિલ માફીની જાહેરાત કરી ફસાઈ ગુજરાત સરકારઆચારસંહિતા લાગુ છતાં 650 કરોડના વીજળી બિલ માફીની જાહેરાત કરી ફસાઈ ગુજરાત સરકાર

English summary
3 days dgp conference at statue of unity, PM will inaugurate at 21st december.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X