• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 45 દેશોમાંથી આવ્યા 150થી વધુ પતંગબાજ

|

ગુજરાતના અમદાવાદમાં 30મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. પહેલા દિવસે 45 દેશોના 153 લોકો સહિત 545 પતંગબાજોએ અમદાવાદના રિવરફ્રન્ટ પાસે પેચ લડાવ્યા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારની સવારે શાળાના બાળકોના યોગા સાથે શરૂઆત કરાવી. તમને જણાવી દઈએ કે આ ઉત્સવમાં દેશના 13 રાજ્યોના 105 અને ગુજરાતના 19 શહેરોના લોકો પહોંચ્યા છે.

14 જાન્યુઆરી સુધી ચાલશે

14 જાન્યુઆરી સુધી ચાલશે

ગુજરાતમાં આ મહોત્સવ 14 જાન્યુઆરી સુધી ચાલશે. રાજ્ય સરકારે માત્ર અમદાવાદમાં નહિ પરંતુ રાજ્યના વડોદરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, સુરત, જેતપુર, સોનગઢ, પર્યટક સ્થળ સાપુતારા અને કચ્છના રણ ધોરડોમાં પણ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે. 14 જાન્યુઆરીએ જ્યારે મકરસંક્રાતિ મનાવવામાં આવશે ત્યારે દુનિયામાંથી આવેલા પતંગબાજ અમદાવાદની પોળમાં પતંગ મહોત્સવની ઉજવણી કરશે.

અહમદશાહે ઉડાવી હતી પતંગ

અહમદશાહે ઉડાવી હતી પતંગ

સૂબામાં પૌરાણિક કાળથી ચાલતો આવતો આ પતંગ મહોત્સવ હવે માત્ર ગુજરાતીઓનો શોખ નથી રહ્યો, રાજ્યમાં આ મોટો વ્યવસાય બની ગયો છે. અમદાવાદના ઈતિહાસમાં નોંધેલુ છે કે અહમદશાહ બાદશાહ પણ પોતાની બેગમ સાથે પતંગની મઝા લેતા હતા.

રિવરફ્રંટમાં ઉત્સવમાં શું શું છે?

રિવરફ્રંટમાં ઉત્સવમાં શું શું છે?

અમદાવાદમાં રિવરફ્રંટ પાસે આ મહોત્સવ આરંભ થયો છે. મહોત્સવની સાથે ગુજરાત પ્રવાસન નિગમે રિવરફ્રંટમાં રાજ્યના પર્યટન સ્થળોનું થીમ પેવેલિયન બનાવ્યુ છે. વળી, કાઈટ મેકિંગ વર્કશોપ, એડવેન્ચર એક્ટિવિટિઝ, ક્રાફ્ટ બાઝાર અને ફૂડ કોર્ટ પણ સ્થાપિત કરી છે.

ચીનની દોરી પર પ્રતિબંધ લગાવાયો

ચીનની દોરી પર પ્રતિબંધ લગાવાયો

અદાલતના આદેશ અનુસાર રાજ્ય સરકારે ચીનની દોરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલા માટે જો કોઈ વેપારી કે ગ્રાહક આ પ્રતિબંધિત સામાન સાથે પકડાય તો તેને દંડિત કરવામાં આવી શકે છે. રાજ્યમાં જ્યારે પતંગ ઉત્સવનું આયોજન થાય છે તો 14 જાન્યુઆરીએ પતંગ ઉત્સવમાં આવેલા વિદેશીઓ સાથે ફિલ્મ કલાકારોને પણ આમંત્રિત કરવામાં આવે છે.

ટેરેસ ભાડે આપવાનો સિલસિલો

ટેરેસ ભાડે આપવાનો સિલસિલો

આ વખતે અમદાવાદમાં ટેરેસમાં પતંગ ઉત્સવની મઝા લેવા માટે ટેરેસ ભાડે આપવાનો સિલસિલો શરૂ થયો છે. અમદાવાદની પ્રસિદ્ધ પોળમાં ઉત્સવની મઝા લેવા ઈચ્છતા હોવ તો તમારે 5000થી 25000 સુધીનું ભાડુ આપવુ પડશે. પહેલાના વર્ષોમાં પોળના પરિવાર પોતાના મિત્રો અને દૂરના સંબંધીઓને બોલાવતા હતા.

લોકોએ પતંગોત્સવને વ્યવસાય બનાવ્યો

લોકોએ પતંગોત્સવને વ્યવસાય બનાવ્યો

પોળના ઘણા પરિવારોએ સમાચારપત્રોમાં જાહેરાત આપીને ટેરેસનું ભાડુ નક્કી કર્યુ હતુ. તેમને અત્યાર સુધીમાં 150થી વધુ ભાડુઆતો મળ્યા છે. માનવામાં આવે છે કે ઉતરાયણ માટે અમદાવાદની પોળમાં ખૂબ મઝા આવે છે. પોળના લોકોએ પતંગ ઉત્સવને પોતાનો વ્યવસાય બનાવી દીધો છે.

જ્યારે મોદી અને સલમાન ખાન મળ્યા

જ્યારે મોદી અને સલમાન ખાન મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તે અમદાવાદાં ફિલ્મ સ્ટાર્સ સાથે મકરસંક્રાતિ મનાવતા હતા. 2014માં સલમાન ખાન પોતાના નજીકના દોસ્તોના ઘરે પતંગ ઉત્સવના સમયે આવ્યા હતા. ત્યારે તે નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મોદીએ આમંત્રણ આપ્યુ કે અમારી સાથે પતંગ ઉડાવવાની મઝા લો. બાદમાં સલમાન ખાન અને નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાઈટ ફ્લાઈંગની મઝા લીધી હતી.

પતંગનો રસપ્રદ ઈતિહાસ

પતંગનો રસપ્રદ ઈતિહાસ

ઉતરાયણનો અર્થ છે ઉડવાવાળી પતંગ સાથે સૂર્યપૂજાનો દિવસ. પતંગ શબ્દનો ઉપયોગ સૂર્ય માટે ઋગ્વેદમાં કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે પતંગનો ઈતિહાત પ્રાચીન અને સદીઓ જૂનો છે. દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ મનાતા ઋગ્વેદમાં પતંગ શબ્દનો ઉપયોગ સૂર્ય માટે કરવામાં આવે છે. અમુક ધર્મશાસ્ત્રીઓ અનુસાર પતંગ રામાયણ અને મહાભારત કાળમાં પણ મળતી હતી. પ્રાચીન ગ્રંથો જેવા કે અમરકોટમાં પતંગનો ઉલ્લેખ છે. બીજી તરફ સિંધુ સભ્યતામાં મળેલ અમુક સુરભ્ય જીવાશ્મોમાં પતંગનો એક ફોટો મળ્યો હતો.

ભગવાન શ્રીરામે પણ ઉડાવી હતી પતંગ

ભગવાન શ્રીરામે પણ ઉડાવી હતી પતંગ

શ્રીરામચરિત માનસમાં વર્ણિત એક ઘટના અનુસાર ભગવાન શ્રીરામે પણ પતંગ ઉડાવી હતી. રામાયણ અનુસાર મકર સંક્રમણ એકમાત્ર પવિત્ર દિવસ હતો જ્યારે ભગવાન શ્રીરામ અને હનુમાનજી મિત્ર બની ગયા હતા. આજના જમાનાના પેરાગ્લાઈડિંગ, પેરાશૂટ, પ્લેન કે રોકેટ કોઈ અન્ય વસ્તુનું અનુસંધાન પતંગ આધારિત છે. જો કે માનવામાં આવે છે કે ભારતમાં પતંગનો પહેલો ઉલ્લેખ મોનસન નામના એક કવિએ પોતાની કવિતા મધુમાલતીમાં કર્યો હતો. આ કવિએ એક પતંગને એકબીજાના પ્રેમ અને પ્રેમનો સ્વીકાર કરવા માટે એક કાલ્પનિક વાહનના રૂપમાં સંદર્ભિત કર્યો હતો.

આ પણ વાંચોઃ બ્રિટનના કરોડપતિને 21 વર્ષ બાદ ખબર પડી સત્ય, કોઈ બીજો છે 3 પુત્રોનો પિતા

English summary
30th International Kite Festival in Ahmedabad, Hosted By gujarat govt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more