• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાડા 4 મહિનામાં 15 ડેમોમાંથી 36,355 કરોડ લીટર પાણીનો વપારશ થયો

|
Google Oneindia Gujarati News

ગત વર્ષે ચોમાસુ નબળું રહ્યું હતું, જે કારણે 31 ઓક્ટોબર, 2021ની સરખામણીમાં ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં માત્ર 69,863 કરોડ લીટરનો પાણી સંગ્રહ થઇ શક્યો હતો. જે કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 36.21 ટકા પાણી હતું. આ સાથે 1 નવેમ્બર, 2021થી 15 માર્ચ 2022 સુધીના 4.5 ઉત્તર ગુજરાતના 15 ડેમોમાંથી 36,355 કરોડ લીટર પાણીનો વપરાશ થઇ ચૂક્યો છે. 15 માર્ચની સરખામણીએ આ 15 ડેમોમાં 17.37 ટકા એટલે કે 33,508 કરોડ લીટર પાણી બચ્યું છે. જે પૈકી માત્ર 11.75 ટકા એટલે કે 20,890 કરોડ લીટર પાણી વપરાશ લાયક અનામત છે.

જો ગત વર્ષના ઉનાળાની વાત કરવામાં આવે તો સંબંધિત સમયગાળા દરમિયાન 10.23 ટકા પાણીનો વપરાશ થઇ ચૂક્યો હતો. આ સ્થિતિ ચાલુ વર્ષે રહેશે, તો 30 જૂન સુધીમાં 15 ડેમોમાં માત્ર 7.14 ટકા જ પાણી રહેશે. ચાલુ વર્ષનો ઉનાળો હજૂ તો શરૂ જ થયો છે, ત્યાં તો 15 પૈકી ગુહાઇ, સીપુ અને મુક્તેશ્વર ડેમ ખાલી પણ થઇ ગયા છે.

આ 3 ડેમમાં હવે વપરાશ લાયક પાણીનો જથ્થો રહ્યો નથી. 23 માર્ચની સ્થિતિએ ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 11.28 ટકા પાણી વપરાશ લાયક બચ્યું છે. આવા સમયે મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઇ ડેમમાં સૌથી વધુ 15.45 ટકા પાણી છે. જે બાદ અરવલ્લીના 6 ડેમમાં 12.15 ટકા, સાબરકાંઠાના 5 ડેમમાં 6.10 ટકા અને બનાસકાંઠાના 3 ડેમમાં 6.01 ટકા પાણી બચ્યું છે. જળસંગ્રહની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉનાળો પૂરો થતાં સુધીમાં ઉત્તર ગુજરાતનામાં અમુક જ ડેમમાં પાણી રહેશે, જે એક જળસંકટની આગાહી સૂચવે છે.

ઉત્તર ગુજરાતનાના 15 ડેમોમાં ગત વર્ષે ઉનાળા જેટલા જ પાણીનો વપરાશ થશે, તો આગામી 30 જૂન સુધીમાં પાણીનો જથ્થામાં 25 ટકા જેટલી ઘટ રહેશે. આ સાથે 7 ડેમમાં 10 ટકાથી પણ ઓછું પાણી બચ્યું હશે. આ ઉપરાંત દાંતીવાડામાં 3456 કરોડ લીટર, મુક્તેશ્વરમાં 169 કરોડ લીટર, ગુહાઇમાં 369 કરોડ લીટર, વાત્રકમાં 982 કરોડ લીટર, હાથમતીમાં 266 કરોડ લીટર, ખેડવામાં 67 લાખ લીટર અને હરણાવ 2માં 109 કરોડ લીટર પાણી ડેડ સ્ટોરજ જેટલું રહેશે. આ સાથે ધરોઇમાં 6613 કરોડ લીટર, જવાનપુરામાં 30 લાખ લીટર, ગોરઠીયામાં 63 લાખ લીટર, માઝુમમાં 691 કરોડ લીટર, લાંકમાં 126 કરોડ લીટર, મેશ્વોમાં 794 કરોડ લીટર અને વૈડીમાં 214 કરોડ લીટર વપરાશનું પાણી બચશે.

ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં ડેમની પરિસ્થિતિ

મહેસાણાનો ધરોઇ ડેમ

હાલ ધરોઇ ડેમમાં 18,738 કરોડ લીટર પાણી બચ્યું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 23.04 ટકા માત્ર છે. ગત વર્ષે 30 જૂન સુધીના સમયગાળા દરમિયાન 12,125 કરોડ લીટર પાણીનો વપરાશ થયો હતો. જો આ સ્થિતિ ચાલુ વર્ષે રહે તો 30 જૂન સુધીમાં ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના 8.13 ટકા હિસ્સા સાથે 6,613 કરોડ લીટર પાણી બાકી રહેશે. જે પૈકી 6153 કરોડ લીટર જ પાણી વપરાશમાં લઇ શકાશે.

બનાસકાંઠાના 3 ડેમની પરિસ્થિતિ

સીપુ, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાં 4444 કરોડ લીટર પાણી બચ્યું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાનો 7.58 ટકા હિસ્સો ધરાવે છે. ગત વર્ષે 30 જૂન સુધીમાં 1018 કરોડ લીટર પાણીનો વપરાશ થયો હતો. આ સ્થિતિ ચાલુ વર્ષે રહેશે, તો 30 જૂન સુધીમાં 3 ડેમોમાં 5.84 ટકા સાથે 3426 કરોડ લીટર પાણી રહેશે. જે પૈકી સરેરાશ માત્ર 3378 કરોડ લીટર પાણી વપરાશમાં લઇ શકાય એટલું જ હશે.

સાબરકાંઠાના 5 ડેમની પરિસ્થિતિ

હરણાવ 2, ખેડવા, ગુહાઇ, ગોરઠિયા તેમજ જવાનપુરા ડેમમાં 1642 કરોડ લીટર પાણી છે. જે સંગ્રહ ક્ષમતાના 15.69 ટકા ધરાવે છે. ગત વર્ષે 30 જૂન સુધીમાં 978 કરોડ લીટર પાણીનો વપરાશ થયો હતો. આ સ્થિતિ ચાલુ વર્ષે રહેશે, તો 30 જૂન સુધીમાં 5 ડેમની સરેરાશ કુલ સંગ્રહ ક્ષમતાના 6.34 ટકા સાથે 664 કરોડ લીટર પાણી બચ્યું રહેશે. જે પૈકી 602 કરોડ લીટર પાણી વપરાશ લઇ શકાશે.

અરવલ્લીના 6 ડેમની પરિસ્થિતિ

હાથમતી, મેશ્વો, માઝુમ, વૈડી, વાત્રક અને લાંક ડેમમાં 8684 કરોડ લીટર પાણી બચ્યું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 20.44 ટકા છે. ગત વર્ષે 30 જૂન સુધીમાં 5611 કરોડ લીટર પાણી વપરાયું હતું. આ સ્થિતિ ચાલુ વર્ષે રહેશે, તો 30 જૂન સુધીમાં 7.23 ટકા સાથે 3073 કરોડ લીટર પાણી રહેશે. જે પૈકી સરેરાશ માત્ર 2838 કરોડ લીટર પાણી વપરાશમાં લઇ શકાશે.

English summary
36,355 crore litres of water was used out of 15 dams in 4 and a half months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X